• Gujarati News
  • Utility
  • Bajaj Finserv Cuts Home Loan Interest Rate, Now Loans Up To Rs 5 Crore Will Be Available At 6.70% Interest

ફેસ્ટિવ સીઝનમાં ગુડ ન્યૂઝ:બજાજ ફિનસર્વ લિમિટેડે હોમ લોનના વ્યાજદરમાં ઘટાડો કર્યો, હવે 6.70% વ્યાજ પર મળશે 5 કરોડ રૂપિયા સુધીની લોન

3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આની પહેલાં વાર્ષિક વ્યાજદર 6.75% હતો
  • હોમ લોનની EMI ઓછામાં ઓછા 645 રૂપિયા પ્રતિ લાખ હશે

નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની (NBFC) બજાજ ફિનસર્વ લિમિટેડે હોમ લોનના વ્યાજદરમાં 0.05% ઘટાડો કર્યો છે. આની પહેલાં વાર્ષિક વ્યાજદર 6.75% હતો, હાલ તે 6.70%થી શરૂ થશે.

કંપનીએ કહ્યું કે, મજબૂત ક્રેડિટ અને ઈન્કમ પ્રોફાઈલવાળા અરજદાર પાસે આ પ્રમોશનલ રેટ પર લોન લેવાનો સારો મોકો છે. હોમ લોનની EMI ઓછામાં ઓછા 645 રૂપિયા પ્રતિ લાખ હશે. હાલ હોમ લોનના ગ્રાહકો પણ ફિનસર્વમાં પોતાની હોમ લોન ટ્રાન્સફર કરીને નવા વ્યાજદરનો લાભ ઉઠાવી શકે છે.

આ ઓફરનો લાભ કોને થશે?
હાલ હોમ લોનના ગ્રાહકો પણ બજાજ ફિનસર્વમાં પોતાની હોમ લોન ટ્રાન્સફર કરીને નવા વ્યાજદરનો લાભ લઈ શકે છે. આનાથી માત્ર બચત જ નહીં પણ ટોપ-અપ લોન લેવાનો ઓપ્શન પણ મળે છે.

બેંક ઓફ બરોડા અને કોટક મહિન્દ્રા બેન્ક આપી રહ્યા છે સસ્તી લોન
બેંક ઓફ બરોડા અને કોટક મહિન્દ્રા બેંક ફેસ્ટિવલ ઓફર હેઠળ 6.50% પર હોમ લોન આપી રહ્યા છે. આ વ્યાજદર અન્ય બેંકથી ઓછા છે. દેશની સૌથી મોટી બેંક SBI 6.70% વ્યાજદર પર લોન આપી રહ્યું છે.