ફીચર આર્ટિકલ:બજાજ ફાઇનાન્સે ચોક્કસ મુદત માટે FD દરોમાં 15 bps સુધીનો વધારો કર્યો: નવા દરો તપાસો

3 મહિનો પહેલા
 • કૉપી લિંક

બજાજ ફાઇનાન્સે 26મી ઑગસ્ટ 2022 થી બહુવિધ મુદત માટે FD દરોમાં વધારો કર્યો છે. દરમાં આ ફેરફાર રૂ. 15,000 થી રૂ. 5 કરોડ સુધીની તમામ થાપણો પર લાગુ પડશે. 12-23 મહિના, 15 મહિના, 18 મહિના અને 20 મહિનાના સમયગાળાની થાપણમાં નવા દર લાગુ પડશે. 12-23 મહિનાની મુદત માટે, 60 વર્ષથી નીચેના ગ્રાહકો માટે વ્યાજ દર વાર્ષિક 6.20%થી વધારીને વાર્ષિક 6.35% કરવામાં આવ્યો છે. જો કે, વરિષ્ઠ નાગરિકો માટે આ દર વાર્ષિક 6.45% થી વધારીને વાર્ષિક 6.60% કરવામાં આવ્યો છે.

22 મહિનાના સમયગાળા માટે, 60 વર્ષથી ઓછી ઉંમરના ગ્રાહકો માટે દર વાર્ષિક 6.65%થી વધારીને વાર્ષિક 6.80% કરવામાં આવ્યો છે, જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે, દર વાર્ષિક 6.90% થી વધારીને વાર્ષિક 7.05% કરવામાં આવ્યો છે.

તમામ રોકાણકાર શ્રેણી અને FD ની મુદત પર વાર્ષિક 7.75% સુધીના ઉંચા વ્યાજ દર મળવાનું ચાલુ રહેશે.

60 વર્ષથી ઓછી ઉંમરના ગ્રાહકો માટે નવા દરો નીચે મુજબ છે:

મુદત

જૂનો દર

નવો દર

12-23 મહિના

વાર્ષિક 6.20%

વાર્ષિક 6.35%

15 મહિના

વાર્ષિક 6.40%

વાર્ષિક 6.55%

18 મહિના

વાર્ષિક 6.50%

વાર્ષિક 6.65%

22 મહિના

વાર્ષિક 6.65%

વાર્ષિક 6.80%

વરિષ્ઠ નાગરિકો (60 વર્ષથી વધુ ઉંમર) માટે નવા દરો નીચે મુજબ છે:

મુદત

જૂનો દર

નવો દર

12-23 મહિના

વાર્ષિક 6.45%

વાર્ષિક 6.60%

15 મહિના

વાર્ષિક 6.65%

વાર્ષિક 6.80%

18 મહિના

વાર્ષિક 6.75%

વાર્ષિક 6.90%

22 મહિના

વાર્ષિક 6.90%

વાર્ષિક 7.05%

બજાજ ફાઇનાન્સ ફિક્સ્ડ ડિપોઝિટની વિશેષતા નીચે મુજબ છે:

 1. લઘુતમ રોકાણની રકમ રૂ. 15,000: ઉચ્ચક રકમ તરીકે માત્ર રૂ. 15,000થી રોકાણ શરૂ કરો. ઓનલાઈન રોકાણ માટે મહત્તમ રકમ રૂ. 5 કરોડ; ઑફલાઇન ગ્રાહકો પાસે રોકાણની રકમની કોઈ ઉપલી મર્યાદા નથી.
 2. 44 મહિનાની મુદત માટે વાર્ષિક 7.75% સુધીનું વધુ વળતર: 44 મહિના માટે રોકાણ કરનારા વરિષ્ઠ નાગરિકો હવે 7.75% સુધીનું વળતર મેળવી શકે છે. 60 વર્ષથી ઓછી ઉંમરના ગ્રાહકો માટે મહત્તમ વળતર છે વાર્ષિક 7.50%.
 3. 12 થી 60 મહિના સુધીની મુદત: 12 થી 60 મહિનામાંથી કોઈપણ મુદત પસંદ કરો. તમારી મુદત તમારા રોકાણ પર વ્યાજ દર નક્કી કરશે.
 4. વેરિયેબલ પેઆઉટ સુવિધા: નોન-ક્યુમ્યુલેટિવ ફિક્સ્ડ ડિપોઝિટ વિકલ્પ પસંદ કરીને નિયમિત આવક મેળવો. માસિક, ત્રિમાસિક, અર્ધ વાર્ષિક અથવા વાર્ષિક ધોરણે વ્યાજ મેળવો.
 5. ઉચ્ચ વળતર માટે વિશેષ મુદત: બજાજ ફાઇનાન્સ ઉચ્ચ વળતર માટે વિશેષ મુદત આપે છે. તે ખાસ મુદત 15, 18, 22, 30, 33 અને 44 મહિના માટે છે.
 6. FD સામે લોન: તમારી રોકાણની રકમના 75% સુધીની લોન મેળવો.
 7. કોઈ પણ દંડ વિના સમય પહેલાં ઉપાડવાની સુવિધા: વ્યાજનું નુકસાન સહન કરીને પાકતી તારીખ પહેલાં તમારી FD ઉપાડો.
 8. 4 સરળ પગલાંમાં FD નવીકરણ: 12થી 60 મહિના સુધીની મુદત માટે તમારી FD નવીકરણ કરો અને વાર્ષિક 7.75% સુધીનું વળતર મેળવો.
 9. સિસ્ટેમેટિક ડિપોઝિટ પ્લાન સાથે નાની માસિક ડિપોઝિટ સુવિધા
 10. વરિષ્ઠ નાગરિકો માટે વાર્ષિક 0.25% ઊંચા દરો.

તમારી કુલ કમાણી પર આ ઊંચા FD દરોની અસર વિશે તમને ખ્યાલ આપવા માટે, અહીં રૂ. 5,00,000 ની રોકાણ રકમ સાથે વરિષ્ઠ અને બિન-વરિષ્ઠ નાગરિક ની એફડી પર વળતર સાથેનાં બે ઉદાહરણો આપેલાં છે:

વરિષ્ઠ નાગરિકો માટે:

રોકાણ મુદત

FD વ્યાજ દર

વ્યાજ કમાણી

કુલ કમાણી

44 મહિના

7.75%

Rs. 1,57,406

Rs. 6,57,406

36 મહિના

7.65%

Rs. 1,23,752

Rs. 6,23,752

24 મહિના

7.20%

Rs. 74,592

Rs. 5,74,592

બિન-વરિષ્ઠ નાગરિકો માટે:

રોકાણ મુદત

FD વ્યાજ દર

વ્યાજ કમાણી

કુલ કમાણી

44 મહિના

7.50%

Rs. 1,51,830

Rs. 6,51,830

36 મહિના

7.40%

Rs. 1,19,417

Rs. 6,19,417

24 મહિના

6.95%

Rs. 71,915

Rs. 5,71,915

ડિસક્લેમર: તમામ પરિણામોની ગણતરી બજાજ ફાઇનાન્સ ફિક્સ્ડ ડિપોઝિટ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને કરવામાં આવી હતી.

બજાજ ફાઇનાન્સ FD માટે કેવી રીતે અરજી કરવી:

 • પગલું 1: Start your application પર ક્લિક કરો અને તમારો મોબાઇલ નંબર દાખલ કરો. તમારા મોબાઇલ નંબર પર એક OTP મોકલવામાં આવશે; અરજી ફોર્મ જોઇને તેની ચકાસણી કરો.
 • પગલું 2: રોકાણની રકમ દાખલ કરો, તમારા રોકાણની મુદત અને ચુકવણી વિકલ્પ પસંદ કરો.
 • પગલું 3: જો તમે હાલના ગ્રાહક છો, તો બજાજ ફાઇનાન્સ માં સેવ કરેલી તમારી વિગતો ચકાસણી માટે ઉપલબ્ધ રહેશે. કૃપા કરીને ખાતરી કરો કે વિગતો સાચી છે અથવા કોઈપણ ફેરફારો કરવા માટે એડિટ કરો.
 • નવા ગ્રાહકોએ તેમના આધાર નંબરનો ઉપયોગ કરીને તેમનું KYC પૂર્ણ કરવું પડશે અથવા તેમની ઓળખ અને સરનામું પુરાવા માટે તેમના KYC દસ્તાવેજ અપલોડ કરવા પડશે.
 • પગલું 4: વ્યવસાય, વાર્ષિક આવક, અને વૈવાહિક સ્થિતિ જેવી વધારાની વિગતો દાખલ કરો. તમારી ફિક્સ્ડ ડિપોઝિટ માટે તમારા કુટુંબની વિગતો અને નોમિનીનો ઉલ્લેખ કરો.
 • પગલું 5: એક જાહેરાત પ્રદર્શિત કરવામાં આવશે. કૃપા કરીને તેને કાળજીપૂર્વક વાંચો અને નિયમો અને શરતો સાથે સંમત થાઓ. તમારી બેંક વિગતો દાખલ કરો અને ચુકવણી કરવા આગળ વધો.
 • પગલું 6: નેટ બેંકિંગ, UPI, અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને તમારું રોકાણ પૂર્ણ કરો.

એકવાર ચુકવણી સફળ થઈ જાય, પછી તમારી ડિપોઝિટ બુક કરવામાં આવશે, અને તમને તમારા રજિસ્ટર્ડ ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર પર ફિક્સ્ડ ડિપોઝિટ એક્નોલેજમેન્ટ (FDA) મળશે. તમારી FD વિશે નિયમિત અપડેટ્સ માટે તમારું ઇમેઇલ એડ્રેસ અને ફોન નંબર અપડેટ રાખો.

તમે રૂ. 15,000 જેટલી રકમ સાથે રોકાણ શરૂ કરી શકો છો અને 60 મહિના સુધીની મુદતના વિકલ્પો સાથે સ્પર્ધાત્મક વ્યાજ દરોનો આનંદ માણી શકો છો. થોડા ક્લિક્સમાં તમારું રોકાણ શરૂ કરવા માટે આજે જ ઓનલાઈન રોકાણ કરો (Invest online) અને તમારા નાણાકીય લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે વધારે રિટર્ન મેળવો.

અન્ય સમાચારો પણ છે...