તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Axis Bank Changes Interest Rates On Fixed Deposits, Here Maximum Interest Of 5.75% Will Be Offered On FDs

નવા વ્યાજ દર:એક્સિસ બેંકે ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરમાં ફેરફાર કર્યો, અહીં FD પર મહત્તમ 5.75% વ્યાજ આપવામાં આવશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

એક્સિસ બેંકે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર મળતા વ્યાજમાં ફેરફાર કર્યો છે. હવે 7 દિવસ અને 29 દિવસની FD પર 2.50% વ્યાજ મળશે. તે સિવાય હવે તમને 5થી 10 વર્ષની FD પર 5.75% વ્યાજ મળશે. નવા વ્યાજ દર 6 મેથી લાગુ થશે. અગાઉ ઇન્ડસઇન્ડ બેંકે તાજેતરમાં જ FD પર મળતા વ્યાજમાં ફેરફાર કર્યો હતો.

હવે કેટલું વ્યાજ મળશે

સમયગાળોનવા વ્યાજ દર(% માં)
7 દિવસથી 29 દિવસ2.50
30 દિવસથી 90 દિવસ3.00
3થી 6 મહિના3.50
6થી 11 મહિના 25 દિવસ4.40
11 મહિના 25 દિવસથી 1 વર્ષ 5 દિવસ5.10
1 વર્ષ 5 દિવસથી 1 વર્ષ 11 દિવસ5.15
1 વર્ષ 11 દિવસથી 15 મહિના5.10
15 મહિનાથી 18 મહિના5.20
18 મહિનાથી 2 વર્ષ5.25
2 વર્ષથી 5 વર્ષ5.40
5 વર્ષથી 10 વર્ષ5.75

ઇન્ડસઇન્ડ બેંકે FD પર મળતા વ્યાજ દરમાં ઘટાડો કર્યો​​​​​​​​​​​​​​
ઇન્ડસઇન્ડ બેંક હવે 7થી 30 દિવસની મેચ્યોરિટીવાળી ડિપોઝિટ પર 2.75% વ્યાજ આપશે. ઇન્ડસઈન્ડ બેંકમાં 31થી 45 દિવસની મેચ્યોરિટીવાળી ડિપોઝિટ પર 3%, 46થી 60 દિવસની મેચ્યોરિટી પર 3.50% અને 61થી 90 દિવસની મેચ્યોરિટી પર 3.75% વ્યાજ મળશે.

કેટલું વ્યાજ મળશે

સમયગાળોવ્યાજ (% માં)
7થી 30 દિવસ સુધી2.50
31થી 45 દિવસ સુધી3.00
46થી 60 દિવસ સુધી3.50
61થી 90 દિવસ સુધી3.75
91થી 120 દિવસ સુધી4.00
121થી 180 દિવસ સુધી4.50
181થી 210 દિવસ સુધી5.00
211થી 269 દિવસ સુધી5.25
270થી 354 દિવસ સુધી5.50
355થી 364 દિવસ સુધી6.00
1 વર્ષથી 61 મહિના સુધી6.50
61 મહિનાથી વધારે6.25

છેલ્લા 10 વર્ષમાં 9માંથી 6 ટકા કરતા પણ નીચલા સ્તરે વ્યાજ દર
2011માં દેશની સૌથી મોટી બેંક SBI ફિક્સ્ડ ડિપોઝિટ પર મહત્તમ 9.25% સુધી વ્યાજ આપી રહી હતી. જે હવે 5.40 પર આવી ગયું છે. તે સિવાય દેશની મોટાભાગની મોટી બેંક FD પર મહત્તમ 5થી 6% સુધી વ્યાજ ઓફર કરી રહી છે.

FD કરતાં વધારે વ્યાજ મેળવવા માટે શું કરવું?
આ સવાલના જવાબમાં પર્સનલ ફાઈનાન્સ એક્સપર્ટ અને ઓપ્ટિમા મની મેનેજર્સના ફાઉન્ડર અને CEO પંકજ મઠપાલ કહે છે કે, જો તમે કોઈ એવી જગ્યાએ રોકાણ કરવા માગો છો જ્યાં તમને FD કરતાં વધારે પૈસા મળે અને તમારા પૈસા પણ સુરક્ષિત રહે તો તમે પોસ્ટ ઓફિસની સ્કિમ અથવા પબ્લિક સેક્ટર બોન્ડમાં રોકાણ કરી શકો છો.

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં FD કરતા વધારે વ્યાજ મળી રહ્યું છે

​​​​​​​

સ્કીમવ્યાજ દર (%)
સુકન્યા સમૃદ્ધિ યોજના7.60
સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ7.40
PPF7.10
કિસાન વિકાસ પત્ર6.90
નેશનલ સર્ટિફિકેટ સ્કીમ6.80
ટાઈમ ડિપોઝિટ6.70
મંથલી ઈન્કમ સ્કીમ6.60