તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Avoid Withdrawing Money From PF Funds If You Do Not Need Money, As This Can Be A Big Loss To Your Retirement Fund

ટિપ્સ:પૈસાની જરૂર ન હોય તો PF ફંડમાંથી પૈસા ઉપાડવાનું ટાળવું, તેનાથી તમારા રિટાયર્મેન્ટ ફંડને મોટું નુકસાન પહોંચી શકે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • EPFOએ EPF ખાતાધારકોને રાહત આપતા તેમની ડિપોઝિટમાં એડવાન્સ ઉપાડની સુવિધા આપી

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ ફરી એક વખત કોવિડ-19 એડવાન્સ સ્કિમ શરૂ કરી છે. તેના અંતર્ગત EPFO સબસ્ક્રાઈબર્સ પોતાના પ્રોવિડન્ટ ફંડમાંથી 3 મહિનાની સેલરી જેટલા પૈસા ઉપાડી શકે છે. આ પૈસા તમારે પાછા નથી આપવાના. જો કે, આ સ્કિમનો ફાયદો જરૂર હોય તો જ લેવો જોઈએ. કેમ કે PF ફંડમાંથી પૈસા ઉપાડવા પર તમારા રિટાયર્મેન્ટ ફંડને મોટું નુકસાન થઈ શકે છે.

શું છે સ્કિમ?
EPFOએ EPF ખાતાધારકોને રાહત આપતા તેમની ડિપોઝિટમાં એડવાન્સ ઉપાડની સુવિધા આપી છે. આ માટે EPFOએ EPF સ્કીમ-1952માં ફેરફાર કરતાં કહ્યું કે, કર્મચારીઓ તેમના ખાતાંમાં જમા કરેલી રકમમાંથી 75% અથવા ત્રણ મહિનાના પગારની બરાબર ઉપાડી શકે છે. કર્મચારીઓ આ પૈસાનો ઉપયોગ તેમની જરૂરિયાતો માટે કરી શકે છે અને તેને ફરીથી પાછા કરવાની જરૂર રહેશે નહીં. આ સુવિધાનો લાભ કોઈપણ કર્મચારી લઈ શકે છે.

આ પણ વાંચો- સરકારે ફરીથી EPF ખાતામાંથી પૈસા ઉપાડવા માટે વિશેષ છૂટ આપી, પૈસા ઉપાડવા માટે ઘરેબેઠા જ અપ્લાય કરી શકાશે

જો જરૂરી ન હોય તો PF ફંડમાંથી પૈસા ન ઉપાડવા
એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી PFમાંથી પૈસા ઉપાડવાથી બચવું. તેના પર 8.5%ના દરે વ્યાજ મળી રહ્યું છે. જેટલી મોટી રકમ PFમાંથી ઉપાડવામાં આવશે, રિટાયર્મેન્ટ ફંડ પર એટલી જ મોટી અસર થશે.

તમારા રિટાયર્મેન્ટ ફંડને મોટું નુકસાન થશે
અનુમાનિત ગણતરી મુજબ, જો તમારી નિવૃત્તિમાં 30 વર્ષ બાકી છે અને હવે તમે PF ખાતામાંથી 1 લાખ રૂપિયા ઉપાડો છો તો તેનાથી તમારા રિટાયર્મેન્ટ ફંડને 11.55 લાખ રૂપિયાની અસર થશે. અહીં જાણો કે કેટલા પૈસા ઉપાડવા પર રિટયર્મેન્ટ ફંડને કેટલી અસર થશે.

કેટલા પૈસા ઉપાડવા પર20 વર્ષ પછી કેટલા ઓછા મળશે (રૂ.)30 વર્ષ પછી કેટલા ઓછા મળશે (રૂ.)
10 હજાર51 હજાર1 લાખ 16 હજાર
20 હજાર1 લાખ 02 હજાર2 લાખ 31 હજાર
50 હજાર2 લાખ 55 હજાર5 લાખ 58 હજાર
1 લાખ5 લાખ 11 હજાર11 લાખ 55 હજાર
2 લાખ10 લાખ 22 હજાર23 લાખ 11 હજાર

નોંધઃ આ ટેબલ આશરે અંદાજ મુજબ આપવામાં આવ્યું છે. તે સિવાય, અહીં આપેલા ટેબલમાં વાર્ષિક ધોરણે વ્યાજની ગણતરી કરવામાં આવી છે.

7.4 લાખ લોકો લાભ લઈ ચૂક્યા છે
EPFOની આ યોજના અંતર્ગત અત્યાર સુધી 76.31 લાખ એડવાન્સ ક્લેમની પતાવટ કરવામાં આવી છે. તેના અંતર્ગત કુલ 2.37 લાખ કરોડ રૂપિયાની રકમ સબસ્ક્રાઈબર્સના બેંક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી છે.