સરકારે EPF અથવા PFમાંથી પૈસા ઉપાડવા માટે ઓનલાઈન સુવિધા આપી છે. આવી સ્થિતિમાં જોવા જઈએ તો લોકો સમજ્યા વિચાર્યા વગર જરૂરિયાત ન હોય તો પણ પોતાના PF ફંડમાંથી પૈસા ઉપાડી લે છે. તેનાથી તેમના રિટાયર્મેન્ટ ફંડને મોટું નુકસાન થાય છે. જો તમે પણ PF ફંડમાંથી પૈસા ઉપાડવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તેના માટે તમારે એ જાણવું જરૂરી છે કે અહીંથી પૈસા ઉપાડવા પર તમારા રિટાયરમેન્ટ ફંડને કેટલું નુકસાન થશે.
તમારા ફંડ પર કેટલી અસર પડશે અંદાજિત ગણતરી મુજબ, જો તમારા રિટાયર્મેન્ટમાં 30 વર્ષનો સમય બાકી છે અને તમે હજી PF અકાઉન્ટમાંથી 50 લાખ રૂપિયા ઉપાડ્યા છે તો તેનાથી તમારા રિટાયર્મેન્ટ ફંડ પર 5 લાખ 27 હજાર રૂપિયાની અસર પડશે. અહીં જાણો કેટલા પૈસા ઉપાડવા પર તમારા રિટાયર્મેન્ટ ફંડ પર કેટલી અસર થશે.
કેટલા પૈસા ઉપાડવા પર | 20 વર્ષ બાદ કેટલા ઓછા મળશે (રૂ.) | 30 વર્ષ બાદ કેટલા ઓછા મળશે (રૂ.) |
10 હજાર | 5o હજાર | 1 લાખ 12 હજાર |
20 હજાર | 1 લાખ | 2 લાખ 25 હજાર |
50 હજાર | 2 લાખ 51 હજાર | 5 લાખ 63 હજાર |
1 લાખ | 5 લાખ 02 હજાર | 11 લાખ 26 હજાર |
2 લાખ | 10 લાખ 05હજાર | 22 લાખ 53 હજાર |
3 લાખ | 15 લાખ 07 હજાર | 33 લાખ 78 હજાર |
નોંધઃ: આ ટેબલ એક રફ અંદાજ મુજબ આપવામાં આવ્યું છે. તે સિવાય ટેબલમાં જણાવવામાં આવેલા વ્યાજની ગણતરી વાર્ષિક હિસાબથી કરવામાં આવી છે.
જો જરૂરી ન હોય તો PF ફંડમાંથી પૈસા ન ઉપાડવા
મની મેનેજમેન્ટ એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી PFમાંથી પૈસા ઉપાડવાથી બચવું. તેના પર 8.1%ના દરે વ્યાજ મળી રહ્યું છે. જેટલી મોટી રકમ PFમાંથી ઉપાડવામાં આવશે, રિટાયર્મેન્ટ ફંડ પર એટલી જ મોટી અસર થશે.
કેટલો PF કટ થાય છે?
નિયમોના અનુસાર, સેલરી મેળવનારા લોકોને તેમના પગાર અને મોંઘવારી ભથ્થાના 12% રકમ PF ખાતામાં યોગદાન કરવી જરૂરી હોય છે. તેમજ કંપનીની તરફથી જમા કરવામાં આવેલી રકમમાંથી 3.67% EPFમાં જમા થાય છે. બાકીનો 8.33% હિસ્સો કર્મચારી પેન્શન યોજના (EPS)માં જમા થાય છે.
આ 3 રીતે તમે પૈસાની વ્યવસ્થા કરી શકો છો
ગોલ્ડ લોન
દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)સહિત દેશની મોટાભાગની બેંકોએ પર્સનલ ગોલ્ડ લોનની સુવિધા શરૂ કરી છે. તેના અંતર્ગત ગ્રાહક સોનું રાખીને લોન લઈ શકે છે. SBI વાર્ષિક 7.50ના વ્યાજ દર પર 20 લાખ રૂપિયા સુધીની લોન આપી રહી છે. SBI સિવાય બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક અને બેંક બરોડા સહિત અન્ય બેંક પણ ગોલ્ડ લોન આપી રહી છે.
FD પર લોન મળે છે
જો તમારી પાસે કોઈ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) છે તો તેના પર લોન લઈ શકો છો. તેના પર સરળતાથી અને ઓછા વ્યાજ દરે લોન મળે છે. ઘણી એવી બેંક છે જે FD પર 6 ટકાથી પણ ઓછા વ્યાજે લોન આપી રહી છે. જો તમે FD પર લોન લો છો તો તમારે ફિક્સ્ડ ડિપોઝિટ પર મળતા વ્યાજ કરતા 1-2% વધારે વ્યાજ ચૂકવવું પડશે. ઉદાહરણ તરીકે, જો તમને તમારી FD પર 4% વ્યાજ મળી રહ્યું છે તો તમને 6%ના વ્યાજદરે લોન મળી શકે છે. ધારો કે, તમારી FDની કિંમત 1.5 લાખ રૂપિયા છે તો તમને 1 લાખ 35 હજાર રૂપિયા લોન મળી શકે છે.
ક્રેડિટ કાર્ડ પર લોન મળે છે
ક્રેડિટ કાર્ડ જારી કરતી નાણાકીય સંસ્થાઓ કાર્ડધારકોને તેમના કાર્ડના પ્રકાર, ખર્ચ અને ચૂકવણીના આધારે લોન આપે છે. એક વખત એક કાર્ડધારક આ લોનનો લાભ ઉઠાવે છે તો તેની ક્રેડિટ મર્યાદા તે રકમમાં ઓછી થઈ જશે. જો કે, કેટલાક ધિરાણકર્તા મંજૂર ક્રેડિટ મર્યાદાથી વધુ અને ક્રેડિટ કાર્ડ સામે લોન આપે છે. જો તમે પણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તેના પર લોન લઈ શકો છો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.