• Gujarati News
 • Utility
 • Avoid Falling Victim To "Monsoon Blue" By Having White Lights At Home, Travel The World With A Virtual Tour; Here Are 6 Ways To Keep A Good Mood

ચોમાસામાં મૂડ કેવી રીતે સારો રાખવો:ઘરમાં વ્હાઈટ લાઈટ કરીને "મોનસુન બ્લુ"નો ભોગ બનવાથી બચો, વર્ચ્યુઅલ ટૂર સાથે વિશ્વની મુસાફરી કરો; મૂડને સારો રાખવા માટે જાણો આ 6 રીત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, ટ્રાવેલિંગ મૂડ સુધારે છે અને તેનાથી તણાવ અને ચિંતા દૂર થાય છે
 • મૂડ સારો રાખવા માટે ચોકલેટ સારો ઓપ્શન છે, લેમન ટી, સૂપ અને ગ્રીન ટી પણ ફાયદાકારક છે

ચોમાસા દરમિયાન મુસાફરી અથવા વેકેશનમાં ફરવાનું વિચારી રહેલા લોકોએ મહામારીને કારણે આ વખતે ઘરમાં જ રહેવું પડશે. ઘણા લોકો એવા છે કે જે ચોમાસાની રાહ જોતા હોય છે, જેથી તેઓ ડ્રાઈવ અને પ્રકૃતિની નજીક જઈને તણાવથી છૂટકારો મેળવી શકે, પરંતુ લોકડાઉન અને પ્રતિબંધોને કારણે આ વખતે ફરવા નહીં જઈ શકાય.

હૈદરાબાદમાં રહેતા નિખિલ અરવિંદ ટ્રાવેલિંગના શોખીન છે. નિખિલ જણાવે છે કે, તેઓ લગભગ દર વર્ષે ચોમાસા દરમિયાન ફરવાનો પ્લાન બનાવે છે. ચોમાસા દરમિયાન ટ્રાવેલનું મુખ્ય કારણ છે માનસિક શાંતિ અને પ્રકૃતિની નજીક રહેવું. પરંતુ આ વખતે તેઓ જઈ શકશે નહીં. જો કે, નિખિલના જણાવ્યા અનુસાર, પરિસ્થિતિ સામાન્ય થઈ ગયા બાદ તેઓ એક વખત ફરીથી મુસાફરી કરશે.

મ્યુઝિયમ, શહેરોની વર્ચ્યુઅલ ટૂર કરો

 • આ દરમિયાન બહાર નીકળવું સુરક્ષા અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ જોખમી છે. કેમ કે, અત્યારે કોરોનાના કારણે ક્યાંય પણ જઈ શકાય તેમ નથી. ત્યારે આવી પરિસ્થિતિમાં તમે ઘરે રહીને ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકો છો. ઈન્ટરનેટ પર ઘણાં વર્ચ્યુઅલ ટૂર ઓપ્શન હાજર છે, જેના દ્વારા તમે વિશ્વના ઘણા પ્રખ્યાત સ્થળોએ જઈ શકો છો અને ઘણા લોકો માટે આ એક નવો અનુભવ પણ હોઈ શકે છે.
 • દુનિયાની સાત અજાયબીઃ મોર્ડન ટેક્નોલોજીની મદદથી તમે ઘરે બેઠા જ દુનિયાની સાત અજાયબી ( ધ ગ્રેટ વોલ ઓફ ચાઈના, પેટ્રા, તાજમહલ, કોલોઝિયમ, માચુ પિચ્ચુ, ક્રાઈસ્ટ ધ રિડીમર અને ચિચેન ઈત્ઝા)ને તમે તમારા ડિવાઈસમાં જોઈ શકો છો. તેના માટે ગૂગલ જેવી ઓનલાઈન સર્વિસ ઉપલબ્ધ છે.
 • મ્યુઝિયમની મુલાકત લોઃ છેલ્લા ઘણા વર્ષોમાં ગૂગલે હજારો મ્યુઝિયમની સાથે ભાગીદારી કરી છે. તેમાં સંગ્રહાલયોમાં સુરક્ષિત રાખવામાં આવેલી કિંમતી વસ્તુઓના હાઈ ક્વોલિટી ફોટો છે. તેના દ્વારા તમે દુનિયાના કોઈપણ મ્યુઝિયમની મુલાકાત કરી શકો છો.
 • નેશનલ પાર્ક્સઃ ટ્રાવેલિંગ દરમિયાન ઘણ લોકોની સૌથી ગમતી જગ્યા નેશનલ પાર્ક હોય છે. હવે ઈન્ટરનેટ દ્વારા પણ ટ્રાવેલર્સ વર્ચ્યુઅલ નેશનલ પાર્કની મજા હાઈ ક્વોલિટી સાઉન્ડ દ્વારા માણી શકે છે. તેના માટે ગૂગલ પણ ખાસ નેશનલ પાર્કના ઓડિય-વિઝ્યુઅલ ટૂરની સેવા પ્રદાન કરે છે.

ટ્રાવેલિંગથી તણાવ ઓછો થાય છે
રાજસ્થાનના ઉદયપુર સ્થિતિ ગીતાંજલી હોસ્પિટલના આસિસ્ટન્ટ પ્રોફેસર અને સાઈકોલોજીસ્ટ ડોક્ટર શિખા શર્મા પણ ટ્રાવેલિંગના શોખીન છે. અત્યારે તેઓ ફ્રી સમયમાં પોતાની ટ્રિપનો પ્લાનિંગ કરી રહ્યા છે. ડોક્ટર શર્માના જણાવ્યા પ્રમાણે, ટ્રાવેલિંગથી આપણે ખુશ રહીએ છીએ. કેમ કે આ દરમિયાન આપણે નવા લોકોને મળીએ છીએ, નવી જગ્યા વિશે જાણીએ છીએ અને નવા અનુભવ કરીએ છીએ. ઘણા ડોક્ટર્સ તો માનસિક તકલીફનો સામનો કરતી વ્યક્તિને ફરવા અને આઉટિંગની સલાહ આપે છે. તેમણા જણાવ્યા પ્રમાણે, તેનાથી આપણી ચિંતા અને તણાવ દૂર થઈ જાય છે.

રજાઓ રદ થવાને કારણે મૂડને આ 6 રીતે સુધારો
ઘરમાં લાંબા સમય સુધી રહેવાને કારણે ઘણા લોકો માનસિક રીતે અસરગ્રસ્ત થયા છે. આવી સ્થિતિમાં ઘણી નવી પ્રવૃતિઓ કરીને મૂડ સારો રાખવો જરૂરી છે. ડોક્ટર શર્મા આ દરમિયાન એક નવી સ્થિતિ મોનસૂન બ્લુનો પણ ઉલ્લેખ કરે છે.

તેમણા જણાવ્યા પ્રમાણે, આ એક પ્રકારનું સિઝનલ ડિપ્રેશન હોય છે, આ દરમિયાન વાદળોના કારણે બ્રાઈટનેસ ઓછી થઈ જાય છે અને લોકો ઉદાસી અનુભવે છે. આની સ્થિતિમાં ઘરમાં રહો તો પ્રકાશમાં રહો. તે સાથે જ ડોક્ટર ખાસ કરીને સફેદ પ્રકાશની સલાહ આપે છે.

તેમણા જણાવ્યા પ્રમાણે, આ દરમિયાન લેમન ટી, સૂપ અને ગ્રીન ટી ફાયદાકારક છે. ગરમ ચોકલેટ ડ્રિંક્સ પણ લઈ શકો છો. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે, ચોકલેટ મૂડ સુધારવામાં મદદ કરે છે. તે ઉપરાંત તમે ઘરે છો તો આ ઉપાય કરી શકો છો.

 • લાંબી વોકઃ જો તમે ઘરમાં છો તો વીકએન્ડ પર લાંબી વોક પર જઈ શકો છો. આ દરમિયાન તમે તમારા મિત્રોની સાથે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા લાંબા અંતર સુધી ચાલીને જાવ. તેનાથી તમારો મૂડ સુધરશે અને તણાવ પણ ઓછો થશે.
 • આઉટડોર ગેમઃ સુરક્ષિત ઉપાયોની સાથે આઉટડોર પ્રવૃતિમાં પણ મેન્ટલ હેલ્થને જાળવી રાખવાનો એક સારો ઓપ્શન છે. આ દરમિયાન તમે તમારા પરિવારના સભ્યો અને બાળકોની સાથે ગેમ રમી શકો છો. યાદ રાખો કે આ દરમિયાન કોઈપણ બહારની વ્યક્તિને સામેલ ન કરવી.
 • મનપસંદ કાર્ય: મૂડ સારો રાખવા માટે સૌથી સારી રીત છે કે, તે કામ કરો જેનાથી તમને ખુશી મળે છે. વેકેશન કેન્સલ થવાથી મૂડ ખરાબ થઈ ગયો હોય તો મનપસંદ વસ્તુઓ દ્વારા સુધારો. તેના માટે તમે મનપસંદ ખાવાનું અથવા ગેમ્સની મદદ લઈ શકો છો.
 • અરોમા ઓઇલથી સ્નાન કરવું અથવા મસાજઃ કોઈની પણ મદદ લીધા વગર તમે બોડી મસાજ કરો. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, મસાજ કરવાથી તણાવ અને ચિંતા દૂર થઈ જાય છે. તેનાથી બોડી અને મગજ બંનેને આરામ મળે છે. ડોક્ટર શર્માના જણાવ્યા અનુસાર, સ્નાન કરતી વખતે પાણીમાં અરોમા ઓઈલ નાખવું, કેમ કે તે તમારો મૂડ સુધારવામાં મદદ કરે છે.
 • ફ્યૂચર ટ્રિપ પ્લાનિંગઃ હવે તમને ટ્રિપ પ્લાન કરવા માટે પહેલાં કરતા વધારે સમય મળે છે. તમે આ સમયનો ઉપયોગ ફ્યૂચર પ્લાનિંગ માટે પણ કરી શકો છો. પરિવારના સભ્યો, પોતાના ટ્રાવેલ ગ્રુપ અથવા મિત્રોની સાથે આગામી ટ્રિપનું પ્લાનિંગ કરી શકો છો. એટલું જ નહીં આ દરમિયાન તમે તમારી જૂની મુસાફરીની યાદો તાજી કરી શકો છો. જૂના ફોટો અથવા મેમરીને ફરીથી એકબીજા સાથે શરે કરો.
 • છોડ પણ મૂ઼ડ સુધારી શકે છેઃ ચોમાસાની સિઝનમાં છોડની વાવણી પણ મદદગાર છે. આ સિઝન છોડ-વૃક્ષોને ઉગાડવામાં મદદ કરે છે. ડોક્ટર શર્મા આ દરમિયાન છોડ રોપવાની પણ સલાહ આપે છે. તે ઉપરાંત ચોમાસામાં તમારે છોડની વધારે સંભાળ નથી રાખવી પડતી અને તેનો ઉછેર તમને માનસિક શાંતિ આપે છે.
અન્ય સમાચારો પણ છે...