તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Avoid Becoming A Financial April Fool This Year, Start Planning Investment For The New Year Today

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવા નાણાકીય વર્ષની શરૂઆત:આ વર્ષે ફાઈનાન્શિયલ એપ્રિલ ફૂલ બનવાથી બચવું, આજથી શરૂ કરો નવા વર્ષ માટે ઈન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

1 એપ્રિલ એટલે કે આજથી નવું નાણાકીય વર્ષ 2021-22 શરૂ થઈ ગયું છે. 1 એપ્રિલના રોજ એપ્રિલ ફૂલ બનાવવાની પ્રથા છે, પરંતુ આ નવા નાણાકીય વર્ષમાં તમારે ફાઈનાન્શિયલ ફૂલ બનવાથી બચવું જોઈએ. રુંગટા સિક્યોરિટીઝમાં CFP અને પર્સનલ ફાઈનાન્સ એક્સપર્ટ હર્ષવર્ધન રુંગટાના જણાવ્યા પ્રમાણે, આ વખતે તમારે એપ્રિલથી જ ફાઈનાન્શિયલ પ્લાનિંગ શરૂ કરવું જોઈએ. વહેલી તકે શરૂઆત કરવાથી ન માત્ર ટેક્સ બચાવી શકાય છે પરંતુ તમને તમારા ફાઈનાન્શિયલ ગોલ પૂરો કરવામાં પણ મદદ મળી શકે છે.

જોખમ લેવું પણ જરૂરી છે
હંમેશાં લોકો જોખમથી બચવા માટે માર્કેટ સંબંધિત ઓપ્શનમાં પૈસાનું રોકાણ કરવાનું ટાળે છે. ભલે ઈક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ (ELSS) જેવા ઓપ્શન PPF, ટેક્સ સેવિંગ FD અથવા અન્ય પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ કરતાં વધારે રિટર્ન આપે છે, પરંતુ જૂની વિચારધારા ધરાવતા રોકાણકારો તેનાથી દૂર રહેવા માગે છે. ઈન્કમ ટેક્સ એક્ટની સેક્શન 80C અંતર્ગત ELSS પર મળતા ટેક્સ લાભ સિવાય, આ ઓપ્શન લાંબાગાળાની મોંઘવારી દર કરતા વધારે રિટર્ન આપે છે.

શક્ય એટલી વહેલી તકે રોકાણ શરૂ કરવું
ટેક્સ ચૂકવનાર લોકોની એક અન્ય મોટી ભૂલ છે કે હંમેશાં વર્ષના અંતમાં જ ટેક્સ બચાવવા માટે રોકાણનો ઓપ્શન શોધે છે. છેલ્લા સમયમાં ટેક્સ પ્લાનિંગની આ ભાગદોડની વચ્ચે કેટલાક ખોટા નિર્ણયો હોઈ શકે છે, જેનાથી ઓછું રિટર્ન આપતા રોકાણનો ઓપ્શન પસંદ કરવાની સંભાવના વધારે રહે છે. છેલ્લી ઘડીએ ઉતાવળમાં અથવા સમયસર તમારા રોકાણના પુરાવા સબમિટ કરવાનું ચૂકી જાવ છો અથવા ચૂકવણી સ્વીકૃતિ મળવામાં વિલંબ થઈ શકે છે, જેનાથી ટેક્સ ચૂકવનાર વ્યક્તિને વાસ્તવમાં ટેક્સ બચાવવાનો ફાયદો ન મળવાની આશંકા રહે છે.

નાણાકીય વર્ષની શરૂઆતમાં રોકાણ કરવા પર ટેક્સ સેવિંગની સાથે રિટર્ન પણ મળે છે
તેમજ નાણાકીય વર્ષના છેલ્લા ક્વાર્ટરમાં એકસાથે પૈસાનું રોકાણ કરવાથી તમે ટેક્સ તો બચાવી શકો છો પરંતુ આ રોકાણથી મળતું રિટર્ન તમને નથી મળતું. તેથી સલાહ આપવામાં આવે છે કે, ટેક્સ બચતનું પ્લાનિંગ નાણાકીય વર્ષની શરૂઆતમાં જ કરવું. કેમ કે, તેનાથી તમને ટેક્સ બચાવવાની સાથે વર્ષભરનું વળતર પ્રાપ્ત કરવાનો ડબલ ફાયદો થશે.

ધારો કે, તમે ટેક્સ છૂટ મેળવવા માટે ELSSમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કરો છો. પરંતુ તમે આ રોકાણ નાણાકીય વર્ષના છેલ્લા મહિને એટલે કે માર્ચમાં કરો છો તો તમે તેમાં રોકાણ કરીને 1 લાખ રૂપિયા પર ટેક્સ તો બચાવી શકશો પરંતુ આ સ્કીમમાં જે 70થી 80% સુધીનું રિટર્ન આપવામાં આવે છે તે તમને નહીં મળે. એટલે કે યોગ્ય સમયે રોકાણ કરીને તમે 1 લાખ પર 70થી 80 હજારનો નફો કમાવી શકો છો. ​​​​​​​

વીમા અને રોકાણને એક સાથે જોડવું ખોટું
ટેક્સ આપતા લોકો હંમેશાં વીમા અને રોકાણને એક સાથે જોડવાની ભૂલ પણ કરે છે. આવા લોકો અનડાઉમેન્ટ, મની બેક પોલિસી અથવા યુલિપમાં રોકાણ કરવા માગે છે. આવા ઉત્પાદન ના તો તમને પર્યાપ્ત વીમા કવર આપે છે ન તો યોગ્ય રિટર્ન. સાથે તેમાં 5 વર્ષનો લોક ઈન પિરિઅડ પણ હોય છે. તેમજ પેન્શન પ્લાન જેવા ઉત્પાદન તમારા રિટાયર્મેન્ટની ઉંમર સુધી લોક-ઈનમાં હોય છે. તેથી ટેક્સ બચતની યોજના બનાવતી વખતે વીમા અને રોકાણને અલગ અલગ રાખવું યોગ્ય રહેશે.

એક જીવન વીમા પોલિસી ખરીદવાનો મુખ્ય ઉદ્દેશ્ય હંમેશાં એ હોવો જોઈએ કે તમારા અકાળ મૃત્યુના કિસ્સામાં તમારા પરિવારને આર્થિક સુરક્ષા આપવાનો હોવો જોઈએ. તેના માટે ટર્મ ઈન્શ્યોરન્સ સારો ઓપ્શન છે કેમ કે તેમાં તમને તમારી વાર્ષિક ઈન્કમ 10-15 ગણું કવર ઓછા પ્રીમિયમ પર મળી જાય છે. ​​​​​​​

ઈન્વેસ્ટમેન્ટનો ઉદ્દેશ્ય માત્ર ટેક્સ બચત ન હોવા જોઈએ
કેડિયા એડવાઈઝરીના ડાયરેક્ટર અજય કેડિયાના જણાવ્યા પ્રમાણે, એક સામાન્ય નિયમ અંતર્ગત તમારે ELSS, PPF અથવા NPS સહિત અન્ય રોકાણ ઓપ્શનમાં માત્ર તેના ટેક્સ લાભ જોવાની જગ્યાએ તેના રિટર્ન, લિક્વિડિટી અને જોખમની તુલના કરવી જોઈએ. આવું કરવાથી તમે ટેક્સ બચતની સાથે યોગ્ય રિટર્ન પણ મેળવી શકશો. તે લાંબા ગાળાના લક્ષ્યોને પૂર્ણ કરવામાં પણ મદદ કરશે, જેમ કે, રિટાયર્મેન્ટ માટે પૈસા ભેગા કરવા અને બાળકોના અભ્યાસ માટે પૈસા ભેગા કરવા. રોકાણ કરતા પહેલાં તમારે એ સમજવું જોઈએ કે રોકાણનો મુખ્ય ઉદ્દેશ્ય ટેક્સ બચાવાનો નથી પરંતુ સારું રિટર્ન કમાવવાનો હોવો જોઈએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો