કેન્દ્ર સરકારની અટલ પેન્શન યોજના લોકોને પસંદ આવી રહી છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી PFRDAના અનુસાર, 25 ઓગસ્ટ સુધી દેશમાં અટલ પેન્શન યોજનામાં જોડાયેલા લોકોની સંખ્યા 3.30 કરોડ પહોંચી ગઈ છે. આંકડાના અનુસાર, ચાલુ નાણાકીય વર્ષ એટલે કે 2021-22માં આ યોજનામાં 28 લાખ લોકો જોડાયા છે.
રાજ્યોની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને ઓરિસ્સા જેવા ટોપ રાજ્યો સામેલ છે. આ રાજ્યોમાં 25 ઓગસ્ટ સુધી 10 લાખથી વધુ લોકો આ સ્કિમમાં જોડાયા છે.
યુવાનો અને મહિલાઓને પસંદ આવી રહી છે સ્કિમ
78% લોકો એવા છે જેમણે 1,000 રૂપિયાની પેન્શન સ્કિમ પસંદ કરી છે. 14% લોકો એવા છે જેમણે 5,000 રૂપિયા પ્રતિ મહિનાનું પેન્શન પસંદ કર્યું છે. સ્કિમ લેનાર લોકોમાં 44% મહિલાઓ છે અને 44% મેમ્બર એવા છે જે યુવાનો છે. આ લોકો 18-25 વર્ષની વયજૂથમાં છે.
શું છે અટલ પેન્શન યોજના?
અટલ પેન્શન યોજના અંતર્ગત 60 વર્ષના થવા પર દર મહિને 1000થી લઈને 5000 રૂપિયાનું પેન્શન મળે છે. તેમાં 18 વર્ષથી 40 વર્ષ સુધી વ્યક્તિ તેમાં રોકાણ કરી શકે છે. કોઈપણ વ્યક્તિ આ સ્કિમને લે છે તો તેને ઓછામાં ઓછા 20 વર્ષ સુધી રોકાણ કરવું પડશે. સ્કિમમાં સામેલ થવા માટે સેવિંગ બેંક અકાઉન્ટ, આધાર અને એક્ટિવ મોબાઈલ નંબર હોવો જરૂરી છે. 1થી 5 હજાર રૂપિયા પ્રતિ મહિને પેન્શન લેવા માટે સબસ્ક્રાઈબરને 42થી લઈને 210 રૂપિયા દર મહિને ચૂકવવા પડશે.
તમારી ઉંમરના હિસાબથી નક્કી થાય છે તમારું યોગદાન
અમાઉન્ટ કેટલી કટ થશે એ તે વાત પર નિર્ભર કરશે કે તમે રિટાયર્મેન્ટ બાદ કેટલું પેન્શન ઈચ્છો છો. 1થી 5 હજાર રૂપિયા દર મહિને પેન્શન લેવા માટે સબસ્ક્રાઈબરને 42થી લઈને 210 રૂપિયા દર મહિને ચૂકવણી કરવી પડશે. તે 18 વર્ષની ઉંમરમાં સ્કિમ લેવા પર થશે. જો કોઈ સબસ્ક્રાઈબર 40 વર્ષની ઉંમરમાં સ્કિમ લે છે તો તેને 291થી લઈને 1454 રૂપિયા દર મહિને મંથલી કોન્ટ્રિબ્યુશન કરવું પડશે. સબસ્ક્રાઈબર જેટલું વધારે કન્ટ્રિબ્યુશન કરશે, તો રિટાયર્મેન્ટ બાદ એટલું વધારે પેન્શન મળશે. તેમાં તમે સેક્શન 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધી ટેક્સ બેનિફિટ ક્લેમ કરી શકશે.
તમે તમારી સુવિધાના હિસાબથી હપ્તા આપી શકો છો
આ યોજના અંતર્ગત ઈન્વેસ્ટર્સ મંથલી, ક્વાર્ટલી અથવા સેમી એન્યુઅલ એટલે કે 6 મહિનાના સમયગાળામાં રોકાણ કરી શકો છો. કોન્ટ્રિબ્યુશન ઓટો-ડેબિટ થઈ જશે, એટલે કે તમારા અકાઉન્ટમાંથી નિશ્ચિત રકમ આપોઆપ કટ થઈ જશે અને પેન્શન તમારા ખાતામાં જમા થઈ જશે.
ઓનલાઈન ખાતું ખોલાવી શકાય છે
બેંકમાં જઈને પણ અકાઉન્ટ ખોલાવી શકાય છે
કોઈપણ બેંકમાં જઈને અકાઉન્ટ ઓપન કરાવી શકાય છે. અટલ પેન્શન યોજનાનું ફોર્મને ભરીને માગવામાં આવેલા ડોક્યુમેન્ટ્સની સાથે તમારે બેંક બ્રાંચમાં જમા કરાવવું પડશે.
એપ્લિકેશન અપ્રૂવડ થયા બાદ તમારી પાસે કન્ફર્મેશનનો મેસજ આવશે. ત્યારબાદ તમારી ઉંમરના આધાર પર તમારું મંથલી કોન્ટ્રિબ્યુશન નક્કી કરવામાં આવશે. ત્યારબાદ તમારી ઉંમરના આધાર પર તમારું મંથલી કોન્ટ્રિબ્યુશન નક્કી થઈ જશે.
2015માં યોજના શરૂ થઈ હતી
સરકારની અટલ પેન્શન યોજનાની શરૂઆત 9 મે 2015ના રોજ થઈ હતી. આ યોજનાને પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા સંચાલિત કરવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.