એર પોલ્યુશનથી બાળકોને જોખમ:બાળપણમાં જ થઈ શકે છે અસ્થમા અને હૃદય સંબંધિત બીમારી, જાણો કેવી સાવચેતી રાખશો

2 વર્ષ પહેલા

કોરોનાવાઈરસનો કહેર યથાવત છે. દુનિયામાં 7.20 કરોડ લોકો તેની ઝેપટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 16.11 લાખના મૃત્યુ થયા છે અને 5.04 કરોડ લોકો સ્વસ્થ થઈ ગયા છે. કોરોનાએ સૌથી ખરાબ અસર ફેફસાં પર થઈ રહી છે. આ દરમિયાન માવઠું, બરફવર્ષા અને ધૂમ્મસ સાથે ઠંડીએ જોક પકડ્યું છે. આ તો થઈ કોરોના અને ઠંડીની વાતો. સાથે એર પોલ્યુશનની સમસ્યા પણ એટલી જ ગંભીર છે. શિયાળામાં હાલ તે કોરોના સાથે નવો પડકાર બન્યું છે.

એર પોલ્યુશનની સૌથી ખરાબ અસર બાળકોનાં સ્વાસ્થ્ય પર પડી રહી છે. WHOના રિપોર્ટ પ્રમાણે, દુનિયામાં 15 વર્ષથી ઓછી ઉંમરના આશરે 93% બાળકો પ્રદૂષિત હવામાં શ્વાસ લેવા માટે મજબૂર છે. 5 વર્ષની ઉંમરના 10 બાળકોમાંથી 1નું મૃત્યુ પોલ્યુશનને કારણે થયું છે.

બાળકોને વયસ્કો કરતાં બમણું જોખમ
આઉટડોર એક્ટિવિટીને કારણે બાળકોનાં સ્વાસ્થ્ય પર સૌથી વધારે જોખમ છે. ભોપાલ AIIMSમાં ડૉક્ટર ઉમા કુમારના જણાવ્યાનુસાર, બાળકોમાં એર પોલ્યુશનથી થનારી બીમારીઓનું જોખમ વયસ્કોની સરખામણીએ બમણું છે. બાળકોને ગર્ભમાં પણ એર પોલ્યુશનથી સુરક્ષિત રાખવા જરૂરી છે.

એર પોલ્યુશનથી બચે ગર્ભવતી મહિલાઓ
એક્સપર્ટનું કહે છે કે, પ્રેગ્નન્સી દરમિયાન મહિલાઓએ વધારે સાવચેતી રાખવાની જરૂર છે. તેનાથી ગર્ભમાં ઉછરી રહેલા બાળક પર ખરાબ અસર થાય છે. માતા જે પણ ભોજન લે છે, તેનું સીધું પોષણ બાળકને મળે છે. દૂષિત હવામાં શ્વાસ લેવાની અસર બાળક પર પણ થઈ શકે છે. તેનાથી પ્રિ-મેચ્યોર ડિલિવરીનું જોખમ રહે છે. જન્મ સાથે બાળકનું વજન ઓછું રહે છે, જેનાથી બાળકને કુપોષણની સમસ્યા થઈ શકે છે.

વધારે કેર, વધારે સુરક્ષા
એર પોલ્યુશન દરમિયાન બાળકોની વધારે કેર રાખવી જરૂરી છે. તેમનું ધ્યાન રાખવું અને તેમની આઉટડોર એક્ટિવિટી પર અંકુશ રાખવો. જો તેમને બહાર મોકલી રહ્યા છો તો એર ક્વોલિટી ઈન્ડેક્સની તપાસ કર્યા બાદ જ બહાર મોકલો. બાળકોને માસ્ક પહેરવા માટે પણ કહો.

લિવિંગ એરિયામાં શુદ્ધ હવા રાખો
એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, લિવિંગ એરિયામાં શુદ્ધ હવા રાખવા માટે તમારે તમારી ઘરની આસપાસ સ્વછતા જાળવી રાખવી જરૂરી છે. તેથી ઘરના ગાર્ડનમાં એર પ્યોરિફાયિંગ પ્લાન્ટ્સ લગાવો. સવારે અને સાંજે ઘરના બારી અને દરવાજા ખૂલ્લા રાખો. તેનાથી ઘર શુદ્ધ હવાથી વેન્ટિલેટેડ રહેશે. સાથે જ તમારી ડાયટમાં પણ ફેરફાર કરો. તેનાથી એર પોલ્યુશનથી થતી બીમારીઓથી બચી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...