તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Assistant Professor And More Recruitment 2021: 117 Vacancies For Assistant Professor And More, Deen Dayal Upadhyay Gorakhpur University Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:દીનદયાળ ઉપાધ્યાય યુનિવર્સિટી 117 જગ્યા પર ભરતી કરશે, અપ્લાય કરવાની છેલ્લી તારીખ 7 જૂન છે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અપ્લાય કરનારા ઉમેદવાર પાસે ટીચિંગમાં ઓછામાં ઓછો 8 વર્ષનો અનુભવ હોવો જોઈએ
  • આ જગ્યા માટે PhD અને માસ્ટર્સ ડિગ્રી હોલ્ડર અપ્લાય કરી શકે છે

દીનદયાળ ઉપાધ્યાય ગોરખપુર યુનિવર્સિટીએ પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસર સહિત કુલ 117 જગ્યા માટે ભરતી બહાર પાડી છે. આ જગ્યા માટે ઓનલાઈન અપ્લાય પ્રોસેસ 6 મેથી શરુ થઈ ગઈ છે. તે 7 જૂન સુધી ચાલુ રહેશે. ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઈટ ddugu.ac.in પર નક્કી કરેલી તારીખ પહેલાં ઓનલાઈન અપ્લાય કરી શકે છે.

લાયકાત
આ જગ્યા માટે PhD અને માસ્ટર્સ ડિગ્રી હોલ્ડર, નીટ ક્વોલિફાઈડ કેન્ડિડેટ્સ અપ્લાય કરી શકે છે. આ સાથે જ ટીચિંગમાં ઓછામાં ઓછો 8 વર્ષનો અનુભવ હોવો જોઈએ. એજ્યુકેશન ક્વોલિફિકેશન સાથે જોડાયેલી જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

સંખ્યા- 117

જગ્યાસંખ્યા
પ્રોફેસર23
એસોસિએટ પ્રોફેસર50
આસિસ્ટન્ટ પ્રોફેસર44

મહત્ત્વની તારીખ
અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ: 6 મે
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 7 જૂન

એપ્લિકેશન ફી
અનરિઝર્વડ કેટેગરીના કેન્ડિડેટ્સ માટે ફી 1500 રૂપિયા છે. SC, ST કેટેગરી માટે 1000 રૂપિયા એપ્લિકેશન ફી છે.

આ રીતે અપ્લાય કરો
યોગ્ય અને ઈચ્છુક કેન્ડિડેટ્સ 7 જૂન સુધી યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઈટ ddugu.ac.in પર ઓનલાઈન અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ: