તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • ASRB Sarkari Naukri ASRB NET, ARS और STO Recruitment 2021 Agricultural Scientists Recruitment Board Vacancies Check Vacancy Details And How To Apply

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી નોકરી:કૃષિ વૈજ્ઞાનિક ભરતી બોર્ડે 287 જગ્યા માટે અરજી માગી, પોસ્ટ ગ્રેજ્યુએટ કેન્ડિડેટ્સ 25 એપ્રિલ સુધી અપ્લાય કરી શકશે

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

કૃષિ વૈજ્ઞાનિક ભરતી બોર્ડ (ASRB)એ NET, ARS અને STO માટે યોગ્ય કેન્ડિડેટ્સ પાસે અરજી માગી છે. પરીક્ષા માટે યોગ્ય કેન્ડિડેટ્સ 5 એપ્રિલથી 25 એપ્રિલ સુધી ઓનલાઈન એપ્લિકેશન કરી શકે છે. પરીક્ષા માટે કુલ 287 પદ માટે ભરતી કરવામાં આવશે. પરીક્ષા માટે પોસ્ટ ગ્રેજ્યુએટ કેન્ડિડેટ્સ અપ્લાય કરી શકે છે.

જગ્યાની સંખ્યા: 287 પદ

નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (NET) એગ્રીકલ્ચર રિસર્ચ સર્વિસ (ARS) સિનિયર ટેક્નિકલ ઓફિસર (STO)

યોગ્યતા
આવેદન કરનારા કેન્ડિડેટ્સની પાસે કોઈ માન્ય યુનિવર્સીટીની માસ્ટર ડિગ્રી હોવી જોઈએ.

મહત્ત્વની તારીખો
અપ્લાય શરુ કરવાની તારીખ: 5 એપ્રિલ
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 25 એપ્રિલ

ઉંમર
અરજી કરનારા કેન્ડિડેટ્સની ઉંમર 21-35 વર્ષની અંદર હોવી જોઈએ.

સિલેકશન પ્રોસેસ
આ જગ્યા માટે પ્રાઈમરી એક્ઝામ, મેન એક્ઝામ અને ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.

સેલરી
સિલેક્ટ થયેલા કેન્ડિડેટ્સને દર મહીને 15,600 – 39,100 રૂપિયા સેલરી મળશે.

એપ્લિકેશન પ્રોસેસ
Gen/OBC- 500 રૂપિયા
SC/ST/PWD-કોઈ ફી નથી

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ ઓનલાઈન ઓફિશિયલ વેબસાઈટ પર અપ્લાય કરી શકે છે. અપ્લાય કર્યા પહેલાં નોટિફિકેશન અવશ્ય વાંચી લો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો