• Gujarati News
  • Utility
  • As People Don't Want To Travel On Public Transport, The Purchase Of Old Cars Has Increased. Here Are 6 Things To Keep In Mind Before Buying A Car.

કોરોનાની ટ્રાન્સપોર્ટેશન પર અસર:લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરવા ન માગતા હોવાથી જૂની ગાડીઓની ખરીદદારી વધી, કાર લેતા પહેલા 6 બાબતોનું ધ્યાન રાખો

એક વર્ષ પહેલા
  • કાર સાથે આવેલી ઓનર મેન્યુઅલને ધ્યાનથી વાંચો, તે મુજબ ટાયરમાં હવા અને તેલ ચેક કરો
  • કારને સુંદર અને સુરક્ષિત રાખવા માટે તેને નિયમિત રીતે સાફ કરો, પેઇન્ટ જંતુઓ અને અન્ય વસ્તુઓ બગાડી શકે છે

પોલ સ્ટેંક્વિસ્ટ: મહામારી દરમિયાન 6 ફૂટનું અંતર જાળવવા કહેવાયું છે. તેનાથી અન્ય વ્યક્તિના મોંમાથી નીકળતા ડ્રોપલેટ્સ આપણી સુધી પહોંચી નથી શકતા. તેના લીધે આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટને પણ સપોર્ટ નથી કરી રહ્યા. હવે ક્યાંય પણ જવું હોય તો આપણે પોતાના જ વ્હીકલનો ઉપયોગ કરીએ છીએ. ખાસ વાત એ છે કે છેલ્લાં કેટલાક મહિનાઓમાં જૂની કારની ખરીદી વધી રહી છે. જો તમે પણ જૂની કાર ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો પહેલાં આ વાતોનું ખાસ ધ્યાન રાખો.

જૂની કાર ખરીદતા સમયે આ 6 વાતોનું ધ્યાન રાખો
1. ડોક્યૂમેન્ટ્સ ચેક કરો અને વાંચવાનું શરૂ કરો:
કારની ખરીદી મોટો ખર્ચો ગણાય છે. તો પણ ઘણા લોકો ખરીદી કરતી વખતે તેની સાથે કેટલાક નિર્દેશો આપવામાં આવે છે. પરંતુ જ્યાં સુધી આપણાથી કોઈ ભૂલ ન થાય ત્યાં સુધી આપણે તેને ધ્યાનથી વાંચતા નથી. તેથી કાર ખરીદ્યાના પ્રથમ દિવસથી જ મેન્યુલને ધ્યાનથી વાંચો. તેનાથી તમને કારની સર્વિસિંગ અને અન્ય ટૂલ્સની માહિતી મળશે.

2. ટાયર્સનું ધ્યાન રાખો: કારનો એક સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ ટાયર છે. જો તમે તેનું ધ્યાન નહીં રાખો તો તમે રસ્તા વચ્ચે ગમે ત્યાં અટકી શકો છો. તેથી, દર અઠવાડિયે ટાયરની હવા ચેક કરાવો. ખાસ કરીને વાહન ચલાવતાં પહેલાં આ કામ ચોક્કસપણે કરો. તેમજ, ગાડી સાથે આવેલી સૂચનાઓ અનુસાર જ હવા ભરો.

3. ઓઇલ લેવલ ચેક કરો: ગાડીમાં ઓઇલનું લેવલ ચેક કરતા રહો. જો તમારી ગાડીમાં ઓઇલનું લેવલ ઓછું હશે તો તે તમારું એન્જિન ડેમેજ કરી શકે છે. તેને ચેક કરવા માટે ડિપસ્ટિક ઉઠાવો. તેને સાફ કરીને ફરી અંદર નાખો અને બહાર કાઢીને જૂઓ. આના દ્વારા તમે જાણી શકશો કે વાહનને ઓઇલની જરૂર છે કે નહીં. આ સિવાય, સમય સાથે ઓઇલ બગડી પણ જાય છે. તેથી, તેને નિયમિતપણે બદલાવતા રહો. નવી ગાડીમાં ઓઇલ ચેક કરવા માટે સિસ્ટમ આપવામાં આવી છે. પરંતુ સર્વિસ કર્યા પછી મિકેનિકને તેને ફરીથી સેટ કરવાનું કહો.

4. રસ્તા પર નજર રાખો: જો તમે વાઇપર સાફ કર્યા પછી જો તમને કાચ પર લાઇન જોવા મળે તો તેનો અર્થ એ છે કે વાઇપરને બદલવાનો સમય આવી ગયો છે. તમને તેની માહિતી ઓનર્સ મેન્યુઅલમાં મળી જશે. તેમજ, તમારી ગાડીમાં યોગ્ય બ્લેડ્સ લાગેલી છે તેની ખાતરી કરી લો.

5. લાઈટ્સ ચાલુ રહેવી જોઈએઃ જૂની કાર ખરીદતી વખતે લાઈટ ચાલુ છે કે નહીં તેની ખાતરી કરો. ત્યારબાદ દર મહિને તેની તપાસ કરો. કેટલાક બલ્બ સરળતાથી બદલી શકાય છે, પરંતુ કેટલાક LEDને બદલવામાં ઘણો સમય લાગી જાય છે. ધ્યાન રાખો કે, જ્યાં સુધી ગાડીની લાઈટ બરાબર રીતે ચાલુ ન થાય ત્યાં સુધી ડ્રાઈવિંગ ન કરવું.

6. ગાડીને પણ સાફ રાખોઃ સમયાંતરે કારની સફાઇ તેને સુરક્ષિત રાખે છે. જંતુઓ અને અન્ય ઘણી વસ્તુઓ કારના પેઇન્ટને નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં નિયમિતપણે કાર ધોવાની સલાહ આપે છે. જો તમે ડોલ, સ્પન્જની મદદથી કાર સાફ કરશો તો વધુ પાણીનો બગાડ થશે. આવી સ્થિતિમાં કોઈ કાર વોશિંગ સર્વિસની મદદ લેવી યોગ્ય રહેશે કારણ કે, આવી જગ્યાએ પાણીને રિસાયકલ કરવામાં આવે છે અને કચરાનો સુરક્ષિત રીતે નિકાલ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...