કામના સમાચાર:ક્યાંક તમે નકલી સાબુદાણા તો નથી ખાઈ રહ્યા ને? આ ત્રણ રીતથી કરો ચેક

2 મહિનો પહેલા

લોકો વ્રત-ઉપવાસમાં સાબુદાણાનો ઉપયોગ કરતા હોય છે. સાબુદાણામાંથી વિવિધ વાનગી બનાવવામાં આવે છે. ઉપવાસમાં એક સમયના ભોજનમાં સાબુદાણાની ટિક્કી, ખીચડી, ખીર તો હોય છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે દરેક ઉપવાસના તહેવારમાં તમે જે સાબુદાણા ખાઓ છો એ શેમાંથી બનેલા હોય છે?

સાબુદાણા દેખાવમાં તો બીજ જેવા લાગે છે, પરંતુ શું આ ખરેખર બીજ છે? કેટલાક લોકો કહે છે કે ફળ છે, તેથી જ ફરાળી કહેવામાં આવે છે, તો કોઇએ કહ્યું, સાબુદાણા ફેક્ટરીમાં બને છે. સાબુદાણા પણ નકલી અને અસલી બંને આવે છે.

આજે કામના સમાચારમાં જાણીએ કે સાબુદાણા ખરેખર અસલી છે કે નકલી? એને કેવી રીતે ઓળખી શકાય, સાબુદાણા વધુ ખાવામાં આવે તો કોઈ નુકસાન છે કે નથી...

સવાલ : સાબુદાણા શું છે? કેવી રીતે બને છે ?
જવાબ : સાબુદાણાને અંગ્રેજીમાં સાગો કહેવામાં આવે છે. આ એક પ્રકારનું સ્ટાર્ચ છે. આ એક ટ્રોપિકલ પામ સાબુદાણાના સ્ટેમમાંથી નીકળે છે. પામ સાગોના મૂળમાંથી સાબુદાણાના દાંડીની વચ્ચેથી કાઢવામાં આવે છે. એને કસાવા પણ કહેવામાં આવે છે. કસાવા એક પ્રકારનોનું કંદ છે, જે શક્કરિયા જેવું દેખાય છે. એને કાપીને મોટા વાસણમાં રાખવામાં આવે છે.રોજ એમાં પાણી નાખવામાં આવે છે. આ પ્રક્રિયાને ઘણા દિવસ સુધી કરવામાં આવે છે. પછી એને મશીનમાં નાખીને સાબુદાણા તૈયાર કરવામાં આવે છે. આ બાદ એને સૂકવામાં આવે છે. ફરી એમાં ગ્લુકોઝ અને સ્ટાર્ચથી બનેલા પાઉડરથી પોલિશ કરવામાં આવે છે.

સવાલ : સાબુદાણા ભારતમાં બને છે અથવા બીજા દેશમાંથી મગાવવામાં આવે છે?
જવાબ : કસાવાનું ઝાડ અમેરિકામાં મળે છે. ત્યાંથી આફ્રિકા પહોંચે છે. 19મી સદી બાદ આ ભારતમાં આવ્યું હતું. કેરળ, આંધ્રપ્રદેશ, તામિલનાડુમાં એની ખેતી થવા લાગી છે. એવું નથી કે ફક્ત એના ફાયદા જ છે, કોઈપણ વસ્તુ હંમેશાં વધારે ખાવામાં આવે તો નુકસાન પણ થાય છે. આવો... જાણીએ સાબુદાણા ખાવાથી થતાં નુકસાન.

જો સાબુદાણા બરાબર રીતે રાંધવામાં ન આવે તો પેટમાં દુખાવો થઈ શકે છે. સાબુદાણામાં વધુ ફાઈબર હોય છે, તેથી વધુ ખાવામાં આવે તો ગેસ, પેટમાં સોજો થઈ શકે છે. જે લોકોને કબજિયાતની સમસ્યા હોય તેમણે સાબુદાણા ખાવાથી બચવું જોઈએ, નહીં તો સમસ્યા વધી શકે છે.

આજે બધી વસ્તુમાં ભેળસેળ હોય છે. માર્કટમાં સાબુદાણા પણ નકલી આવે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે ઉપવાસમાં સાબુદાણા ખાઓ છો તો એ અસલી છે કે નકલી. નકલી સાબુદાણા બનાવવામાં સોડિયમ હાઇપોક્લોરાઇટ, કેલ્શિયમ હાઇપોક્લોરાઇટ, બ્લીચિંગ એજન્ટ, ફોસ્ફોરિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ જેવાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે.

સાબુદાણા સ્ટોર કરવાની રીત

  • સ્ટોર કરવા માટે એરટાઈટ ડબ્બાનો જ ઉપયોગ કરો.
  • સાબુદાણાને એવી જગ્યાએ સ્ટોર કરો, જ્યાં ભેજ ન હોય ને ભીના હાથે કે ભીના ચમચાથી ન કાઢો.
  • લાંબો સુધી સારા રાખવા હોય તો સાબુદાણાને કાચના વાસણમાં જ રાખો અને ઠંડી જગ્યા પર રાખો.
  • સાબુદાણામાં જીવાત પડવાનો ડર હોય તો ડબ્બામાં લીમડાનાં પાન રાખો
  • સાબુદાણાને ક્યારેય ફ્રિજમાં ન રાખો.

સાબુદાણા ખરીદતી વખતે આ 4 વાતનું ધ્યાન રાખો

  • વધુપડતા ચમકદાર સાબુદાણા ખરીદશો નહીં. એને વ્હાઇટ એજન્ટો ઉમેરીને સફેદ બનાવવામાં આવે છે.
  • એને ખરીદતી વખતે સાઈઝ પણ ધ્યાનમાં લેવી જોઈએ. ખૂબ જ નાની સાઈઝના સાબુદાણા નકલી હોઈ શકે છે.
  • માત્ર મોટા અને ગોળ આકારના સાબુદાણા જ ખરીદો, તૂટેલા દાણા તમારો સ્વાદ બગાડશે.
  • સાબુદાણા ખુલ્લામાં ખરીદવામાં આવે છે અને જો એ થોડું ભીનું હોય તો એને બિલકુલ ન ખરીદો.