તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Apprentice Recruitment 2021: 896 Vacancies For Staff Nurse, National Health Mission, Assam Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:નેશનલ હેલ્થ મિશને સ્ટાફ નર્સની 896 જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું, 10 જૂન પહેલાં અપ્લાય કરો

11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિલેક્ટ થયેલા કેન્ડિડેટ્સને દર મહીને 18 હજાર રૂપિયાની સેલરી મળશે
  • ઉમેદવારનું સિલેક્શન ઈન્ટરવ્યૂ/સિલેક્શન એક્ઝામને આધારે થશે

નેશનલ હેલ્થ મિશન (NHM), આસામે સ્ટાફ નર્સની જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. યોગ્ય અને ઈચ્છુક કેન્ડિડેટ્સ આ જગ્યા માટે 10 જૂન સુધી ઓફિશિયલ વેબસાઈટ nhm.assam.gov.in દ્વારા અપ્લાય કરી શકે છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી કુલ 896 જગ્યા પર ભરતી કરવામાં આવશે.

લાયકાત
અરજી કરનારા કેન્ડિડેટ્સ ભારતીય નર્સિંગ પરિષદ દ્વારા માન્ય નર્સિંગ સ્કૂલ/સંસ્થાનમાંથી પાસ હોવા જોઈએ. આ ઉપરાંત Bsc નર્સિંગ /GNM કોર્સ સાથે રજીસ્ટર્ડ હોવા જોઈએ.

ઉંમર
આ જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સની ઉંમર 31 માર્ચ 2021 સુધી 43 વર્ષ હોવી જોઈએ. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

મહત્ત્વની તારીખો
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 10 જૂન

સેલરી
આ જગ્યા પર સિલેક્ટ થયેલા કેન્ડિડેટ્સને દર મહીને 18 હજાર રૂપિયાની સેલરી આપવામાં આવશે.

સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા માટે કેન્ડિડેટ્સનું સિલેક્શન ઈન્ટરવ્યૂ/સિલેક્શન એક્ઝામને આધારે થશે.

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે ઓફિશિયલ વેબસાઈટ nhm.assam.gov.in દ્વારા 10 જૂન, 2021 સુધી અપ્લાય કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...