• Gujarati News
  • Utility
  • Applying A Card Tokenization System Will Prevent Your Card Data From Being Stolen If The App Is Hacked

નવી વ્યવસ્થા:કાર્ડ ટોકનાઈઝેશન વ્યવસ્થા લાગુ થવાથી એપ હેક થવા પર તમારા કાર્ડનો ડેટા ચોરી નહીં થાય

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • RBIએ કાર્ડ પેમેન્ટના નવા નિયમ જાહેર કર્યા છે જે 1 જાન્યુઆરી 2022થી લાગુ થશે

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ કાર્ડ પેમેન્ટના નવા નિયમ જાહેર કર્યા છે જે 1 જાન્યુઆરી 2022થી લાગુ થશે. ઓનલાઈન પેમેન્ટ માટે હવે ટોકન સિસ્ટમ હશે. કાર્ડ દ્વારા ટ્રાન્ઝેક્શનમાં કાર્ડ જારી કરનાર બેંક અથવા કાર્ડ નેટવર્ક સિવાય કોઈ અન્ય વાસ્તવિક કાર્ડ ડેટા સ્ટોર કરશે નહીં.

ટ્રાન્ઝેક્શન ટ્રેકિંગ અથવા વિવાદની સ્થિતિમાં સમાધાન માટે પેમેન્ટ એગ્રીગેટર મર્યાદિત ડેટા સ્ટોર કરી શકશે. વાસ્તવિક કાર્ડ નંબર અને કાર્ડ આપનારના નામના છેલ્લા 4 અંક સુધી સ્ટોર કરવાની છૂટ હશે. અન્ય જાણકારી કોઈપણ પેમેન્ટ એગ્રીગેટર નહીં રાખી શકે. બેંકબજાર.કોમના CEO આદિલ શેટ્ટી તમને આ નવી વ્યવસ્થા વિશે જણાવી રહ્યા છે.

નવી વ્યવસ્થા કેમ શરૂ કરવામાં આવી રહી છે?
ઘણી શોપિંગ વેબસાઈટ અને એપ તમને કાર્ડ ડેટા સ્ટોર કરવાનું કહે છે. તેનાથી ખરીદી સરળ બને છે. પરંતુ આ વેબસાઈટ અથવા એપ હેક થઈ જાય તો તમારા પૈસા ચોરી થઈ શકે છે. જો તમને ડેટાની જગ્યાએ એક ટોકન નંબર આપવામાં આવે તો ખરીદારી તો સરળ થઈ જશે પરંતુ ડેટા ચોરી થવાનું જોખમ પણ દૂર થઈ જશે.

શું હોય છે ટોકનાઈઝેશન?
અત્યારે પેમેન્ટ કરવા માટે તમારે કાર્ડનો નંબર, CVV, પાસવર્ડ, OTP વગેરે આપવો પડે છે. રિઝર્વ બેંક ઈચ્છે છે કે આ ડેટાની જગ્યાએ તમે 16 અંકનો રેન્ડમ નંબર આપો, જે તમારા કાર્ડ સાથે જોડાયેલો હોય. આ નંબર તમે પેમેન્ટ કરતા સમયે શોપિંગ સાઈટ પર આપો છો. સાઈટ આ નંબર તમારી કાર્ડ કંપની અથવા બેંકનો મોકલે છે અને ડિટેલ વેરિફાય થયા બાદ પેમેન્ટ થઈ જાય છે.

ટોકન કેવી રીતે બને છે? ટોકન સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ છે, જેમ કે વિઝા અથવા માસ્ટરકાર્ડ. તમારી પરવાનગી સાથે, તેઓ તમારા માટે આ નંબર જનરેટ કરશે, જેનો ઉપયોગ તમે ઓનલાઇન પેમેન્ટ માટે કરી શકો છો. આશા છે કે દરેક ટ્રાન્ઝેક્શન માટે નવું ટોકન બનશે. જો કે, આ અંગે બેંક તરફથી સ્પષ્ટતાની રાહ જુઓ.

તેના બીજા શું ફાયદા છે
છેતરપિંડીના કેસમાં બેંક જૂના કાર્ડને રદ કરીને નવું કાર્ડ આપે છે. ટોકનાઈઝેશનથી કાર્ડ ડેટા વધારે સુરક્ષિત રહેશે અને કાર્ડ રદ કરવાની જરૂરિયાત ઓછી થઈ જશે.

નવો નિયમ ક્યારથી લાગુ થશે?
રિઝર્લ બેંકે કંપનીઓને ડેટા ડિલીટ કરવાની છૂટ 1 જાન્યુઆરી 2022 સુધી આપી છે. પછી ટોકેનાઝેશન લાગુ થશે.