તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Apply For Various Posts In Other Departments Including DRDO, 12th Pass And Vacancy For Graduate Candidates

સરકારી નોકરી:DRDO સહિત અન્ય વિભાગોમાં વિવિધ પોસ્ટ માટે અપ્લાય કરો, 12મું પાસ અને ગ્રેજ્યુએટ કેન્ડિડેટ્સ માટે વેકન્સી નિકળી

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

કેન્દ્ર અને રાજ્ય સરકારના અનેક વિભાગોમાં સરકારી નોકરી માટે ભરતી પ્રક્રિયા ચાલુ છે. આવી સ્થિતિમાં સરકારી નોકરી કરવા માગતા ઉમેદવારોને એકસાથે દેશભરમાં જાહેર કરવામાં આવેલી સરકારી નોકરીની માહિતી મળી રહી છે. ઉમેદવારો યોગ્યતા અને ઇચ્છાનુસાર આ પોસ્ટ્સ માટે અરજી કરી શકે છે.

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)એ એપ્રેન્ટિસની 62 જગ્યાઓ માટે લાયક ઉમેદવારોની અરજી માગી છે. આ પોસ્ટ્સ માટે અરજી કરવા માગતા ઉમેદવારો DRDOની ઓફિશિયલ વેબસાઇટ drdo.gov.in પર જઇને એપ્લિકેશન ફોર્મ ભરીને તેને ડાઉનલોડ કરી લે. ત્યારબાદ બધા જરૂરી ડોક્યૂમેન્ટ્સની સ્કેન્ડ કોપી સાથે @pxe.drdo.in પર મેલ કરવાનો રહેશે. આ પોસ્ટ્સ પર અરજી કરવાની છેલ્લી તારીખ 27 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે.

એલિજિબિલિટી
DRDOની વિવિધ પોસ્ટ્સ માટે અરજી કરવાની શૈક્ષણિક લાયકાત પણ અલગ છે. આવી સ્થિતિમાં, ઉમેદવારો એજ્યુકેશનલ ક્વોલિફિકેશન માટે ઓફિશિયલ નોટિફિકેશન ચેક કરી શકે છે.

આ રીતે સિલેક્શન થશે
આ પોસ્ટ્સ માટે ઉમેદવારોની પસંદગી યોગ્યતાના આધારે કરવામાં આવશે. જો ટાઇ થાય તો લોઅર ક્વોલિફાઇંગ એક્ઝામના નંબર કન્સિડર કરવામાં આવશે. આ સાથે જ સિલેક્ટેડ ઉમેદવારોએ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ પણ આપવું પડશે.

વધુ વિગતો માટે અહીં ક્લિક કરો

ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર
ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC)એ મેડિકલ ઓફિસર, નર્સ, ડ્રાઈવર, સ્ટાઈપેન્ડરી ટ્રેની સહિત અન્ય પોસ્ટ્સની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો 27 ફેબ્રુઆરી સુધીમાં નિર્ધારિત ફોર્મેટમાં અરજી કરી શકે છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઇવ દ્વારા કુલ 63 જગ્યાઓની ભરતી કરવામાં આવશે.

એલિજિબિલિટી
મેડિકલ ઓફિસર, નર્સ, ફાર્મેાસિસ્ટ સહિત ટ્રેનીની જગ્યાઓ પર ભરતી માટે સૂચવવામાં આવેલી શૈક્ષણિક લાયકાત વિવિધ પોસ્ટ્સ મુજબ અલગ રીતે નક્કી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, ઉમેદવાર ઓફિશિયલ વેબસાઇટ પર જઇને લાયકાત સાથે સંબંધિત માહિતી મેળવી શકે છે.

આ રીતે સિલેક્શન થશે
આ જગ્યાઓ માટેના ઉમેદવારોની પસંદગી સીધા ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. જો કે, અરજદારોની સંખ્યા વધુ હોય તેવા કિસ્સામાં ઉમેદવારોનું સિલેક્શન સ્ક્રીનિંગ ટેસ્ટ દ્વારા પણ કરી શકાય છે.

વધુ વિગતો માટે અહીં ક્લિક કરો

મહારાષ્ટ્ર મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ
મહારાષ્ટ્ર મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (શશઈણ)એ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ (O&M) જુનિયર એન્જિનિયર, ટેક્નિશિયન અને અન્ય પોસ્ટ્સની ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટેની છેલ્લી તારીખ વધારી છે. હવે ઉમેદવારો 31 જાન્યુઆરી સુધીમાં 139 પોસ્ટ્સ પર ભરતી માટે અરજી કરી શકે છે. અગાઉ, અરજીની તારીખ 21 જાન્યુઆરીએ નક્કી કરવામાં આવી હતી, જે પાછળથી વધારી દેવામાં આવી હતી. ઉમેદવારો વેબસાઇટ www.punemetrorail.org પર જઇને અરજી કરી શકશે.

એલિજિબિલિટી
આ પોસ્ટ્સ માટેની શૈક્ષણિક લાયકાત પણ અલગ રીતે નક્કી કરવામાં આવી છે. આ માટે 10મું ધોરણ પાસ કરવાથી લઇને ગ્રેજ્યુએટ સુધીના ઉમેદવારો અરજી કરી શકે છે. એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે વધુ માહિતી જાણવા તમે ઓફિશિયલ નોટિફિકેશન ચેક કરી શકો છો.

વયમર્યાદા
18થી 28 વર્ષ

એપ્લિકેશન ફી
જનરલ, OBC - 400 રૂપિયા
અન્ય - 150 રૂપિયા

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

અન્ય સમાચારો પણ છે...