તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બેંકિંગ સેક્ટરમાં નોકરી કરવા ઇચ્છતા ઉમેદવારો માટે ત્રણ મોટી બેંકોએ અરજી માટે નોટિફિકેશન જારી કર્યું છે. આ બેંકોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), બેંક ઓફ બરોડા, (BOB) અને ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (IDBI)માં વિવિદ પોસ્ટ સામેલ છે. ઉમેદવારો પોતાની ઈચ્છા અને લાયકાત અનુસાર આ પોસ્ટ માટે ઓનલાઈન અપ્લાય કરી શકે છે.
બેંક ઓફ બરોડા- સ્પેશિયાલિસ્ટ ઓફિસર્સ
બેંક ઓફ બરોડાએ સ્પેશિયાલિસ્ટ ઓફિસર્સની પોસ્ટ માટે અરજી માગી છે. તેના અંતર્ગત સ્પેશિયાલિસ્ટ ઓફિસર્સના કુલ 32 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. તેમાંથી 27 પોસ્ટ સિક્યોરિટી ઓફિસર અને 5 ફાયર ઓફિસર પોસ્ટ સામેલ છે. BOBની તરફથી જારી ઓફિશિયલ નોટિફિકેશનના અનુસાર, આ પોસ્ટ પર અરજી માટે છેલ્લી તારીખ 8 જાન્યુઆરી 2021 નક્કી કરવામાં આવી છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ bankofbaroda.in દ્વારા ઓનલાઈન અપ્લાય કરી શકો છો. વધું જાણકારી માટે અહીં ક્લિક કરો.
IDBI- સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર્સ
ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (IDBI)એ સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર્સની 134 પોસ્ટની ભરતી માટે નોટિફિકેશન જારી કર્યું છે. આ પોસ્ટ પર કામ કરવા ઇચ્છુક ઉમેદવારો IDBIની ઓફિશિયલ વેબસાઈટ idbibank.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. આ પોસ્ટ માટે એપ્લિકેશન પ્રોસેસ 24 ડિસેમ્બરથી શરૂ થઈ ચૂકી છે જે 07 જાન્યુઆરી 2021 સુધી ચાલુ રહેશે. IDBIએ આ પોસ્ટ પર અરજી કરવા માટે લાયકાત વિવિધ પોસ્ટ અનુસાર અલગ અલગ છે. આવી સ્થિતિમાં ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ વધુ જાણકારી માટે બેંકની વેબસાઈટ પર જારી નોટિફિકેશન જોઈ લે.
SBI - સ્પેશિયાલિસ્ટ ઓફિસર
ભારતીય સ્ટેટ બેંક (SBI)એ સ્પેશિયાલિસ્ટ ઓફિસરની કુલ 452 પોસ્ટ પર ભરતી માટે અરજી માગી છે. તેના અંતર્ગત ડેપ્યુટી મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર, મેનેજર, માર્કેટિંગ મેનેજર, સિક્યોરિટી એનાલિસ્ટ, IT સિક્યોરિટી એક્સપર્ટ સહિત તમામ પદો પર ભરતી કરવામાં આવશે. આ પોસ્ટ માટે લાયક ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે. પહેલા તબક્કાની પ્રીલીમ્સ પરીક્ષા ફેબ્રુઆરીમાં લેવામાં આવી શકે છે. તેમજ વિવિધ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત પણ અલગ અલગ નક્કી કરવામાં આવી છે. ઓફિશિયલ નોટિફિકેશન માટે અહીં ક્લિક કરો.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.