• Gujarati News
  • Utility
  • Apply For Programming And Data Science Program Before 30th August, Get Admission Without JEE Score

IIT મદ્રાસ ઓનલાઈન કોર્સ:પ્રોગ્રામિંગ એન્ડ ડેટા સાયન્સ પ્રોગ્રામ માટે 30 ઓગસ્ટ પહેલાં અપ્લાય કરો, JEE સ્કોર વગર એડમિશન મળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ કોર્સ માટે કોઈ ઉંમર નક્કી કરી નથી
  • કોર્સના ક્લાસ સપ્ટેમ્બર 2021થી શરુ થશે

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી (IIT),મદ્રાસે વર્ષ 2020માં શરુ થયેલા ડેટા સાયન્સ પ્રોગ્રામ માટે ઓનલાઈન અરજી માગી છે. મહત્ત્વની વાત તો એ છે કે, આ ઇન્સ્ટિટ્યુટમાં એડમિશન માટે JEE સ્કોરની જરૂર નહીં પડે. કેન્ડિડેટ્સ ધોરણ 12ના માર્ક્સને આધારે આ પ્રોગ્રામમાં એડમિશન લઇ શકશે.

કોઈ પણ ઉંમરના કેન્ડિડેટ્સ અપ્લાય કરી શકે છે
વિદ્યાર્થીઓ આ કોર્સ ઓનલાઈન મોડમાં કોઈ પણ સ્થાનેથી કરી શકે છે. આ માટે કોઈ ઉંમર પણ નક્કી કરી નથી. કોઈ પણ ઉંમરના કેન્ડિડેટ્સ અપ્લાય કરી શકે છે. કોલેજના વિદ્યાર્થીઓ પણ તેમના ઓન-કેમ્પસ કોર્સની સાથે આ પ્રોગ્રામ કરી શકે છે. IIT પ્રોગ્રામિંગ અને ડેટા સાયન્સમાં B.sc ડિગ્રી અને ડિપ્લોમા કોર્સ શરુ કરનારી દુનિયાની પ્રથમ ઇન્સ્ટિટ્યુટ બની છે.

કોણ અપ્લાય કરી શકે છે?
IIT મદ્રાસના આ ઓનલાઈન પ્રોગ્રામિંગ એન્ડ ડેટા સાયન્સ ડિગ્રી કે ડિપ્લોમામાં એડમિશન લેનારા કેન્ડિડેટ્સ કોઈ પણ માન્ય બોર્ડમાંથી ધોરણ 2019 કે તેનાથી પહેલાં 10+2 પાસ હોવા જોઈએ. આ સાથે જ ધોરણ 10માં મેથ્સ અને અંગ્રેજી એક વિષય હોવો જોઈએ. આ કોર્સ માટે કોઈ ઉંમર નક્કી કરી નથી અને આ માટે કેન્ડિડેટ્સ ગમે ત્યાંથી અપ્લાય કરી શકે છે.

આ રીતે અપ્લાય કરો
ઓનલાઈન પ્રોગ્રામિંગ એન્ડ ડેટા સાયન્સ ડિગ્રી કે ડિપ્લોમા કોર્સ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રોસેસ શરુ થઈ ગઈ છે. ઈચ્છુક કેન્ડિડેટ્સ ઇન્સ્ટિટ્યુટના ઓનલાઈન ડિગ્રી પોર્ટલ onlinedegree.iitm.ac.in દ્વારા એપ્લિકેશન ફોર્મ પણ ભરી શકાય છે. અપ્લાય કરવાની છેલ્લી તારીખ 30 ઓગસ્ટ નક્કી કરી છે.

સિલેક્શન પ્રોસેસ
અરજી કરનારા કેન્ડિડેટ્સને એક ક્વોલિફાયર પ્રોસેસમાં સામેલ થવું પડશે. આ હેઠળ કેન્ડિડેટ્સને વીડિયો લેક્ચર, અસાઈનમેન્ટ અને કોર્સ લેક્ચરર સાથે લાઈવ ઈંટરેક્શન દ્વારા ચાર અઠવાડિયાંની ટ્રેનિંગ આપવામાં આવશે. ઓનલાઈન ટ્રેનિંગ પૂરી થયા પછી વિદ્યાર્થીઓએ ક્વોલિફાયર એક્ઝામમાં બેસવું પડશે. આ પરીક્ષા પાસ કરનારા કેન્ડિડેટ્સને ફાઉન્ડેશન લેવલ પર એડમિશન આપવામાં આવશે. આ કોર્સના ક્લાસ સપ્ટેમ્બર 2021થી શરુ થશે.