• Gujarati News
  • Utility
  • Apply For 797 Posts Of Community Health Officer, Application Process Will Continue Till 17th August

સરકારી નોકરી:કમ્યુનિટી હેલ્થ ઓફિસરની 797 જગ્યા પર ભરતી માટે અપ્લાય કરો, એપ્લિકેશન પ્રોસેસ 17 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અરજી કરનારા કેન્ડિડેટ્સ પાસે B.Sc નર્સિંગ કે પોસ્ટ બેઝિક B.Sc નર્સિંગમાં ડિગ્રી હોવી જોઈએ
  • ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધારે ના હોવી જોઈએ

નેશનલ હેલ્થ મિશન (NHM), ઉત્તર પ્રદેશે કમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO)ની જગ્યા પર ભરતી માટે અરજી માગી છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી કુલ 797 જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ જગ્યા માટે એપ્લિકેશન પ્રોસેસ 17 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. ઈચ્છુક કેન્ડિડેટ્સ આ જગ્યા માટે ઓનલાઈન અપ્લાય કરી શકે છે.

જગ્યાની સંખ્યા: 797

લાયકાત
આ જગ્યા માટે અરજી કરનારા કેન્ડિડેટ્સ પાસે B.Sc નર્સિંગ કે પોસ્ટ બેઝિક B.Sc નર્સિંગમાં ડિગ્રી હોવી જોઈએ.

ઉંમર
અરજી કરનારા ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધારે ના હોવી જોઈએ. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

મહત્ત્વની તારીખો
અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ: 28 જુલાઈ
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 17 ઓગસ્ટ

સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સનું સિલેક્શન ઇન્ટરવ્યૂ અને લેખિત પરીક્ષાને આધારે કરવામાં આવશે.

એપ્લિકેશન ફી
આ જગ્યા પર અપ્લાય કરનારા કેન્ડિડેટ્સને કોઈ એપ્લિકેશન ફી આપવાની નથી.

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ પોસ્ટ માટે ઓનલાઈન અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ: