તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Apply For 334 Posts In Indian Air Force, Application Process Will Continue Till June 30

સરકારી નોકરી:ઈન્ડિયન એરફોર્સમાં 334 જગ્યા પર ભરતી માટે અપ્લાય કરો, 30 જૂન સુધી એપ્લિકેશન પ્રોસેસ ચાલુ રહેશે

3 મહિનો પહેલા
  • ગ્રાઉન્ડ ડ્યુટીના ઉમેદવારે એન્જિનિયરિંગ નોલેજ ટેસ્ટ આપવી પડશે
  • અરજી કરનારા કેન્ડિડેટ્સ 50% માર્ક્સ સાથે ધોરણ 12 પાસ હોવા જોઈએ

ઈન્ડિયન એરફોર્સે એર ફોર્સ કોમન એડમિશન ટેસ્ટ (AFCAT) 2021 માટે શોર્ટ નોટિફિકેશન જાહેર કર્યું છે. આ પરીક્ષા દ્વારા ભારતીય વાયુસેનામાં ફ્લાઈંગ બ્રાંચ અને ગ્રાઉન્ડ ડ્યુટી(ટેક્નિકલ અને નોન ટેક્નિકલ)ની કુલ 334 જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ જગ્યા માટે ઓનલાઈન પ્રોસેસ 1 જૂનથી શરુ થઈ ગઈ છે. ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ 30 જૂન સુધી અપ્લાય કરી શકે છે.

લાયકાત
અરજી કરનારા કેન્ડિડેટ્સ 50% માર્ક્સ સાથે ધોરણ 12 પાસ, 12માં મેથ્સ-ફિઝિક્સ વિષય હોવો જરૂરી છે.

ઉંમર
ફ્લાઈંગ બ્રાંચ: આ જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સની ઉંમર 20 વર્ષથી 24 વર્ષ હોવી જોઈએ. ઉંમરની ગણતરી 1 જુલાઈ, 2022થી થશે.
ગ્રાઉન્ડ ડ્યુટી(ટેક્નિકલ અને નોન ટેક્નિકલ): આ જગ્યા માટે ઉમેદવારની ઉંમર 20થી 26 વર્ષ હોવી જોઈએ. ઉંમરની ગણતરી 1 જુલાઈ, 2022થી થશે.

સિલેક્શન પ્રોસેસ
અરજી કરનારા કેન્ડિડેટ્સના સિલેક્શન માટે ઓનલાઈન AFCAT પરીક્ષા લેવાશે. ગ્રાઉન્ડ ડ્યુટીના ઉમેદવારે એન્જિનિયરિંગ નોલેજ ટેસ્ટમાં બેસવું પડશે. AFCAT અને AFSB એમ બંને પરીક્ષાના રિઝલ્ટને આધારે ફાઈનલ મેરિટ જાહેર થશે.

એક્ઝામ પેટર્ન
2 કલાક 45 મિનિટની એક્ઝામમાં કુલ 100 પ્રશ્નો હશે. તેમાં જનરલ અવેરનેસ, વર્બલ એબિલિટી ઈન ઈંગ્લિશ, ન્યૂમેરિકલ એબિલિટી, રીજનિંગ, મિલિટરી એપ્ટીટ્યુડ હશે. પેપર ટોટલ 300 માર્ક્સનું હશે.

ફી
જનરલ: 250 રૂપિયા
NCC સ્પેશિયલ એન્ટ્રી: કોઈ ફી નથી
મેટ્રોલોજી એન્ટ્રી: કોઈ ફી નથી

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે ઓફિશિયલ વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકે છે.