તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Applications Sought For Recruitment To The Posts Of Senior Medical Officer In BHEL, 7th September Is The Last Date To Apply

સરકારી નોકરી:BHELએ સીનિયર મેડિકલ ઓફિસરની જગ્યા પર ભરતી માટે અરજી માગી, 7 સપ્ટેમ્બર પહેલાં અપ્લાય કરો

21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેન્ડિડેટ્સ પાસે મેડિકલમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની સાથે MBBSની ડિગ્રી હોવી જોઈએ
  • સિલેક્ટ થયેલા કેન્ડિડેટ્સને 70 હજારથી લઈને 20 લાખ રૂપિયાનો પગાર મળશે

ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL)એ અલગ-અલગ મેડિકલ પ્રોફેશનલના E2 ગ્રેડની જગ્યા પર ભરતી જાહેર કરી છે. આ ભરતી પ્રોસેસથી કુલ BHELના ભોપાલ, હરિદ્વાર, હૈદરાબાદ, ઝાંસી, રાનીપેટ, જગદીશપુર, વિશાખાપટ્ટનમ અને દિલ્હીની ઓફિસમાં ભરતી કરવામાં આવશે. ઇચ્છુક ઉમેદવાર 7 સપ્ટેમ્બર 2021 સુધી અપ્લાય કરી શકે છે.

જગ્યાની સંખ્યા: 27

લાયકાત

કેન્ડિડેટ્સ પાસે મેડિકલમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની સાથે MBBSની ડિગ્રી હોવી જોઈએ.

ઉંમર
અરજી કરનારા ઉમેદવારની મેક્સિમમ ઉંમર 37 નક્કી કરી છે.

મહત્ત્વપૂર્ણ તારીખ
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 7 સપ્ટેમ્બર

સેલરી
સીનિયર મેડિકલ ઓફિસરની પોસ્ટ પર નોકરી માટે અપ્લાય કરનારા કેન્ડિડેટ્સને 70 હજારથી લઈને 20 લાખ રૂપિયાનો પગાર આપવામાં આવશે.

કેવી રીતે અપ્લાય કરશો?

  • ઇચ્છુક અને યોગ્ય ઉમેદવાર BHELની ઓફિશિયલ વેબસાઈટ careers.bhel.inના હોમપેજ પર Recruitment of Medical Professionals લિંક પર ક્લિક કરીને અપ્લાય કરવાનું રહેશે.
  • હવે ઓનલાઇન અપ્લાય પર ક્લિક કરીને એપ્લિકેશન ફોર્મ ભરો.
  • સ્કેન કરેલા ફોટોઝ અને ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • એપ્લિકેશન ફી ભર્યા પછી તમારું ફોર્મ જમા થઇ જશે.