તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • Applications For Recruitment For The Posts Of Multi Tasking Staff Will Start From February 5, The Examination Will Be Held In July

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

SSC MTS 2020:મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફના પદો પર ભરતી માટે 5 ફેબ્રુઆરીથી શરૂ થશે અરજીની પ્રક્રિયા, જુલાઈમાં પરીક્ષા યોજાશે

એક મહિનો પહેલા
 • કૉપી લિંક

SSC (સ્ટાફ સિલેક્શન કમિશન)એ MTS (મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ)ના પદો પર ભરતી માટે એપ્લિકેશન પ્રોસેસ 5 ફેબ્રુઆરીથી શરૂ થશે. સાથે જ પરીક્ષા માટે નોટિફિકેશન પણ 5 ફેબ્રુઆરીએ જાહેર થશે. આ વિશે આયોગે ઓફિશિયલ વેબસાઈટ પર માહિતી આપી છે. આયોગે જણાવ્યું કે પરીક્ષા માટે 2 ફેબ્રુઆરીએ જાહેર થનારું નોટિફિકેશન હવે 5 ફેબ્રુઆરીએ થશે.

1 જુલાઈએ પરીક્ષા યોજાશે
SSC પરીક્ષા કેલેન્ડર પ્રમાણે, આ ભરતી માટે અરજીની છેલ્લી તારીખ 18 માર્ચ 2021 નક્કી કરવામાં આવી હતી પરંતુ હવે નોટિફિકેશન પાછું ઠેલાતા અરજી કરવાની છેલ્લી તારીખ પણ લંબાઈ શકે છે. તો SSC MTS 2020ના પેપર 1નું આયોજન 1થી 20 જુલાઈ 2021 સુધી થશે.

10 અને 12 પાસ ઉમેદવારો અરજી કરી શકશે
આ પદો માટે 10 અને 12 પાસ ઉમેદવારો અરજી કરી શકશે. અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18થી 25 વર્ષની હોવી જોઈએ. જોકે OBC, ST SC વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં 5 વર્ષની છૂટ આપવામાં આવી છે. વધુ માહિતી માટે તમે 5 ફેબ્રુઆરીએ જાહેર થનારા નોટિફિકેશન પર વિઝિટ કરી શકો છો.

પરીક્ષા પેટર્ન
પેપર-1 કમ્પ્યૂટર બેઝ્ડ એક્ઝામ રહેશે. તેમાં નેગેટિવ માર્કિંગ પણ હશે. તેમાં ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન હશે અને ખોટા જવાબ પર એક ચતુર્થાંશ માર્ક કપાઈ જશે. પેપર-1માં સફળ થનારા ઉમેદવારો પેપર-2માં સામેલ થઈ શકશે. તે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ રહેશે. મેરિટ લિસ્ટ બનાવવા માટે પેપર-1ના માર્ક્સને નોર્મલાઈઝ કરવામાં આવશે. પેપર-2 ક્વોલિફાઈંગ હશે.

7 હજારથી વધારે પદો પર ભરતી
SSC તરફથી આ ભરતી પરીક્ષાનાં માધ્યમથી નોન ટેક્નિકલ જેમ કે ક્લિનર, સિક્યોરિટી ગાર્ડ, પટ્ટાવાળાના પદો પર ભરતી કરવામાં આવે છે. આ વખતે આશરે 7 હજારથી વધારે ભરતી કરવામાં આવી શકે છે. આ પહેલાં 2019માં આયોગે 7099 પદો માટે ભરતીની પરીક્ષા યોજી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો