• Gujarati News
  • Utility
  • Application Process For Junior Research Fellowship Entrance Exam 2021 Begins From Today, Apply For The Exam To Be Held On 12th September By 31st July

ICMR JRF 2021:જુનિયર રિસર્ચ ફેલોશિપ એન્ટ્રન્સ એક્ઝામ માટે એપ્લિકેશન પ્રોસેસ શરુ, 12 સપ્ટેમ્બરે યોજાનારી પરીક્ષા માટે 31 જુલાઈ સુધીમાં અપ્લાય કરો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેશના અલગ-અલગ શહેરમાં કમ્પ્યુટર આધારિત ઓનલાઈન પરીક્ષા (CBT) લેવાશે
  • કેન્ડિડેટ્સ ઇન્ફોર્મેશન બ્રોશરમાં લાયકાત, ઉંમર, પરીક્ષા પેટર્ન સહિત અન્ય માહિતી ચેક કરી શકે છે

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જુનિયર રિસર્ચ ફેલોશિપ એન્ટ્રન્સ એક્ઝામ 2021 માટે એપ્લિકેશન પ્રોસેસ શરુ કરી દીધી છે. આ સાથે જ કાઉન્સિલ JRF એક્ઝામ માટે ઇન્ફોર્મેશન બ્રોશર પણ અપલોડ કર્યું છે. એન્ટ્રન્સ એક્ઝામ માટે અપ્લાય કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ નક્કી કરી છે. ઈચ્છુક કેન્ડિડેટ્સ ઓફિશિયલ વેબસાઈટ main.icmr.nic.in દ્વારા ઓનલાઈન અપ્લાય કરી શકે છે.

12 સપ્ટેમ્બરે એક્ઝામ લેવાશે
આ વખતે જુનિયર રિસર્ચ ફેલોશિપ એક્ઝામ 12 સપ્ટેમ્બરે લેવામાં આવશે. આ વિશે કાઉન્સિલે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરીને જાણકારી આપી છે. જાહેર કરેલી નોટિફિકેશન પ્રમાણે, કમ્પ્યુટર આધારિત ઓનલાઈન પરીક્ષા (CBT) બપોરે 3 વાગ્યાથી સાંજે 4:30 વાગ્યા સુધી દેશના અલગ-અલગ શહેરમાં લેવામાં આવશે. કેન્ડિડેટ્સ ઇન્ફોર્મેશન બ્રોશરમાં લાયકાત, ઉંમર, પરીક્ષા પેટર્ન સહિત અન્ય માહિતી ચેક કરી શકે છે.

આ રીતે ઓનલાઈન અપ્લાય કરો

  • સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઈટ main.icmr.nic.in પર વિઝિટ કરો.
  • હોમપેજ પર ICMR JRF 2021 પરીક્ષા માટે એપ્લિકેશન ફોર્મ પર ક્લિક કરો.
  • હવે નવી ટેબ ખૂલતા રજીસ્ટ્રેશન લિંક પર ક્લિક કરો.
  • રજીસ્ટ્રેશન પેજ પર માગેલી દરેક જાણકારી સબમિટ કરો.
  • લોગિન ID અને પાસવર્ડથી લોગિન કરીને એપ્લિકેશન પ્રોસેસ પૂરી કરો.