એપલની નવી ટેક્નોલોજી:પ્રાઇવસી ગ્લાસ ફીચરથી તમારી આજુબાજુ બેઠેલી વ્યક્તિ ફોનની સ્ક્રીન જોઈ નહીં શકે

23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંપની યુઝર્સ માટે ફેસ ID પ્રોફાઈલ પર પણ કામ કરી રહી છે

માની લો કે તમારી આજુબાજુ ઘણા બધા લોકો બેઠા છે અને તમે સ્માર્ટફોન વાપરી રહ્યા છો, આ સમયે એક વાત તમારા મનમાં ચોક્કસ આવે છે કે બાજુમાં બેઠેલી વ્યક્તિ મારા ફોનમાં જોતી તો નથી ને! આનું સોલ્યુશન લાવવા માટે એપલ હાલ એવા ચશ્મા પર કામ કરી રહ્યું છે જે બીજાને આઈફોન સ્ક્રીનનું કન્ટેન્ટ જોવા નહીં દે. આ ફીચરનું નામ પ્રાઇવસી આઈવૅર હશે. તમે ચશ્મા પહેર્યા હશે તો જ તમને આઈફોન પર ઓન-સ્ક્રીન કન્ટેન્ટ દેખાશે. તમારી બાજુમાં બેઠેલી વ્યક્તિ તમારી સ્ક્રીન પરનું કન્ટેન્ટ નહીં જોઈ શકે.

આ વાતની ખબર US પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસ (USPTO) માં એપલ દ્વારા ફાઈલ કરેલી એપ્લિકેશનથી પડી છે.

યુઝર્સ સ્ક્રીન બ્લર પણ કરી શકશે
પેટન્ટ પ્રમાણે સ્માર્ટફોનથી ચશ્મા પર સ્ટાન્ડર્ડ ગ્રાફિકલ આઉટપુટ મળશે. સ્માર્ટફોન પર જે પણ એક્ટિવિટી કરશો તે ચશ્મામાં દેખાશે. યુઝર્સ ઈચ્છે તો કેલિબ્રેશન ગ્રાફિક્સ ઓપ્શનથી સ્ક્રીનને બ્લર પણ કરી શકે છે.

આ સાથે જ કંપની યુઝર્સ માટે ફેસ ID પ્રોફાઈલ પર પણ કામ કરી રહી છે. આ ફીચર આઈફોન 13માં મળે તેની કોઈ ચોખવટ થઈ નથી.

પ્રાઇવસી ગ્લાસના ફાયદાઓ
​​​​​​​સ્ક્રીનનું કન્ટેન્ટ તમારા ઉપરાંત બધાથી પ્રોટેક્ટ રહેશે. સાથે જ બસ સ્ટોપ કે મેટ્રો સ્ટેશનમાં ફોન પર ઓનલાઇન ટ્રાન્ઝેક્શન જે પાસવર્ડ કે જરૂરી ડોક્યુમેન્ટ બાજુમાં બેઠેલી પબ્લિક જોઈ નહીં શકે.

એપલના ફોનથી શરૂ થયેલી અમુક કૂલ ટેક્નોલોજી:

1.સ્માર્ટફોનમાં ફિંગરફ્રિન્ટ સ્કેનર
​​​​​​​આઈફોન 5s વર્ષ 2013માં લોન્ચ થયો હતો. આ દુનિયાનો પ્રથમ સ્માર્ટફોન હતો જેમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર ફીચર આપ્યું હતું.

2. મલ્ટીટચ ફીચર
મલ્ટીટચ ટેક્નોલોજીની શરૂઆત 2007માં શરૂ થઈ હતી. તમે જ્યારે કોઈ પણ ફોટો ઝૂમ આઉટ કરવા માટે આંગળીઓને પિંચિંગ મુવમેન્ટમાં એકસાથે ભેગી કરો છો તેને મલ્ટીટચ ફીચર કહેવાય છે. આ ફીચરનો ઉપયોગ એપલે સૌપ્રથમ આઈફોનમાં કર્યો હતો.

3. ગોરિલ્લા ગ્લાસનો ઉપયોગ
​​​​​​​આના ઉપયોગથી ડિસ્પ્લે પાતળી હોવા છતાં મજબૂત રહે છે. સાથે જ સ્ક્રીન પર સ્ક્રેચ પણ આવતા નથી. ગોરિલ્લા ગ્લાસનું ચલણ સૌપ્રથમ એપલે શરૂ કર્યું હતું.

4. USB પોર્ટ ​​​​​​​આઈમેક પર USB આવ્યા હોવા છતાં આખા માર્કેટમાં USB પોર્ટને સપોર્ટ કરતા કમ્પ્યુટરની સંખ્યા વધવા લાગી.

5. ટ્રેકપેડ
હાલ મોટાભાગના લેપટોપમાં ટ્રેકપેડ હોય છે. એપલે વર્ષ 1994માં પાવરબુક 500 નોટબુકની સિરીઝમાં બધા કરતાં પહેલાં બે-ઇંચ ટ્રેકપેડનો ઉપયોગ કર્યો હતો.