• Gujarati News
  • Utility
  • Apart From The Cost Of Children's Education, Education Loan Is Also Tax Deductible, Know Its Rules

કામની વાત:બાળકોના અભ્યાસના ખર્ચા સિવાય એજ્યુકેશન લોન પર પણ ટેક્સ છૂટ મળે છે, જાણો તેના નિયમો

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

નાણાકીય વર્ષ 2020-21 માટે 31 ડિસેમ્બર સુધી ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાનો છે. ITR ફાઈલ કરતા પહેલા તમને તેના પર મળતા રિબેટ અથવા છૂટની જાણકારી હોવી જરૂરી છે. બાળકોના અભ્યાસના ખર્ચ અથવા તેના માટે એજ્યુકેશન લોન માટે ચૂકવવામાં આવતા વ્યાજ પર તમે ટેક્સ છૂટનો ફાયદો લઈ શકો છો. CA અભય શર્મા (પૂર્વ અધ્યક્ષ, ઈન્દોર, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બ્રાંચ) તમને ટેક્સ છૂટ વિશે જણાવી રહ્યા છે.

એજ્યુકેશનના ખર્ચા પર ટેક્સ છૂટ લઈ શકાય છે
તમે બે બાળકોના અભ્યાસ પર થયેલા ખર્ચા માટે ઈન્કમ ટેક્સની સેક્શન 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધીનો ટેક્સ છૂટ લઈ શકો છો. તેમજ જો તમારા બેથી વધુ બાળકો છે, તો તમે કોઈપણ બે બાળકો માટે આ દાવો કરી શકો છો. ફૂલ ટાઈમ એજ્યુકેશન માટે કરવામાં આવેલા ખર્ચા પર જ તમે આ છૂટ લઈ શકો છો. તે ઉપરાંત આ છૂટ માત્ર ટ્યુશન ફી માટે જ છે.

એજ્યુકેશન લોનના વ્યાજ પર પણ ટેક્સ છૂટનો ફાયદો
ઈન્કમ ટેક્સ એક્ટની સેક્શન 80E અંતર્ગત એજ્યુકેશન લોન પર ચૂકવવામાં આવતા વ્યાજ પર ટેક્સ છૂટનો ફાયદો લઈ શકાય છે. આવી કપાતનો દાવો કરવા માટેની મહત્ત્વપૂર્ણ શરત એ છે કે લોન કોઈ મહિલા અથવા તેના પતિ અથવા બાળકો દ્વારા હાયર એજ્યુકેશન (ભારત અથવા વિદેશમાં) માટે બેંક અથવા નાણાકીય સંસ્થા પાસેથી લેવી જોઈએ. જે વર્ષમાં લોનની ચુકવણી શરૂ થાય છે તે વર્ષથી આ કપાતનો દાવો કરી શકાય છે અને આગામી 7 વર્ષ સુધી અથવા લોન ચૂકવતા પહેલા, જે પણ પહેલા હોય ત્યાં સુધી છૂટ લઈ શકાય છે.

1થી વધુ બાળકો માટે એજ્યુકેશન લોન લેવા પર ટેક્સ છૂટ મળશે
જો તમારા 2 બાળકો છે અને તમે બંને માટે એજ્યુકેશન લોન લીધી છે તો તમે સેક્શન 80E અંતર્ગત બંને લોન માટે ચૂકવવામાં આવેલા વ્યાજ પર ટેક્સ છૂટનો લાભ લઈ શકો છો. તેમાં મહત્તમ ટેક્સ છૂટની કોઈ મર્યાદા નથી.

ઉદાહરણ તરીકે
ધારો કે તમે તમારી દીકરી માટે એજ્યુકેશન લોન લીધી છે અને તમે તેના પર વાર્ષિક વ્યાજ પર ટેક્સ છૂટનો લાભ લઈ રહ્યાં છો. હવે તમે તમારા દીકરાના અભ્યાસ માટે પણ એજ્યુકેશન લોન લઈ રહ્યા છો તો તેના પર પણ તમે ટેક્સ છૂટનો ફાયદો લઈ શકો છો.

જો તમે બંને માટે 10% વ્યાજ પર 10-10 લાખની લોન લીધી છે, તો કુલ 20 લાખ રૂપિયાનું વાર્ષિક વ્યાજ 2 લાખ રૂપિયા બને છે. તમને આ 2 લાખના વ્યાજ પર ટેક્સ છૂટનો લાભ મળશે. એટલે કે તમારી કુલ ટેક્સેબલ ઈન્કમમાંથી આ રકમ માઈનસ થઈ જશે.