તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Apart From Good Interest And Tax Deduction, PPF Account Also Has Many Features, In Which You Get These 5 Special Benefits.

કામની વાત:સારા વ્યાજ અને ટેક્સ છૂટ સિવાય પણ PPF અકાઉન્ટની ઘણી વિશેષતાઓ છે, તેમાં તમને આ 5 ખાસ ફાયદા મળે છે

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)માં સારા વ્યાજ અને ટેક્સ છૂટ સિવાય પણ ઘણા એવા ફાયદા મળે છે જે તેને અન્ય યોજનાઓથી ખાસ બનાવે છે. આ યોજનાની સૌથી સારી વાત એ છે કે તેમાં તમારા પૈસા સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે છે. તે સિવાય PPF અકાઉન્ટ પર તમને લોનની સુવિધા પણ મળે છે. અમે તમને એવી 5 ખાસ બાબતો વિશે જણાવી રહ્યા છીએ.

સરકારી સુરક્ષાની ગેરંટી
PPFને ડાયરેક્ટ કેન્દ્ર સરકાર રેગ્યુલેટ કરે છે અને તેના વ્યાજ પણ સરકાર જ નક્કી કરે છે, તેથી સ્કિમમાં રોકાણ કરવા પર સુરક્ષાની ગેરંટી હોય છે. જો તમે ટેક્સ છૂટની સાથે સારું રિટર્ન મળે તેવું રોકાણ શોધી રહ્યા હોવ તો PPFમાં રોકાણ કરવું સૌથી યોગ્ય છે. PPF કરતાં વધારે રિટર્ન માત્ર સુકન્યા સમૃદ્ધિ યોજના અને સિનિયર સિટીઝન સ્કિમમાં મળે છે. પરંતુ તેમાં બધા રોકાણ કરી શકતા નથી.

સ્કિમને ચલાવવી સરળ છે
આ સ્કિમમાં તમારે એક વર્ષમાં મિનિમમ 500 રૂપિયા રોકાણ કરવાના હોય છે. એક વર્ષમાં મહત્તમ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. એક નાણાકીય વર્ષમાં 12 હપ્તામાં પૈસા જમા થઈ શકે છે.

PPF અકાઉન્ટ પર લોનની સુવિધા મળે છે
PPF અકાઉન્ટ પર જમા પર તમે લોન પણ લઈ શકો છો. તમે જે નાણાકીય વર્ષમાં PPF અકાઉન્ટ ખોલાવ્યું છે, તે નાણાકીય વર્ષનાં અંતના એક વર્ષથી લઈને પાંચમું નાણાકીય વર્ષ પૂર્ણ થવા સુધી તમે PPFમાંથી લોન લેવા માટે હકદાર છો. જો તમે જાન્યુઆરી 2017માં PPF અકાઉન્ટ ખોલાવ્યું છે તો તમે 1 એપ્રિલ 2018થી 31 માર્ચ 2022 સુધી લોન લઈ શકો છો. જમા પર મહત્તમ 25% લોન લઈ શકાય છે. લોન માટે અસરકાર વ્યાજ દર PPF પર મળી રહેલા વ્યાજથી માત્ર 1% વધારે હોય છે.

કમ્પાઉન્ડિંગ વ્યાજનો ફાયદો
PPFમાં રોકાણ કરવું ફાયદાકારક માનવામાં આવે છે. કેમ કે, તેના પર મળતા વ્યાજની દર ત્રણ મહિને સમીક્ષા કરવામાં આવે છે. એટલે કે જો તમને કોઈ ક્વાર્ટરમાં ઓછું વ્યાજ મળે, તો પછીના ક્વાર્ટરમાં તમને વધુ વ્યાજ મળશે. તે ઉપરાંત વ્યાજ પર વ્યાજ એટલે કે કમ્પાઉન્ડિંગ ઈન્ટ્રસ્ટનો પણ ફાયદો મળતો રહે છે.

તમે ઇચ્છો ત્યાં સુધી રોકાણ કરી શકો છો
PPF ખાતાનો મેચ્યોરિટી પિરિઅડ 15 વર્ષનો છે. પરંતુ તમે તેને ઇચ્છો ત્યાં સુધી લંબાવી શકો છો. જો પૈસાની જરૂર ન હોય તો અકાઉન્ટ હોલ્ડર મેચ્યોરિટી બાદ પોતાનું અકાઉન્ટ એક્સ્ટેન્શન કરી શકે છે. તેનાથી તમને એક મોટું ફંડ તૈયાર કરવામાં મદદ મળશે.