બેંકિંગ / ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાંથી હવે કોઈપણ બેંકના પૈસા ઉપાડી શકાશે

any bank customer will now be able to withdraw money from India Post Payment Bank

Divyabhaskar.com

Sep 10, 2019, 05:37 PM IST

યુટિલિટી ડેસ્કઃ પહેલાં એક વર્ષમાં જ એક કરોડ ગ્રાહક બનાવ્યા બાદ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (IPPB)એ આધાર આધારિત તમામ સેવાઓ આપવાની જાહેરાત કરી છે. તેથી, હવે કોઈપણ બેંકના ગ્રાહકો IPPB દ્વારા તેમના નાણાં કાઢી શકશે. ગત વર્ષે 1 સપ્ટેમ્બરના રોજ IPPB શરૂ કરવામાં આવી હતી.

આવતા એક વર્ષમાં 5 કરોડ ગ્રાહકો સુધી બેંક પહોંચશે
સંદેશાવ્યવહાર પ્રધાન રવિશંકર પ્રસાદે સોમવારે એક કાર્યક્રમમાં આધાર આધારિત સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી હતી. બેંકનું એક વર્ષ પૂરું થવા નિમિત્તે દિલ્હીમાં યોજાયેલા એક સમારોહમાં કેન્દ્રીય પ્રધાને આવા ટૂંકા સમયમાં એક કરોડ ગ્રાહકોનો આંકડો હાંસલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે કહ્યું કે, બેંકે આગામી એક વર્ષમાં 5 કરોડ ગ્રાહકો સુધી પહોંચવાનું લક્ષ્ય રાખવું જોઈએ. મૂળભૂત સેવાઓ શરૂ કર્યાં પછી કોઈપણ વ્યક્તિ કોઈપણ બેંકમાં રહેલા પોતાના નાણાં IPPBમાંથી ઉપાડી શકશે અથવા બેલેન્સની જાણકારી મેળવી શકશે. શરત એ હશે કે તેમના બેંક ખાતાને આધાર સાથે લિંક કરેલું હોવું જોઈએ. આ સેવાઓ મેળવવા માટે ગ્રાહકે ફક્ત તેના બાયોમેટ્રિક માર્ક દ્વારા ટ્રાન્ઝેક્શનની મંજૂરી આપવી પડશે.

IPPB વંચિત લોકો સુધી બેંકિંગ સેવાઓ પહોંચાડશે

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, પોસ્ટ વિભાગે વંચિત લોકોને બેંકિંગ સેવાઓ પ્રદાન કરવા, વંછિત લોકોને આ સુવિધા પુરી પાડવા અને આર્થિક રીતે અસુરક્ષિત લોકોને આર્થિક સુરક્ષા પૂરી પાડવાના પ્રયત્નો કરવા જોઈએ.
પોસ્ટ વિભાગના સચિવ, એ.એન.નંદાએ જણાવ્યું કે, આધાર આધારિત સેવાઓ શરૂ થતાં બેન્કિંગ માળખામાં ઈન્ટરનલ ઓપરેશનલ કેપેસિટીમાં બમણો વધારો થયો છે. IPPB દેશનું સૌથી મોટું ઇન્ટ્રા-ઓપરેશનલ બેન્કિંગ નેટવર્ક બની ગયું છે. ગત વર્ષે 1 સપ્ટેમ્બરના રોજ IPPB શરૂ કરવામાં આવી હતી.

આ સુવિધા શરૂ થતાં ગ્રામીણ વિસ્તારના લોકોને ફાયદો થશે. કારણ કે અહીં બેંકોની શાખાઓ નથી. તેથી, હવે તેઓ ભારતની પોસ્ટલ પેમેન્ટ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે.

X
any bank customer will now be able to withdraw money from India Post Payment Bank
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી