• Gujarati News
 • Utility
 • Anxiety Is Also Increasing Along With Stress In Coronavirus, 10 Ways To Reduce It

એંક્ઝાયટીથી બચવાના ઉપાય:કોરોનાવાઇરસમાં સ્ટ્રેસની સાથે એંક્ઝાયટી પણ વધી રહી છે, તેને ઘટાડવા માટેના 10 ઉપાય

તારા પાર્કર પોપ2 વર્ષ પહેલા

કોરોનાવાઈરસના કારણે સમગ્ર વિશ્વ સ્ટ્રેસનો સામનો કરી રહ્યું છે. સ્ટ્રેસની સાથે એંક્ઝાયટી થવાથી ડિપ્રેશનની સંભાવના વધી જાય છે. લોકો સોશિયલ મીડિયા પર માનસિક તણાવની સ્ટોરીઓ શેર કરી રહ્યા છે. કોરોનાવાઇરસને અટકાવવા માટે આખું વિશ્વ ફક્ત એક વેક્સીનની રાહ જોઈ રહ્યું છે. પરંતુ પોતાની જાતની સંભાળ રાખીને આપણે માનસિક આડઅસરથી બચી શકીએ છીએ.

સાઈકોલોજિસ્ટ ક્યોડો વિલિયમ્સના જણાવ્યા પ્રમાણે, મુશ્કેલીમાં વિપરિત પરિસ્થિતિમાં અનુરૂપ થઈને એંક્ઝાયટીથી બચી શકાય છે. એંક્ઝાયટીથી બચવા માટે મેડિકલ ઉપાય તો છે જ પરંતુ પોતાની જાતની સંભાળ રાખ્યા સિવાય બીજો કોઈ અસરકારક રસ્તો નથી.

આ 10 ઉપાયોને અપનાવીને એંક્ઝાયટીથી બચી શકાય છે

1- પોતાની જાતને ડિસ્ટર્બ કરો

 • જ્યારે તમને લાગે કે તમારી એંક્ઝાયટીનું લેવલ ઝડપથી વધી રહ્યું છે તો તમે તમારી જાતને ડિસ્ટર્બ કરો. એટલે કે તમે જે કઈ વિચારો છો તેનાથી ધ્યાન હટાવવું. તમારી જાતને કોઈપણ રીતે વ્યસ્ત કરો જેથી તમારી ચિંતા ઓછી થઈ શકે છે. ખુશ રહેવાનો પ્રયાસ કરો.
 • ક્યોડો વિલિયમ્સ કહે છે કે, તમને શું ચિંતા થઈ રહી છે અથવા જેમાં અસુરક્ષાનો ભાવ મહેસૂસ કરી રહ્યા હો તો તે વિશે વિચારો નહીં. કોઈ બીજા કામ પર ધ્યાન આપો. જો શક્ય હોય તો, મિત્રોને ફોન કરો અને બહાર ફરવા જાઓ.

2- પગ પર ધ્યાન કેન્દ્રિત કરો

 • એંક્ઝાયટી વધવા પર તમે કેટલીક ક્વિક એક્સર્સાઈઝ પણ કરી શકો છો. થોડા સમય સુધી ઊભા રહેવું અથવા બેસીને તમારા પગ પર ધ્યાન કેન્દ્રિત કરો. તેના વિશે વિચારો, જેમ કે, શું પગ ગરમ કે ઠંડા છે, તે કેવી રીતે કામ કરે છે, પગના સાંધા કેવી રીતે બને છે?
 • આ પ્રકારની એક્સર્સાઈઝથી તમે કોઈ એવી વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો, જેમાં કોઈ ચિંતા કે તણાવનો અવકાશ જ ન હોય. તમારી જાતને થોડા સમય માટે આ રીતે ડાયવર્ટ કરવાથી તમને આરામ મળશે.

3- ચાલવાનું શરૂ કરો
જ્યારે પણ એંક્ઝાયટી વધવા લાગે અને તમે ખૂબ જ અસ્વસ્થ અનુભવો તો તમારે ઓછામાં ઓછા 3 મિનિટ માટે નોન સ્ટોપ ચાલવું જોઈએ. ચાલતી વખતે તમારી ગતિ પર ધ્યાન કેન્દ્રિત કરો, ચાલવાની ગતિ ઓછી-વધારે કરો. તમે જ્યાં ચાલતા હો તે સ્થળ વિશે વિચારો. તમારી આજુબાજુ રહેલા વૃક્ષો અથવા છોડ જુઓ. આ કસરત દ્વારા પણ તમે તમારી જાતને એવી વસ્તુ સાથે જોડશો કે જેમાં ચિંતા અને તાણ જેવી કોઈ વસ્તુ નથી હોતી.

4- ઘરના કામમાં વ્યસ્ત રહો

 • પોતાની જાતને ઘરના કોઈ કામમાં વ્યસ્ત રાખીને પણ એંક્ઝાયટી ઘટાડી શકાય છે. એક્સપર્ટ્સનાના મતે, ચિંતા થવાનું એકમાત્ર કારણ એ છે કે લોકો લાંબા સમય સુધી કોઈક બાબતમાં વિચારતા રહે છે. આને કારણે, તેમનામાં અસલામતી અને સ્ટ્રેસ પેદા થાય છે, જે એંક્ઝાયટી વધારે છે.
 • ઘરના કામમાં વ્યસ્ત રહીને તમે એ વસ્તુ વિશે વિચારવાનું રોકી શકો છો. ઘરના કામમાં થોડો સમય લાગે છે. તે મગજને કામમાં રાખે છે અને સખત મહેનત પણ લે છે. તેથી, તે લાંબી કસરત સાબિત થઈ શકે છે. આ કરવાથી તમે ઓછામાં ઓછા 10 કલાક ચિંતાથી દૂર રહેશો.

5- “5 ફિંગર બ્રીધિંગ” કરો
5 ફિંગર બ્રીધિંગ એક્સર્સાઇઝ કરવાથી મગજ શાંત થાય છે. તેનાથી શાંતિનો અનુભવ થાય છે અને સાથે જ તમે તાજગીનો અનુભવ કરશો. તમે નીચે આપેલી પદ્ધતિઓ અપનાવીને આ કસરત સરળતાથી કરી શકો છો.
સ્ટેપ 1. તમારો જમણો હાથ તમારી સામે લાવો અને તમારી આંગળીઓને શક્ય તેટલી ફેલાવો.
સ્ટેપ 2. બીજા હાથની ચોથી આંગળીને જમણા હાથની પાંચ આંગળીઓની બાહ્ય ધાર પર ફેરવો. આ પ્રક્રિયાને અંગૂઠાથી શરૂ કરીને નાની આંગળી સુધી આ પ્રક્રિયા ચાલુ રાખો.
સ્ટેપ 3. જ્યારે તમે શરૂ કરો ત્યારે શ્વાસ અંદર લો. જ્યારે આંગળીઓના ઉપલા ભાગ સુધી પહોંચો તો હોલ્ડ કરો અને નીચે તરફ જતા શ્વાસ છોડો.
સ્ટેપ 4. આ ક્રમને પાંચ આંગળીઓ સુધી ચાલુ રાખો અને જ્યારે તમે તેને પૂર્ણ કરી લો ત્યાંથી ફરીથી પ્રક્રિયાને પુનરાવર્તિત કરો. આવું બેથી ત્રણ વખત કરો.

6- કુદરત સાથે જોડાયેલા રહો

 • એંક્ઝાયટી ઘટાડવાનો સૌથી અસરકારક રસ્તો પોતાની જાતને પ્રકૃતિ સાથે જોડવાનો છે. નદી, તળાવ, બગીચો અથવા કોઈપણ કુદરતી જગ્યાની મુલાકાત લો. આ સમય દરમિયાન ફોનથી દૂર રહો, કોઈ ગીત ગણગણો, પોતાની જાત સાથે વાત કરો. આ એક પ્રકારનું ધ્યાન છે જે તમને શાંત રાખશે. એક્સપર્ટ્સના મતે, એંક્ઝાયટીનું લેવલ ગમે તે હોય પરંતુ આ ખૂબ અસરકારક છે.

7- પોતાને રિ-ડિસ્કવર કરો

 • એંક્ઝાયટી દરમિયાન આપણે એક બીજી દુનિયામાં હોઈએ છીએ, જ્યાં આપણે પોતાની જાત પર ભરોસો અને આશા ખોઈ બેસીએ છીએ. તેથી આપણે કરિયર, પરિવાર, અભ્યાસ અને જોબ માટે નેગેટિવ વિચારો કરવા લાગીએ છીએ. એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, આ સ્થિતિમાં પોતાને રિ-ડિસ્કવર કરવું કારગત સાબિત થઈ શકે છે. તેનો અર્થ એ થાય છે કે, પોતાની જાત વિશે વિચારો કરવા, જેમ કે તમે કોણ છો, તમે શેના માટે સક્ષમ છો અને તમે શા માટે મહત્ત્વપૂર્ણ છો. આમ કરવાથી કોન્ફિડન્સ પાછો આવે છે અને એંક્ઝાયટી લેવલ ઓછું થાય છે.

8- ડિસ્ટ્રેક્શનને એન્જોય કરો

 • તણાવ અને એંક્ઝાયટી દરમિયાન ક્યારેક આપણે ડિસ્ટ્રેક્ટ અર્થાત વિચલિત થઈ જઈએ છીએ. અર્થાત કોઈ એક વાતનો વિચાર કરતા કરતા કોઈ બીજી જ વાત વિચારવા લાગીએ છીએ. એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, એંક્ઝાયટીમાં ડિસ્ટ્રે્ક્ટ થવું એ સારી વાત છે. તેનાથી કોઈ એક વાત પર ગંભીર વિચાર માટે આપણે બચી શકીએ છીએ. તેથી ડિસ્ટ્રેક્શનને રોકવાને બદલે તેને એન્જોય કરો.

9- સુગંધ લો

 • એંક્ઝાયટી ઘણી વખત એ હદ સુધી થાય છે કે લોકોની હાર્ટ બીટ અને બ્લડ પ્રેશર વધી જાય છે. એક જ જગ્યાએ બેસી રહેવું અને કામમાં ફોકસ કરવું મુશ્કેલ બને છે. તેને મેડિકલ ટર્મમાં એંક્ઝાયટી અટેક કહેવાય છે. એક્સપર્ટના મત અનુસાર, એંક્ઝાયટી અટેક દરમિયાન આપણે સુગંધ લઈ શકીએ છીએ. તેનાથી મગજમાં ફ્લક્ચ્યુએશન ઓછું થાય છે અને એંક્ઝાયટીની ઓછી અસર થવા લાગે છે.

10- હાલની પરિસ્થિતિનો સ્વીકાર કરો

 • એંક્ઝાયટીનું સૌથી મોટું કારણ પરિસ્થિતિઓનો અસ્વીકાર છે. આપણે વિપરિત પરિસ્થિતિઓનો સામનો કરવાને બદલે તેનાથી દૂર ભાગીએ છીએ. તેથી આપણું શરીર અને મગજ તે પરિસ્થિતિ પ્રમાણે પોતાને સ્યુટેબલ બનાવી શકતું નથી અને આપણને એંક્ઝાયટી થવા લાગે છે. તેનાથી વિપરિત આપણે જો પરિસ્થિતિઓનો સ્વીકાર કરવા લાગીએ છીએ તો આપણે તેની સાથે જીવતા શીખી લઈએ છીએ. અને આશાઓ જળવાઈ રહે છે. તેથી વિપરિત પરિસ્થિતિમાં એંક્ઝાયટીથી બચવા માટે હાલની પરિસ્થિતિનો સ્વીકાર કરતા શીખો.
અન્ય સમાચારો પણ છે...