તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • Answers To Every Question Related To Support Will Be Available On Twitter, UIDAI Has Launched A Special Service

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:ટ્વિટર પર મળશે આધારને લગતા દરેક સવાલના જવાબ, UIDAIએ ખાસ સર્વિસ શરૂ કરી

9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તેના માટે @UIDAI અને @Aadhaar_Care પર ટ્વીટ કરી શકો છો
 • દેશમાં રહેતા 125 કરોડ નાગરિકો આધારકાર્ડ ધરાવે છે

આધારકાર્ડ એક મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. આજકાલ બાળકના એડમિશનથી લઈને તમામ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આધારકાર્ડ જરૂરી છે. ત્યારે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ આધારકાર્ડ યુઝર્સની સુવિધાનું ધ્યાન રાખતા ટ્વિટર પર તેમની સમસ્યાઓ હલ કરવાનું શરૂ કર્યું છે. હવે તમે સોશિયલ સાઈટ ટ્વિટરની મદદથી તમારી સમસ્યાનું નિરાકરણ લાવી શકશો.  

UIDAIને કરો ટ્વીટ
જો તમને પણ આધારને લઈને કોઈ સમસ્યા છે અથવા તમારા મનમાં તેને લઈને કોઈ સવાલ છે તો ટ્વીટ કરીને તમે તમારા સવાલનો જવાબ મેળવી શકો છો. તેના માટે તમે @UIDAI અને @Aadhaar_Care પર ટ્વીટ કરી શકો છો. તે ઉપરાંત આધાર કેન્દ્રની રિઝનલ ઓફિસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પણ આપવામાં આવ્યા છે. અહીં પણ તમે તમારી ફરિયાદ કરી શકો છો. 

આ વર્ષે જાન્યુઆરીમાં 'ચેટબોટ'ની સુવિધા શરૂ કરી હતી
અગાઉ આ વર્ષે જાન્યુઆરીમાં યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ Ask Aadhaar Chatbot લોન્ચ કર્યું હતું. આ આસ્ક આધાર ચેટબોટ પર લોકોના સવાલના જવાબ આપવામાં આવે છે. તેના પર યુઝરને આધાર સાથે સંબંધિત કોઈપણ ક્વેરીનો તરત જવાબ મળે છે. ચેટબોટ એક સોફ્ટવેર એપ્લિકેશન છે, જે ચેટ ઈન્ટરફેસની જેમ કામ કરે છે. તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી સવાલના જવાબ આપે છે. 

દેશમાં 125 કરોડ લોકોની પાસે આધાર 
ડિસેમ્બર 2019માં યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં રહેતા 125 કરોડ નાગરિકોના આધારકાર્ડ બનાવવામાં આવ્યા છે. દેશમાં આધાર પ્રોજેક્ટ 2010માં અમલમાં આવ્યો હતો. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો