• Gujarati News
  • Utility
  • Angioplasty Gives New Life, Implanting A Stent In An Artery Reduces The Risk Of Heart Attack

હૃદયની સંભાળ રાખવી:એન્જિઓપ્લાસ્ટીથી નવું જીવન મળે છે, આર્ટરીમાં સ્ટેન્ટ લગાવવાથી હાર્ટ અટેકનું જોખમ ઘટી જાય છે; જાણો તમને કેટલું જોખમ છે

9 મહિનો પહેલાલેખક: ગૌરવ પાંડેય
  • કૉપી લિંક

BCCI અધ્યક્ષ અને સૌરવ ગાંગુલીને તાતેજરમાં માઈનર હાર્ટ અટેક આવ્યો હતો. ત્યારબાદ તેમને કોલકાતાની વુડલેન્ડ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યાં તેમની પ્રાઈમરી એન્જિઓપ્લાસ્ટી કરવામાં આવી. ગાંગુલી અત્યારે 48 વર્ષના છે અને સંપૂર્ણ રીતે ફિટ હતા. તેમણે જીવનના લગભગ 38 વર્ષ સુધી ક્રિકેટ રમ્યા છે. રિટાયરમેન્ટ બાદ પણ તેઓ દરરોજ જીમ જતા હતા અને યોગ કરતા હતા. આવી સ્થિતિમાં ગાંગુલી જેવી ફિટ વ્યક્તિને હાર્ટ અટેક આવવાના સમચારથી લોકો આશ્ચર્યચકિત છે. આખરે અટેક આવવાનું કારણ શું છે અને તે કેમ આવ્યો?

શરૂઆતમાં કહેવામાં આવ્યું કે ગાંગુલીને માઈલ્ડ કાર્ડિયક અરેસ્ટ આવ્યો છે, પશ્ચિમ બંગાલના CM મમતા બેનર્જીએ પણ ટ્વીટ કરીને આવું કહ્યું હતું. પરંતુ ગાંગુલીને માઈલ્ડ હાર્ટ અટેક આવ્યો હતો.

કાર્ડિયક અરેસ્ટ અને હાર્ટ અટેકમાં શું ફરક હોય છે
પદ્મ શ્રી અને હાર્ટ કેર ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયાના પ્રેસિડન્ટ ડૉક્ટર કે.કે અગ્રવાલ કહે છે કે કાર્ડિયક અરેસ્ટ અને હાર્ટ અટેકમાં તફાવત હોય છે, કાર્ડિયક અરેસ્ટનો અર્થ છે કે હૃદય બંધ થઈ ગયું અને હાર્ટ અટેકનો અર્થ થાય છે કે હૃદયનો એક ભાગ કામ નથી કરી રહ્યો. કાર્ડિયક અરેસ્ટને ટેમ્પરરી ડેથ પણ કહેવામાં આવે છે, જેમાં CPR આપવામાં આવે છે.

ગાંગુલીને હળવો અટેક આવ્યો હતો. તેમાં છાતીની વચ્ચે તીવ્ર દુખાવો થાય છે, દબાણ અને ગભરામણ અનુભવાય છે, શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ શકે છે. આવી સ્થિતિમાં જો ઓર્ટરી બંધ થઈ જાય છે, તેને ખોલવામાં આવે છે. તેને એન્જિઓપ્લાસ્ટી કહેવામાં આવે છે અને આર્ટરીમાં સ્ટેન્ટ મૂકવામાં આવે છે તેથી ફરીથી એન્ક્રોચમેન્ટ ન થાય. હાર્ટ અટેક બાદ જીવનભર એસ્પિરિન અને વર્ષભર કેટલીક દવાઓ ચાલતી હોય છે.

કેવી રીતે ખબર પડે કે હાર્ટ અટેકનું રિસ્ક છે કે નહીં?
સૌથી જરૂરી હોય છે એ જાણવાનું કે હાર્ટ અટેક કેમ આવ્યો? શું કોઈ ફેમિલી હિસ્ટ્રી છે એટલે કે તમારા પરિવારમાં પહેલા કોઈને હાર્ટની બીમારી હતી? ગાંગુલીના પિતાને હૃદયની બીમારી હતી. તે ઉપરાંત તમારે તમારું CRP (સી રિએક્ટિવ પ્રોટીન) લેવલની તપાસ કરાવવી જોઈએ. CRP 1 અને 3ની વચચેમાં છે તો હાર્ટ અટેકની આશંકા વધી જાય છે. CRP 3થી 10ની વચ્ચે હોય તો હાર્ટ અટેકની આશંકા વધારે વધી જાય છે.

LDL કોલેસ્ટેરોલ પણ ચેક કરાવો. CRP પણ વધારે છે અને LDL કોલેસ્ટેરોલ પણ વધારે છે તો તમને હાર્ટ અટેકની શક્યતા વધારે છે. જો CRP વધારે છે અને LDL કોલેસ્ટેરોલ ઓછું છે કે CRP ઓછું અને LDL કોલેસ્ટેરોલ વધારે છે તો તમે હાર્ટ અટેક રિસ્કની વચ્ચે છો.

LDL કોલેસ્ટેરોલ કેટલો હોવો જોઈએ?
LDL કોલેસ્ટેરોલ વધારે હોય તો હાર્ટ અટેક અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. શરીરમાં કુલ કોલેસ્ટેરોલનું લેવલ 200 mg/dlથી ઓછું હોવું એ બરાબર છે. LDL એટલે કે બેડ કોલેસ્ટેરોલ 100 mg/dlથી ઓછું, LDL ગુડ કોલેસ્ટેરોલ 60 mg/dlથી વધારે અને ટ્રાઈગ્લિસરાઇઝ્ડ 150 mg/dlથી ઓછું હોય તે સારું છે.

એન્જિઓપ્લાસ્ટી શું છે?
એન્જિઓપ્લાસ્ટી એક સર્જિકલ પ્રક્રિયા છે. તેમાં હ્રદયની માંસપેશીઓ સુધી બ્લડ સપ્લાય કરતી રક્ત વાહિનીઓને ખોલવામાં આવે છે. આ રક્ત વાહિનીને કોરોનરી ઓર્ટરીઝ પણ કહેવાય છે. હાર્ટ અટેક કે સ્ટ્રોક પછી સારવાર મારે ડૉક્ટર એન્જિઓપ્લાસ્ટીની મદદ લે છે.

હાર્ટ અટેક આવવા પર કોરોનરી ધમની સંકોચાઈ કે બ્લોક થઈ જાય છે. એટલે કે હાર્ટની માંસપેશીઓ સુધી બ્લડનો સપ્લાય ઘટી જાય છે અને પૂરતો ઓક્સિજન મળતો નથી. તેનાથી છાતીમાં દુખાવો કે હાર્ટ અટેક આવે છે.

એન્જિઓપ્લાસ્ટી 3 રીતે થાય છે

એકથી દોઢ કલાકની અંદર સારવાર જરૂરી
એન્જિઓપ્લાસ્ટીમાં કોરોનરી ઓર્ટરી સ્ટેન્ટ પણ રુધિરવાહિનીઓમાં નાખે છે. આ સ્ટેન્ટ નસોમાં ફ્લોને ફરીથી રેગ્યુલર કરવાનું કામ કરે છે. હાર્ટ અટેક આવ્યાને એકથી બે કલાકની અંદર દર્દીની એન્જિઓપ્લાસ્ટી થઈ જવી જોઈએ. આ જેટલી જલ્દી થઈ જાય એટલું દર્દીને હાર્ટ ફેલ થવાનું જોખમ ઓછું હોય છે

હાર્ટની નસ સુધી પહોંચવાના બે રસ્તા
એમ્સ, નવી દિલ્હીના DM કાર્ડિયોલોજી ડૉક્ટર સંજય કુમાર ચુઘ કહે છે કે, એન્જિઓપ્લાસ્ટીમાં સ્ટેન્ટ(એક પ્રકારની સ્પ્રિંગ, તે નસ બંધ થવાથી રોકે છે) મૂકવામાં આવે છે.હાર્ટની નસો સુધી પહોંચવાના 2 માર્ગ છે. પ્રથમ હાથના રસ્તેથી અને બીજો જાંઘના રસ્તે.

જાંઘની સરખામણીએ હાથના રસ્તે એન્જિઓપ્લાસ્ટી કરવાથી હાર્ટ અટેકના દર્દીઓની બચવાની સંભાવના 50% સુધી વધી જાય છે. હું મારા દર્દીઓની એન્જિઓપ્લાસ્ટી તેના હાથનાં માધ્યમથી જ કરું છું. જાંઘથી કરવા પર બ્લીડિંગનું રિસ્ક વધી જાય છે અને લાઈફનું રિસ્ક વધારે હોય છે.

એન્જિઓપ્લાસ્ટી કયા કારણોથી કરવામાં આવે છે
એન્જિઓપ્લાસ્ટી હાર્ટની સર્જરી છે, જે 5 કારણોથી કરવામાં આવે છે-
1. અથેરોસ્ક્લેરોસિસની સારવાર- ડૉક્ટર દ્વારા એન્જિઓપ્લાસ્ટી કરાવવાની સલાહ તે વ્યક્તિને આપવામાં આવે છે જે અથેરોક્લેરોસિસ (ધમનીઓ કઠણ થવી)ની બીમારીથી પીડિત હોય છે.
2. હાર્ટ અટેકનું રિસ્ક ઓછું કરવું- હૃદયની સર્જરીથી હાર્ટ અટેકનું જોખમ ઓછું થઈ જાય છે. તેના માટે હાઈ બ્લડ પ્રેશર વાળા દર્દીઓનો જીવ બચાવવા માટે એન્જિઓપ્લાસ્ટી કરવામાં આવે છે.
3. ડાયાબિટીસની સારવાર- જ્યારે ડાયાબિટીસ ખતરનાક લેવલે પહોંચી જાય છે ત્યારે એન્જિઓપ્લાસ્ટી કરવી પડે છે.
4. હૃદયની ધમનીઓમાં બ્લોકેજ થવા પર- હાર્ટ અટેક આવવા પર દર્દીની એન્જિઓપ્લાસ્ટી કરવામાં આવે છે. તેથી હૃદયની ધમનીઓના બ્લોકેજ દૂર કરવામાં આવે.
5. એન્જાઇનાની સારવાર કરવી - છાતીમાં દુખાવાને એન્જાઇના કહેવામાં આવે છે. તે હૃદયમાં પૂરતું લોહી ન મળવાના કારણે થાય છે. જે વ્યક્તિને એન્જાઇનાની સમસ્યા થાય તેના માટે એન્જિઓપ્લાસ્ટી એ વધુ સારી સારવાર સાબિત થાય છે.

કોને એન્જિઓપ્લાસ્ટીનું વધુ જોખમ છે?
ડો. સંજયના જણાવ્યા મુજબ, એન્જિઓપ્લાસ્ટી 99.5% સુધી સેફ હોય છે. પરંતુ જો કોઈ કેસ કોમ્પ્લેક્ટ હોય તો રિસ્ક રહે છે. જો ઉંમર વધુ હોય તો રોગો વધારે હોય છે, ડાયાબિટીઝ, કિડની ખરાબ છે, ફેફસાંમાં પાણી છે, હૃદય નબળું છે, બ્લડ પ્રેશર ઓછું છે, નસનું બંધારણ જટિલ છે, નસમાં બ્લોકેજ અથવા કેલ્શિયમ વધુ હોય તો રિસ્ક છે.

હાર્ટ અટેકના દર્દીનું હૃદય નબળું હોવાની સાથે તેનું બ્લડ પ્રેશર ઘણીવાર ઓછું હોય છે અને ફેફસામાં પાણી પણ હોય છે. તેથી, જ્યારે એન્જીયોપ્લાસ્ટી જાંઘ દ્વારા કરવામાં આવે છે, ત્યારે બ્લીડિંગ થવાનું જોખમ વધારે રહે છે. હાથથી એન્જિઓપ્લાસ્ટી કરવાથી રિસ્ક ઓછું હોય છે. પરંતુ ભારતમાં હાર્ટ અટેકના દર્દીઓમાં સૌથી વધુ એન્જિઓપ્લાસ્ટી જાંઘ દ્વારા કરવામાં આવે છે કારણ કે, હાથથી કરનારા રેડિયલ એક્સપર્ટ્સ ઓછા છે.

એન્જિઓપ્લાસ્ટી કરાવવામાં કેટલો ખર્ચ થાય છે?
ડોક્ટર સંજય ચૂગ કહે છે કે, એન્જિઓપ્લાસ્ટી કિંમત જગ્યા પર આધારિત હોય છે. એટલે કે તમે કયા શહેરમાં અને કઈ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છો. સૌથી મોંઘું સ્ટેન્ડ 33 હજાર રૂપિયાનું છે. સરકારે તેના ભાવો નક્કી કરી રાખ્યા છે.
સરકારી હોસ્પિટલોમાં એન્જિઓપ્લાસ્ટીનો ખર્ચ આશરે 1 લાખ રૂપિયા આવે છે. ખાનગી હોસ્પિટલો એન્જિઓપ્લાસ્ટી માટે 1.40 લાખથી 1.70 લાખ રૂપિયા જેટલો પ્રોસિજર ચાર્જ લે છે. કુલ ખર્ચ 2 લાખ રૂપિયા સુધી જઈ શકે છે. નાના શહેરોમાં આ વધારે સસ્તું છે. જો કે, તે હોસ્પિટલના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધા પર આધારિત હોય છે.

અન્ય સમાચારો પણ છે...