• Gujarati News
  • Utility
  • Anand Mahindra's Post On Fruit Plucking Tool Reminds People Of 'Stranger Things'

વાઈરલ વીડિયો:ફ્રૂટ પ્લકિંગ ટૂલ પર આનંદ મહિન્દ્રાની પોસ્ટે લોકોને 'સ્ટ્રેન્જર થિંગ્સ' ની યાદ અપાવી

22 દિવસ પહેલા

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા એક ઉત્સુક ટ્વિટર યુઝર છે અને આ પ્લેટફોર્મ પરની તેમની ફીડ રસપ્રદ ફોટોઝ અને વીડિયોઝની સોનાની ખાણ છે. આ વીડિયોમાં તે એક એવા માણસની પ્રશંસા કરે છે, જે બતાવે છે કે ભંગારમાંથી DIY ફ્રૂટ પ્લકર કેવી રીતે બનાવવું? આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર પોસ્ટ કરેલા વીડિયોને કૅપ્શન આપ્યું હતું કે, 'આ શોધ અનોખી તો નથી, પરંતુ હું ઉત્સાહિત છું કારણ કે એ 'ટિંકરિંગ'ની વધતી જતી સંસ્કૃતિ દર્શાવે છે. અમેરિકા સંશોધનાત્મકતાનું પાવરહાઉસ બની ગયું છે એની પાછળનું કારણ ત્યાંના લોકોની બેઝમેન્ટ/ગેરેજ વર્કશોપમાં પ્રયોગ કરવાની આદત. ટિંકરર્સ 'ટાઇટન્સ ઓફ ઇનોવેશન' બની શકે છે. વપરાયેલી પ્લાસ્ટિકની બોટલ અને પાઈપોની મદદથી આ વસ્તુ કેવી રીતે બનાવી શકાય? એ જાણવા માટે તમારે વીડિયો જોવો પડશે.

જુઓ વીડિયો:

થોડા સમય પહેલાં શેર કરવામાં આવેલા આ વીડિયોને 27,100થી વધુ લાઈક્સ અને 3,700થી વધુ વાર રિટ્વીટ કરવામાં આવ્યો છે. કેટલાક લોકોને આ પોસ્ટે Netflixની સિરીઝ 'સ્ટ્રેન્જર થિંગ્સ' ની યાદ અપાવી હતી. 'તેજસ્વી શોધ... હું ચોક્કસપણે આ DIY કરીશ, જોકે છેલ્લો શોટ જ્યાં તેણે ફળ તોડવા માટે મોઢું ખોલ્યું ત્યારે તે ટૂલ 'સ્ટ્રેન્જર થિંગ્સ'ના મોન્સ્ટર જેવું દેખાતું હતું.' હસતાં ઇમોટિકોન સાથે એક વ્યક્તિએ પોસ્ટ કર્યું. 'એક @Stranger_Things પાત્ર જેવું લાગે છે' બીજાએ મજાક કરી. આ વીડિયોએ લોકોને તેમના વિચારો કમેન્ટ સેક્શનમાં શેર કરવા માટે પણ પ્રોત્સાહિત કર્યા છે, જ્યારે કેટલાકે નવીનતમ પ્રયોગની પ્રશંસા કરી, તો કેટલાકે નિર્દેશ કર્યો કે એમાં કઈ નવું નથી.

"એક કેમ્પસ ઇન્ટરવ્યુમાં મારી પુત્રીને પ્લાસ્ટિકની ખાલી બોટલ ભરવા સિવાય એના વિવિધ ઉપયોગો વિશે પૂછવામાં આવ્યું હતું. .. તેણે થોડાં કહ્યા... પરંતુ આ અદ્ભૂત છે... હું ચોક્કસપણે મારા બગીચામાંથી ફળો લેવા માટે એક બનાવી રહ્યો છું " એક ટ્વિટર યુઝરે ટિપ્પણી કરી.

શ્રેષ્ઠ શોધ સૌથી સરળ હોય છે અને એવું લાગે છે કે એ હંમેશાં ત્યાં છે! #INDIA વિશ્વનો ઈનોવેટિવ દેશ બની શકે છે, જો આપણે આ રીતે પ્રયોગ કરતા રહીએ અને 'શીખતા' રહીએ!", બીજાએ વ્યક્ત કર્યું. "સર! અમે તમારા આ પ્રોત્સાહનની ખરેખર પ્રશંસા કરીએ છીએ, પરંતુ આ ફળ ચૂંટવાની તકનીક વર્ષ 2014થી ઇન્ટરનેટ પર છે, ચોક્કસપણે ભારતીય શોધ નથી," ત્રીજાએ પોસ્ટ કર્યું. DIY ફ્રૂટ પ્લકિંગ ટૂલ વિશે તમારા વિચારો શું છે?