તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Amid Ongoing Confusion Over Admit Card, NTA Has Postponed The Exam, Now The Exam Will Start From September 24.

UGC NET 2020:એડમિટ કાર્ડને લઇને ચાલી રહેલી મૂંઝવણ વચ્ચે NTAએ પરીક્ષા પોસ્ટપોન કરી, હવે 24 સપ્ટેમ્બરથી પરીક્ષા શરૂ થશે

9 દિવસ પહેલા

UGC NET એડમિટ કાર્ડ અંગે મૂંઝવણ વચ્ચે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ 16 સપ્ટેમ્બરથી શરૂ થનારી પરીક્ષા મોકૂફ રાખી છે. હવે 24 સપ્ટેમ્બરથી નેટની પરીક્ષાનો પ્રારંભ થશે. જો કે, NTAએ હજુ સુધી પરીક્ષાનું શિડ્યૂલ જાહેર કર્યું નથી. અગાઉ NET પરીક્ષા 16થી 18 સપ્ટેમ્બર અને 21થી 25 સપ્ટેમ્બર દરમિયાન યોજાવાની હતી.

પરીક્ષાની તારીખો ક્લેશ થતી હોવાને કારણે નિર્ણય લેવાયો
NTAએ જણાવ્યું કે, ICAR AIEEA-UG/PG અને AICE-JRF/SRF (PHD) 2020-21 અને NETની તારીખો વચ્ચે થઈ રહેલા ક્લેશને કારણે રિશિડ્યૂલ કરવામાં આવી છે. વિગતવાર સુધારેલી માહિતી પછીથી બહાર પાડવામાં આવશે.

હવે પરીક્ષા 24 સપ્ટેમ્બરથી શરૂ થશે
NTAના વરિષ્ઠ નિયામક સાધના પારાશરે કહ્યું, 'નેશનલ ટેસ્ટિંગ એજન્સી 16, 17, 22 અને 23 સપ્ટેમ્બરના રોજ ICARની પરીક્ષાઓ લેશે. આ જોતા હવે UGC-NET 2020ની પરીક્ષા 24 સપ્ટેમ્બરથી લેવામાં આવશે. તેમણે કહ્યું કે, કેટલાક ઉમેદવારોએ બંને પરીક્ષાઓ આપવાની હતી. તેથી, તેમણે વિનંતી કરી હતી કે પરીક્ષાની તારીખ બદલવામાં આવે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો