• Gujarati News
 • Utility
 • Amid Growing Online Fraud, Cyber Insurance Is A Must, And Will Compensate For Losses Incurred

કામના સમાચાર:ઓનલાઇન ફ્રોડ થતા જ સાયબર ઇન્સ્યોરન્સનો લાભ મળશે, નુકસાનની કરશે ભરપાઈ

3 મહિનો પહેલા
 • કૉપી લિંક

જેમ-જેમ સાયબર અને ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે તેમ-તેમ સાયબર ક્રાઇમ પણ વધી રહ્યા છે. કોરોનાકાળ દરમિયાન ઓનલાઇન અથવા ડિજિટલ લેવડ-દેવડમાં ધરખમ વધારો થયો છે. જેના કારણે સાયબર ફ્રોડમાં પણ વધારો થયો છે. સાયબર અપરાધીઓ તમારો કિંમતી ડેટા, ઓળખ વગેરેને ઘણી રીતે ચોરી અથવા નુકસાન પહોંચાડી શકે છે. જેને ટાળવા માટે સાયબર ઈન્સ્યોરન્સ લેવો એ એક સમજદાર નિર્ણય હોઈ શકે છે.

શું છે સાયબર ઈન્સ્યોરન્સ?
સાયબર ઈન્સ્યોરન્સ સાયબર છેતરપિંડીથી થયેલા નુકસાનની ભરપાઈ કરવા સિવાય ત્રીજા પક્ષના દાવાઓથી ઊભી થતી નાણાકીય જવાબદારીઓને આવરી લે છે. કોમ્પ્રેહેસિવ સાયબર ઈન્સ્યોરન્સ યોજના સાયબર હુમલાનો ભોગ બન્યા આઘાત, તણાવ અથવા ગભરાટના કારણે લીધેલા તબીબી કાઉન્સેલિંગને પણ આવરી લે છે.

સાયબર ઈન્સ્યોરન્સ આ થશે કવર

 • ઈમેલ સ્પૂફિંગ, ફિશિંગને કારણે નુકસાન
 • બેંક ખાતા, ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અથવા ઈ-વોલેટ દ્વારા ઓનલાઈન વ્યવહારોમાં છેતરપિંડી
 • ગોપનીયતાના આક્રમણને કારણે પ્રતિષ્ઠા ગુમાવવી
 • ઓળખની ચોરી પછી મુકદ્દમા ખર્ચ સાથે સંકળાયેલ નુકસાન અને ખર્ચ
 • ડેટા અથવા કમ્પ્યુટર પ્રોગ્રામ્સને નુકસાન પછી પુનઃસ્થાપન અને ઇન્સ્ટોલેશન ખર્ચ
 • ત્રીજા પક્ષના દાવા પછી કોર્ટમાં હાજરી માટે થયેલ ખર્ચ

સાયબર એટેકથી બચવા માટે આ બાબતોનું ધ્યાન રાખો

 • પર્સનલ ડિવાઇસ પર એપ્લિકેશનમાં સંવેદનશીલ ડેટા સ્ટોર કરતી વખતે, તમારી પાસે એક સુરક્ષા સાધન હોવું આવશ્યક છે જે માલવેર, રેન્સમવેર અથવા સાયબર ક્રાઇમને શોધી શકે. હોમ નેટવર્ક્સમાં વારંવાર ફાયરવૉલ્સ અને એન્ક્રિપ્શનનો ઉપયોગ થાય છે. ફાયરવોલ ડિવાઇસ, એપ્લિકેશનને સાયબર હુમલાથી સુરક્ષિત કરે છે. અથવા કોઈપણ વેબસાઇટ કે જે તમારા નેટવર્કમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે, તેને શોધી કાઢે છે અને બંધ કરે છે. પબ્લિક Wi-Fi સાથે કનેક્ટ થવાથી સ્માર્ટફોન અને એપ્સ માટે પણ જોખમ ઊભું થઈ શકે છે.
 • સાયબર અપરાધીઓ ઘણીવાર ઈ-મેલ દ્વારા ફિશિંગ હુમલાઓ કરે છે. આવા ઈ-મેઈલ યુઝરને અસલી લાગે છે પરંતુ તે નકલી હોય છે. આને ટાળવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે અજાણ્યા સ્ત્રોતો સાથેના ઈ-મેલની લિંક પર ક્લિક કરવાનું અથવા અજાણી વેબસાઇટ પર દેખાતી પૉપ-અપ વિન્ડો પર ક્લિક કરવાનું ટાળવું. ડાઉનલોડ લિંક પર ક્લિક કરશો નહીં. અજાણી વેબસાઇટ પર તમારા ઈ-મેલની રજીસ્ટર્ડ કરવાનું ટાળો. વેબસાઇટ સાચી છે કે કેમ તેની પુષ્ટિ કરવા માટે, વેબસાઇટના નામની આગળ https:// ઉલ્લેખિત છે કે કેમ તે તપાસો.
 • દરેક પ્લેટફોર્મ પર પાસવર્ડ મજબૂત બનાવો. પાસવર્ડમાં આલ્ફા-ન્યુમેરિક તેમજ વિશેષ અક્ષરોનો ઉપયોગ કરો. અલગ-અલગ એકાઉન્ટ પર એક જ પાસવર્ડનો ઉપયોગ કરશો નહીં. જો કોઈ એક વેબસાઈટ પર પાસવર્ડ લીક થઈ ગયો હોય, તો કોઈ અન્ય વ્યક્તિ તમારા બીજા એકાઉન્ટમાં ઘુસી શકે છે. તમારો પાસવર્ડ બીજા કોઈને આપવાનું ટાળો.
 • સુરક્ષાના તમામ ઊપાય કરવા છતાં હેકર્સ સાયબર ક્રાઈમની નવી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને, સાયબર-ઇન્શ્યોરન્સ વીમા કવચ લેવું હવે જરૂરી બની ગયું છે. એક વ્યાપક સાયબર વીમા કવર વિવિધ પ્રકારના સાયબર જોખમો સામે રક્ષણ પૂરું પાડે છે. આમાં ઓળખની ચોરી, માલવેર એટેક, IT ચોરીથી થતી ખોટ, સાયબર ગેરવસૂલી વગેરેનો સમાવેશ થાય છે. આ વીમો ઈ-મેલ સ્પૂફિંગ અને ફિશિંગને કારણે થતા નુકસાન સામે પણ રક્ષણ પૂરું પાડે છે. આવા કોઈ નુકસાનના કિસ્સામાં, કાનૂની ખર્ચ, ડેટા અથવા કમ્પ્યુટર પ્રોગ્રામ પુનઃસ્થાપન વગેરેના ખર્ચને આવરી લેવા માટે વીમા કવચ પણ ઉપલબ્ધ છે.