તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Amazon's Great Indian Festival Sale 17 And Flipkart's Big Billion Days Will Start On October 16, Find Out Which Products Get How Much Discount

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેલ:એમેઝોનનો ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 17 અને ફ્લિપકાર્ટના બિગ બિલિયન ડેઝ 16 ઓક્ટોબરથી શરૂ થશે, કઈ પ્રોડક્ટ પર કેટલું ડિસ્કાઉન્ટ મળશે જાણો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

જો તમે કોઈ નવી પ્રોડક્ટ ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા હો તો તમારા માટે એક વખત ફરીથી ફ્લિપકાર્ટ અને એમેઝોન તેમનો બિગ ઓનલાઈન સેલ લઈને આવી રહ્યા છે. આવતા અઠવાડિયાંથી ફેસ્ટવ સિઝનની શરૂઆત થવાની છે. મંગળવારે ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોને ફેસ્ટિવ સિઝનની શોપિંગ માટે તેના વાર્ષિક સેલ એમેઝોને ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલની જાહેરાત કરી દીધી છે. આ સેલ 17 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે.

તેમજ ફ્લિપકાર્ટનો વાર્ષિક સેલ 'ધ બિગ બિલિયન ડેઝ' સેલ 16થી 21 ઓક્ટોબર સુધી ચાલશે. બે દિવસ પહેલા જ કંપનીએ ઘણી ડીલ્સ અને ઓફર્સની જાહેરાત કરી દીધી છે. એમેઝોન અને ફ્લિપકાર્ટનો આ સૌથી મોટો સેલ માનવામાં આવે છે. તેમાં સ્માર્ટફોન, ઈલેક્ટ્રોનિક્સ, હોલ અપ્લાયન્સિસ અને ફેશન સહિત લગભગ તમામ કેટેગરીમાં બંપર છૂટ અને આકર્ષક ડીલ્સ મળે છે. જાણો ફેસ્ટિવ સેલ્સ અને પ્રોડક્ટસ પર મળતી છૂટ વિશે-

એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ આ વર્ષે એમેઝોન પર કેટલાક સ્પેશિયલ સ્ટોર ખોલવામાં આવશે. તે ઉપરાંત એમેઝોને એમ પણ કહ્યું કે, પ્રાઈમ મેમ્બર્સ માટેનો આ સેલ 24 કલાક પહેલા એટલે કે 16 ઓક્ટોબરથી શરૂ થઈ જશે. આ સેલમાં ઈલેક્ટ્રોનિક ડિવાઈસ, મેકઅપ પ્રોડક્ટ, કિચન પ્રોડક્ટ જેવી વસ્તુઓ પર ભારે છૂટ મળશે. અહીંથી તમે તહેવારો માટે સસ્તા ભાવે શોપિંગ કરી શકો છો. તેમજ સેલ દરમિયાન પ્રાઈમ મેમ્બરશિપ પણ અડધી કિંમતે લઈ શકો છો. એમેઝોને સેલ માટે HDFC બેંક સાથે ભાગીદારી કરી છે, જેના અંતર્ગત ગ્રાહકોને HDFC ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને હપ્તા પર પણ 10 ટકા ત્વરિત ડિસ્કાઉન્ટ મળશે. તે ઉપરાંત સેલ દરમિયાન એક્સચેન્જ અને નો-કોસ્ટ EMI ઓફર્સ પણ આપવામાં આવશે.

શું છે ઓફર્સ?

  • મોબાઈલ ફોન અને એક્સેસરીઝ પર ‘never before prices'ની સાથે લિસ્ટ કરવામાં આવશે, ઓફર્સની વાત કરીએ તો નો-કોસ્ટ EMI, એક્સચેન્જ ડિસ્કાઉન્ટ અને ટોટલ ડેમેજ પ્રોટેક્શન સામેલ છે.
  • અન્ય ઈલેક્ટ્રોનિક્સ એક્સેસરીઝ પર પ્રાઈઝ કટ અને એક્સચેન્જ ડિસ્કાઉન્ટ પ્રાપ્ત થશે.
  • ઈલેક્ટ્રોનિક્સ અને એક્સેસરીઝ કેટેગરીમાં 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર પ્રાપ્ત થશે.
  • ટીવી અને મોટા અપ્લાયન્સિસ કેટેગરીમાં એક્સટેન્ડેડ વોરંટી, નો-કોસ્ટ EMI અને એક્સચેન્જ ઓફર હશે.
  • જૂની વસ્તુની સાથે એક્સચેન્જ ઓફરમાં 13,500 રૂપિયા સુધીની છૂટ મળશે
  • બજાજ ફિનસર્વ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પર નો-કોસ્ટ EMI ઓપ્શન મળશે
  • બજાજ ફિનસર્વ આ સેલમાં 1 લાખ રૂપિયા સુધીની ક્રેડિટ લિમિટ પણ ઓફર કરી રહી છે.
  • કપડાં અને એક્સેસરીઝ પર 70 ટકાની છૂટ મળશે અને ફૂડ કેટેગરી પર 50 ટકાની છૂટ આપવામાં આવશે.
  • હોમ અને કિચન પ્રોડક્ટ્સ પર 60 ટકા સુધીની છૂટ મળશે.

ફ્લિપકાર્ટનો બિગ બિલિયન ડેઝ સેલ
ફ્લિપકાર્ટની તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવ્યા પ્રમાણે, છ દિવસના આ આયોજન દરમિયાન અમે વર્તમાન અને નવા ગ્રાહકોને વધુમાં વધુ પ્રોડક્ટ રજૂ કરીશું. તેમને આ પ્રોડક્ટ્સ પર સારું ડિસ્કાઉન્ટ મળશે. તે ઉપરાંત આ આયોજન દરમિયાન માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) અને અન્ય વિક્રેતાઓને પણ આ ઇવેન્ટ દરમિયાન આગળ આવવાની તક મળશે.

સ્માર્ટફોન પર મળનારી છૂટ

  • સેલ દરમિયાન Poco M2 Pro પર 1,000 રૂપિયાની છૂટ મળશે. સ્માર્ટફોનના 4GB રેમ+64GB સ્ટોરેજ વેરિઅન્ટ 13,999 રૂપિયામાં વેચવામાં આવે છે અને આ સેલમાં તેને 12,999 રૂપિયામાં વેચવામાં આવશે.
  • Infinix Hot 9 Proને 10, 499 રૂપિયાની જગ્યાએ 1,000 રૂપિયાના ડિસ્કાઉન્ટની સાથે 9,499 રૂપિયામાં ખરીદી શકાશે.
  • Realme C12 પણ 100 રૂપિયાની છૂટની સાથે 7,999 રૂપિયામાં વેચવામાં આવશે.
  • LG G8X ડ્યુઅલ સ્ક્રીન ફોનને કંપનીએ 19,990 રૂપિયામાં લિસ્ટ કર્યો છે, જે હંમેશાં 54,990 રૂપિયામાં વેચવામાં આવે છે. તેના પર 35,000 રૂપિયાની છૂટ છે.

ઇલેક્ટ્રોનિક્સ આઇટેમ્સ પર આટલું ડિસ્કાઉન્ટ મળશે

  • ઇલેક્ટ્રોનિક્સ પર 80% સુધીનું ડિસ્કાઉન્ટ આપવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
  • હેડફોન્સ અને સ્પીકર્સ પર પણ 80% સુધીનું ડિસ્કાઉન્ટ મળે એવી શક્યતા છે.
  • ટીવી અને હોમ અપ્લાયન્સિસ પર સેલ દરમિયાન 75% સુધીનું ડિસ્કાઉન્ટ મળવાનો દાવો કરવામાં આવ્યો છે.
  • કંપની ફેશન, રમકડાં, ફર્નિચર સહિતની અનેક કેટેગરીમાં ડિસ્કાઉન્ટ આપશે.
  • દરેક સેલની જેમ આ સેલમાં પણ રશ અવર્સ, ક્રેઝી ડીલ્સ અને મહા પ્રાઈસ ડ્રોપ કેટેગરી રહેશે.
  • ફ્લિપકાર્ટનું કહેવું છે કે, બેસ્ટ સેલિંગ લેપટોપ પર 60% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. ટોપ 20 ટ્રીમર 299 રૂપિયાથી મળવાના શરૂ થશે.

સેમસંગનો હોમ ફેસ્ટિવ હોમ સેલ

  • ફેસ્ટિવ સિઝનને જોતાં સેમસંગે પણ તેના સેલની જાહેરાત કરી છે. સેમસંગે હોમ ફેસ્ટિવ હોમ સેલ શરૂ કરી દીધો છે. આ સેલ 20 નવેમ્બર 2020 સુધી ચાલશે. આમાં ગ્રાહકો 20,000 રૂપિયા સુધીનું કેશબેક મેળવી શકે છે અને સામાન પર એક્સટેન્ડેડ વોરંટીનો પણ લાભ લઈ શકે છે. તમે મિનિમમ 990 રૂપિયાની શોપિંગ પર EMI પર શોપિંગ કરી શકો છો. સેમસંગ સ્પેસમેક્સ ફેમિલી હબ રેફ્રિજરેટરની શોપિંગ પર ગેલેક્સી નોટ 10 લાઇટ ફ્રીમાં મળશે. કંપનીના જણાવ્યા અનુસાર, સિલેક્ટેડ રેફ્રિજરેટર ખરીદવા પર 15થી 20% સુધીનું કેશબેક મળશે. માય સેમસંગ માય EMI ઓફર હેઠળ સેમસંગ ગ્રાહકોને મનપસંદ ટીવી, રેફ્રિજરેટર, માઇક્રોવેવ ઓવન અને વોશિંગ મશીન પર રૂ. 990થી શરૂ થનારી EMI અને બજેટ અનુસાર ડાઉન પેમેન્ટ પસંદ કરવાનો ઓપ્શન પણ આપી રહ્યું છે. સિલેક્ટેડ ટીવી અને રેફ્રિજરેટર પર 36 મહિના સુધીની EMIની સુવિધા આપવામાં આવી રહી છે.
  • આ ઉપરાંત, જો તમે 75 ઇંચ અથવા તેથી મોટું QLED ટીવી ખરીદો તો ગેલેક્સી S20 અલ્ટ્રા, 55 ઇંચ QLED અને 65 ઇંચ UHD મોડેલ ખરીદવા પર ગેલેક્સી A21S અને 65 ઇંચના QLED, QLED 8K ટીવી અને 70 ઇંચ અને તેનાથી મોટા ક્રિસ્ટલ 4K UHD ટીવી ખરીદવા પર ગેલ્કેસી A3 1 સ્માર્ટફોન મળશે.

ન્યૂ ડ્રીમ્સ ન્યૂ સેલિબ્રેશન્સ ફેસ્ટિવ ઓફર
પેનાસોનિક ઇન્ડિયાની ઓફર્સ યુઝર્સ માટે ફેસ્ટિવ શોપિંગને સસ્તું અને ટકાઉ બનાવશે. આ ફેસ્ટિવ બોનાન્ઝા સાથે પેનાસોનિકે તેના તમામ ઇલેક્ટ્રોનિક્સ, હોમ અપ્લાયન્સિસ, બ્યૂટી અને લાઇફસ્ટાઇલ પ્રોડક્ટ્સ પર અટ્રેક્ટિવ ઓફર્સ અને ડીલ્સ મળશે. પેનાસોનિક ટચ પોઇન્ટ્સ પર ઉપલબ્ધ છે અને 20 નવેમ્બર, 2020 સુધી માન્ય રહેશે.

ઓફર્સ વિશે જાણો

  • LED ટીવીની 32 ઇંચ અથવા તેનાથી મોટી સાઇઝ પર 1 plus 1 વોરંટી અને ફ્રી ઇન્સ્ટોલેશન
  • સિલેક્ટેડ વોશિંગ મશીન મોડેલ્સમાં મોટર પર 2+10 વર્ષની વોરંટી ઉપરાંત ફિક્સ્ડ EMI ઓપ્શન્સ, ફ્રી પેનાસોનિક લિક્વિડ ડિટર્જન્ટ અને્ 1,999 રૂપિયામાં એક MWO આપવામાં આપવામાં આવી રહ્યું છે.
  • રેફ્રિજરેટર પર સ્પેશિયલ ડેઝ પર કેશબેક સાથે 1+9 વર્ષની કોમ્પ્રેસર વોરંટી. સિલેક્ટેડ મોડેલ્સની ખરીદી પર 4,499 રૂપિયાની કિંમતના પેનાસોનિક હેડફોન ફ્રીમાં આપવામાં આવી રહ્યા છે.
  • મેગ્નેટ્રોન કન્વેક્શન માઇક્રોવેવ MWO પર 1 + 4 વર્ષની વોરંટી અને તમામ MWO મોડેલ્સ પર 1 વર્ષની વ્યાપક વોરંટી. સ્ટાર્ટઅપ કિટ જેવી કે નિશ્ચિત ફ્રી ગિફ્ટ, હેર સ્ટ્રેટનર અને ફ્રી MWO ઓનલાઇન કૂકરી ક્લાસની સુવિધા આપવામાં આવી રહી છે.
  • કેમેરા મોડેલ્સ પર 1 લાખ રૂપિયા સુધીના કોવિડ-9 ઇન્શ્યોરન્સ ઓફર્સ સાથે તમામ મોડેલ્સ પર 2+1 વર્ષની વોરંટી સાથે આકર્ષક ફાઇનાન્સ ઓફર્સ, કેશબેક, બેટરી અને SFU2 જેવી ગિફ્ટ આપવામાં આવી રહી છે.

સ્નેપડીલનું વેચાણ
ઇ-કોમર્સ કંપની સ્નેપડીલ ઓક્ટોબરના મધ્યમાં નવરાત્રી દરમિયાન તેનો ફર્સ્ટ સેલ શરૂ કરશે. આ ઉપરાંત, કંપની બે અન્ય સેલનું આયોજન ઓક્ટોબરના અંતમાં અને નવેમ્બરની શરૂઆતમાં કરશે. કંપનીએ કહ્યું કે, તેના ભાવ ગત વર્ષ કરતાં ઓછા રહેશે. કિચન વેર, કિચન અપ્લાયન્સીસ, હોમ ફર્નિશિંગ, હોમ ઇમ્પ્રૂવમેન્ટ પ્રોડક્ટ્સ, ફેશન અપેરલ જેવી સાડી, કુર્તી, સૂટ અને કિડ્સ વેર, ઘડિયાળો અને વોલેટ વગેરે કેટેગરીની આઇટેમ્સને સેલ દરમિયાન ડિસ્કાઉન્ટેડ કિંમતે વેચવામાં આવશે. કંપનીનો આ વર્ષનો દિવાળીનો સેલ 'કમ મેં દમ' થીમ પર ફોકસ્ડ હશે. સિલેક્ટેડ બેંક કાર્ડ્સ દ્વારા ખરીદી પર એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ પણ મળશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો