તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Amazon India Will Start Machine Learning Skill Program For Engineering Students, Students Will Be Selected Online

ઈન્ટીગ્રેટેડ લર્નિંગ પ્રોગ્રામ:એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે, સ્ટુડન્ટનું સિલેક્શન ઓનલાઈન થશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ પ્રોગ્રામની મદદથી વિદ્યાર્થીઓને ડીપ લર્નિંગ અને પ્રોબેબિલિસ્ટિક ગ્રાફિકલ મોડલ જેવી હાઈ લેવલ ML ટેક્નોલોજી શીખવા મળશે
  • વિદ્યાર્થીઓની એક બેચને વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્યુટોરિયલ દ્વારા જોડાવાનો મોકો મળશે

એમેઝોન ઈન્ડિયાએ વિદ્યાર્થીઓ માટે એપ્લાઈડ મશીન લર્નિંગ સ્કિલ (ML) શીખવા માટે એક ઈન્ટીગ્રેટેડ લર્નિંગ પ્રોગ્રામ શરુ કરવાની જાહેરાત કરી છે. આ પ્રોગ્રામ શરુ કરવાનો હેતુ વિદ્યાર્થીઓને નવી ટેક્નોલોજીની મદદથી ઇન્ડસ્ટ્રીમાં કરિયર બનાવવામાં મદદ કરવાનો છે. આ વિશે જાણકારી આપતા એમેઝોન ઈન્ડિયાએ કહ્યું, આ પ્રોગ્રામ વિદ્યાર્થીઓને મશીન લર્નિંગ આપવા માટે શરુ કરવામાં આવ્યો છે. ફ્યુચરની માગને પહોંચી મળવામાં મળશે.

વિદ્યાર્થીઓનું સિલેક્શન ઓનલાઈન થશે
એમેઝોન ઈન્ડિયાએ જણાવ્યું કે, ML સ્કૂલ માટે કેન્ડિડેટ્સનું સિલેક્શન ઓનલાઈન કરવામાં આવશે. આ સ્કૂલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી એટલ કે IIT બોમ્બે, IIT ખડગપુર, IIT દિલ્હી, ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી બોમ્બે, બિરલા ઇન્સ્ટિટ્યુટ, નેશનલ ઇન્સ્ટિટ્યુટ તિરુચિરાપલ્લી અને અન્ના યુનિવર્સીટી સહિત 2021માં સિલેક્ટેડ UG, PG, કે PhDનાં વિદ્યાર્થીઓ માટે ખોલવામાં આવી છે.

ML ટેક્નોલોજી શીખવા મળશે
આ પ્રોગ્રામની મદદથી વિદ્યાર્થીઓને ડીપ લર્નિંગ અને પ્રોબેબિલિસ્ટિક ગ્રાફિકલ મોડલ જેવી હાઈ લેવલ ML ટેક્નોલોજી શીખવા મળશે.

આ રીતે અપ્લાય કરો:
આ પ્રોગ્રામમાં સામેલ થવા ઈચ્છુક વિદ્યાર્થીઓ amazonmlsummerschoolindia.splashthat.com દ્વારા ઓનલાઈન અપ્લાય કરી શકે છે. વિદ્યાર્થીઓને એમેઝોન ડેઝનું એક્સેસ પણ મળશે. ત્યાં તેઓ દુનિયાભરના ફેમસ ML લીડર્સનાં પ્રેઝન્ટેશનની મદદથી ઇન્ડસ્ટ્રીમાં ટેક્નોલોજી વિશે જાણી શકશે.

ભારતમાં સિલેક્ટ ટેક્નિકલ કેમ્પસના વિદ્યાર્થીઓની એક બેચને વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્યુટોરિયલ દ્વારા જોડાવાનો મોકો મળશે. એ પછી એમેઝોનમાં એક્સપર્ટ સાથે ઇન્ટરેક્ટિવ Q&A સેશન થશે.