• Gujarati News
  • Utility
  • Amazon India Will Offer Covid 19 Health Insurance To Its Sellers For Free, Covering Up To Rs 50,000.

ઇન્શ્યોરન્સ:એમેઝોન ઇન્ડિયા તેના સેલર્સને ફ્રીમાં કોવિડ-19 હેલ્થ ઇન્શ્યોરન્સ આપશે, 50 હજાર રૂપિયા સુધીની રકમ કવર થશે

દિલ્હી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ ઇન્શ્યોરન્સ એક્ટિવેશન પછી એક વર્ષ સુધી માન્ય રહેશે
  • ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ પણ એમેઝોન જ આપશે

ભારતમાં કોરોના વાઇરસ કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે. આવી સ્થિતિમાં એમેઝોન ઇન્ડિયાએ હવે ભારતમાં તેના સેલર્સને રાહત આપતાં ફ્રી ઓફ કોસ્ટ કોવિડ-19 હેલ્થ ઇન્શ્યોરન્સ આપવાની જાહેરાત કરી છે. આ પોલિસીમાં કોવિડ-19ને કારણે હોસ્પિટલમાં દાખલ કરવાથી લઇને સારવાર, એમ્બ્યુલન્સ સહાય અને ICU ચાર્જ સહિતના તમામ ખર્ચનો સમાવેશ કરવામાં આવશે. કંપનીના જણાવ્યા અનુસાર, આ ઇન્શ્યોરન્સ રૂ .50,000 સુધીના ખર્ચને આવરી લેવામાં આવશે. આ ઇન્શ્યોરન્સ એક્ટિવેશન પછી એક વર્ષ માટે માન્ય રહેશે. ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ પણ એમેઝોન જ ચૂકવશે.

લાખો સેલર્સને ફાયદો થશે

અમેઝોને પોલિસી ડિલિવરી અને ક્લેમ તેમજ વળતરને મેનેજ કરવા એકો જનરલ ઇન્સ્યુરન્સ સાથે ભાગીદારી કરી છે. આનાથી જાન્યુઆરી 2019થી લઇને 26 મે, 2020 દરમિયાન એમેઝોન.કોમ પર એમેઝોનના લાખો સેલર્સને લાભ થશે.

પોલિસી માટે રજિસ્ટ્રેશન કરાવવાની પ્રોસેસ

આ પોલિસી માટે સેલર રજિસ્ટ્રેશન કરાવી શકે એ માટે એમેઝોન 7 દિવસ માટે રજિસ્ટ્રેશન વિન્ડો ખોલશે. તેમાં સેલર પર્સનલ ડિટેલ્સ અને KYC ડોક્યૂમેન્ટ્સ આપીને રજિસ્ટ્રેશન કરાવી શકાશે. રજિસ્ટ્રેશન માટે કોઈ મેડિકલ ટેસ્ટની જરૂર રહેશે નહીં. દરેક સેલરના ખાતાં માટે માત્ર એક જ વીમા પોલિસી હેઠળ એક જ વ્યક્તિને કવર આપવામાં આવશે.

કંપની UHID નંબર આપશે

એકવાર રજિસ્ટ્રેશન થઈ ગયા પછી સેલર્સને એકો દ્વારા એક સ્પેશિયલ હેલ્થ આઇડેન્ટિફિકેશન (UHID) નંબર આપવામાં આવશે. તેઓ આનો ઉપયોગ તેમના ખ્લેમ અને વળતર ફાઇલ કરવા માટે કરી શકે છે. કોવિડ -19 સંબંધિત હોસ્પિટલાઇઝેશન અને ટ્રીટમેન્ટના ખર્ચ માટે દાવો કરવા માટે રજિસ્ટર્ડ સેલર્સે એકોને જાણ કરવી પડશે. વીમા પોલિસી શરૂ થવા પર 15 દિવસનો માનક પ્રતીક્ષા સમય લાગુ પડશે.