• Gujarati News
  • Utility
  • Amazon India Launches Amazon Academy App For JEE Candidates, Students Will Be Able To Avail Live Lectures And Learning Materials For Free

JEE Mains 2021:એમેઝોન ઈન્ડિયાએ JEE ઉમેદવારો માટે એમેઝોન એકેડમી એપ લોન્ચ કરી, વિદ્યાર્થીઓ લાઈવ લેક્ચર્સ અને લર્નિંગ મટિરિયલનો ફ્રીમાં લાભ લઈ શકશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

એમેઝોન ઈન્ડિયાએ જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ (JEE)ની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એમેઝોન એકેડમી નામનું એક પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. આ એપ્લિકેશન JEEની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે કોચિંગ આપશે. આ એપ્લિકેશનની સાથે એમેઝોને એજ્યુકેશન બિઝનેસમાં ઈનવેસ્ટમેન્ટની દિશામાં ડગલું વધાર્યું છે. આ એપ દ્વારા JEE માટે લાઈવ લેક્ચર્સ, ક્યુરેટેડ લર્નિંગ મટિરિયલ, કોમ્પ્રીહેન્સિવ એસેસમેન્ટ્સ વગેરે ઓફર કરવામાં આવશે.

શરૂઆતમાં ફ્રીમાં કોચિંગ આપવામાં આવશે
આ એપ અત્યારે મુખ્ય રીતે એન્જિનયરિંગમાં એન્ટ્રન્સ એક્ઝામની તૈયારી કરાવશે. જો કે, બાદમાં અન્ય વિષયોને પણ કોચિંગમાં સામેલ કરવામાં આવી શકે છે. ખાસ વાત એ છે કે અત્યારે તેમાં બધું ફ્રીમાં ઉપલબ્ધ હશે. એટલે કે લર્નિંગ મટિરિયલ, ઓનલાઈન કોર્સિસ, એસેસમેન્ટ મોડ્યુલ્સ વગેરે બધું ફ્રી રહેશે.

આ વર્ષે 4 વખત પરીક્ષા થશે
આ વખતે JEE મેઈન્સ વર્ષમાં ચાર વખત લેવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) 23થી 26 ફેબ્રુઆરીની વચ્ચે પહેલા તબક્કાની પરીક્ષા લેશે. પહેલી વખત JEE મેઈન્સની પરીક્ષા અંગ્રેજીની સાથે હિન્દી સહિત 13 ભારતીય ભાષાઓમાં પણ લેવામાં આવશે. તેમાં આસામી, ઉડિયા, તેલુગુ, તમિલ અને ઉર્દૂ સામેલ છે.

પરીક્ષામાં અટેમ્પ્ટ્સને લઈને પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે પહેલી પરીક્ષા ફેબ્રુઆરી (23થી 26ની વચ્ચે), બીજી માર્ચ, ત્રીજી એપ્રિલ અને ચોથી મેમાં લેવાશે. તેમજ ઓબ્જેક્ટિવ સવાલોથી આ વખતે નેગેટિવ માર્કિંગ દૂર કરવામાં આવ્યા છે.