તમારા ફાયદાની વાત:એમેઝોન, ફ્લિપકાર્ટ અને પેટીએમ પર તમે પણ પોતાનો બિઝનેસ શરુ કરી શકો છો, જાણો પ્રોસેસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમેઝોનમાં ડિલિવરીની પ્રોસેસ પૂરી થઈ ગયા પછી તમારી પ્રોડક્ટના રૂપિયા 7 દિવસમાં બેંક અકાઉન્ટમાં આવી જશે

કોરોનાકાળમાં જો તમે ઓછા રિસ્કની સાથે પોતાનું કામ શરુ કરવા ઇચ્છતા હો તો એમેઝોન, ફ્લિપકાર્ટ અને પેટીએમ જેવા ઈ-કોમર્સ સાઈટ સાથે બિઝનેસ ચાલુ કરી શકો છો. કોરોનાટાઈમમાં ઓનલાઈન ઈ-કોમર્સ કંપનીઓ સારા એવા નફા સાથે ચાલી રહી છે. સાથે જ ઈ-કોમર્સ સાઈટ સાથે જોડાવવું પણ એકદમ સરળ છે. અમે તમને જણાવી રહ્યા છીએ, કેવી રીતે આ પ્લેટફોર્મ સાથે જોડીને પોતાનો બિઝનેસ શરુ કરવો?

એમેઝોન પર આ રીતે પ્રોડક્ટ વેચી શકો છો
આ રીતે રજીસ્ટ્રેશન કરો

  • સૌપ્રથમ sell.amazon.in પર સેલર અકાઉન્ટ બનાવો.
  • આ માટે અમુક ડોક્યુમેન્ટની જરૂર પડશે જેમ કે GST,પેન, આધાર અને પોતાનો અકાઉન્ટ નંબર આપવાનો રહેશે.
  • આ ઉપરાંત તમારો મોબાઈલ નંબર અને ઈ-મેલ ID પણ આપવાનું રહેશે.

પ્રોડક્ટ લિસ્ટ અપલોડ કરો

  • એક વાર સેલર અકાઉન્ટ બની જાય એ પછી તમારી પ્રોડક્ટ એમેઝોન પર અપલોડ કરો.
  • અપલોડ થયા પછી તે તમારી પ્રોડક્ટ સાઈટ પર વેચાણ માટે દેખાવા લાગશે.
  • તમે એમેઝોન પર પ્રોડક્ટ વેચો છો તો તમને સ્ટોરેજ, પેકેજીંગ, ડિલિવરી અને રીટર્ન મેનેજ કરવાનો ઓપ્શન મળશે.
  • FBA કે Easy Shipમાં એમેઝોન ડિલિવરી અને ગ્રાહકે રીટર્ન કરેલા પ્રોડક્ટ હેન્ડલ કરશે. તમે ઈચ્છો તો પ્રોડક્ટની ડિલિવરી જાતે કરી શકો છો.

પેમેન્ટ કેવી રીતે મળશે?
ડિલિવરીની પ્રોસેસ પૂરી થઈ ગયા પછી તમારી પ્રોડક્ટના રૂપિયા 7 દિવસમાં બેંક અકાઉન્ટમાં આવી જશે.

પ્રોડક્ટ વેચવા રેફરલ ફી આપવી પડશે
એમેઝોન પર પ્રોડક્ટ વેચતા હોત ત્યારે તમારે રેફરલ ફી આપવી પડશે. આ ઓછામાં ઓછી 2% હોય છે. એટલે કે પ્રોડક્ટની કિંમતમાંથી 2% કપાઈને બાકીના રૂપિયા તમારા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. અહીં ક્લિક કરી જાણો, તમે કઈ પ્રોડક્ટ અમેઝોન પર વેચી શકો છો અને તમારે કેટલી રેફરલ ફી આપવાની રહેશે?

ફ્લિપકાર્ટ પર આ રીતે પ્રોડક્ટ વેચી શકો છો
રજીસ્ટ્રેશન કરવી રીતે કરશો?

  • ફ્લિપકાર્ટ પર પ્રોડક્ટ વેચવા માટે તમારે સેલર અકાઉન્ટ બનાવવું પડશે.
  • તે માટે મોબિલ નંબર, ઈમેલ ID,TIN નંબર, GST નંબર અને પોતાનું બેંક અકાઉન્ટ હોવું જરૂરી છે.
  • સેલર અકાઉન્ટ બનાવવા માટે seller.flipkart.com પર જાઓ.
  • અહીં બધી જાણકારી ભર્યા પછી બિઝનેસ અને પ્રોડક્ટ ડિટેલ્સની જાણકારી ભરો.
  • આ જાણકારી આપ્યા પછી તમારું રજીસ્ટ્રેશન પૂરું થઈ જશે.

પ્રોડક્ટ લિસ્ટ અપલોડ કરો
સેલર અકાઉન્ટ બન્યા પછી પ્રોડક્ટની ડિટેલ્સ ફ્લિપકાર્ટની સાઈટ પર અપલોડ કરો.
અપલોડ કર્યા પછી પ્રોડક્ટ વેચાણ માટે સાઈટ પર દેખાવા લાગ્શે.

પેમેન્ટ કેવી રીતે મળશે?
પ્રોડક્ટ વેચાયા પછી 7થી 15 દિવસમાં ફ્લિપકાર્ટ તમારા અકાઉન્ટમાં પેમેન્ટ મોકલશે. પેમેન્ટમાં કોઈ તકલીફ થાય તો ફ્લિપકાર્ટ સેલર અકાઉન્ટમાં આપેલા નંબર પર કોલ કરી શકો છો અથવા તો sell@flipkart.com પર ઈ-મેલ કરી શકો છો. વધારે જાણકારી માટે અહીં ક્લિક કરો:

પેટીએમ મોલ પર પણ પ્રોડક્ટ વેચી શકો છો
જો તમે પેટીએમ (Paytm)સાથે બિઝનેસ કરવા ઇચ્છતા હો તો આ માટે તમારે પેટીએમ સેલર બનવું પડશે. પેટીએમે પેટીએમ મોલ નામની ઓનલાઈન શોપિંગ સાઈટ ચાલુ કરી છે. પેટીએમ સેલર બનવા માટે કોઈ ઈન્વેસ્ટ કરવાની જરૂર નથી.

આ રીતે રજીસ્ટ્રેશન કરો

  • આ માટે પેટીએમ seller.paytm.com પર સાઈનઅપ કરો.
  • એ પછી નેક્સ્ટ પેજ ખૂલશે તેમાં કેન્સલ ચેક, પેન કાર્ડ, કંપની એડ્રેસ પ્રૂફ, વેર હાઉસ પ્રૂફ અને GST નંબરની જાણકારી આપવી પડશે.
  • પ્રોડક્ટ કે સર્વિસ કેટલોગ અપલોડ કરો. એ પછી તમે પ્રોડક્ટ વેચી શકો છો.

પૈસા કેવી રીતે મળે છે?
તમારું પેઆઉટ પ્રોડક્ટ ડિલિવરી ડેટના 10થી 12 વર્કિંગ ડેની અંદર પ્રોસેસ કરવામાં આવશે. તમે આ પ્રોસેસ ટ્રેક પણ કરી શકો છો. ઓર્ડર મળ્યા પછી ઓર્ડર પ્રોસેસ થાય છે, જેમાં તમે પ્રોડક્ટનું પેકિંગ શરુ કરો છો. એ પછી ઓર્ડર મોકલો અને ઓર્ડર ડિલિવરી થયા પછી પેટીએમ તમને રૂપિયા આપે છે. વધારે જાણકારી માટે અહીં ક્લિક કરો.