• Gujarati News
  • Utility
  • Amazon Flipkart Myntra ShopClues Discount Offers; Online Shopping For Clothes Electronics And Home Appliance

ફેસ્ટિવલ ડીલ:ઓનલાઈન પ્લેટફોર્મ પર 100 રૂપિયા કરતાં પણ ઓછી કિંમતમાં અનેકો પ્રોડક્ટ અવેલેબલ, જાણો કઈ વેબસાઈટ કઈ બેસ્ટ ડીલ આપી રહી છે

6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શૉપક્લૂઝ પર ડેઈલી યુઝ પ્રોડક્ટ, કોમ્બો પેક, રિફર્બિશ્ડ ફોનની સારી ડીલ અવેલેબલ+
  • ઈલેક્ટ્રોનિક્સ, મોબાઈલ, એક્સેસરીઝ, હોમ અપ્લાયન્સિસ, કિચન અપ્લાયન્સિસ માટે ફ્લિપકાર્ટ પર બેસ્ટ ડીલ

ઓનલાઈન શૉપિંગ માટે મોટા ભાગના લોકોનાં મગજમાં એમેઝોન અને ફ્લિપકાર્ટ જ આવે છે. આ બંને પ્લેટફોર્મને દેશના સૌથી ભરોસાપાત્ર ઓનલાઈન પ્લેટફોર્મ ગણવામાં આવે છે. જોકે આ બંને સિવાય પણ ઘણા ઈ કોમર્સ પ્લેટફોર્મ છે જે પોતાની પ્રોડક્ટ ક્વોલિટી અને ડિસ્કાઉન્ટને કારણે ટોક ઓફ ધ ટાઉન બને છે.

જો તમે ફેસ્ટિવલ સિઝનમાં ઓનલાઈન શૉપિંગ કરવા જઈ રહ્યા હો તો તમે તમામ ઈ કોમર્સ પ્લેટફોર્મ અને તેની ડીલ્સથી અવગત હોવો જોઈએ. અમે તમને વિવિધ ઈ-કોમર્સ સાઈટ અને તેની ડીલ્સ વિશે જણાવીશું...

એમેઝોન અને ફ્લિપકાર્ટ: ઈલેક્ટ્રોનિક્સ, મોબાઈલ, એક્સેસરીઝ, હોમ અપ્લાયન્સિસ, કિચન અપ્લાયન્સિસ માટે બેસ્ટ
જો તમે ઈલેક્ટ્રોનિક્સ, મોબાઈલ, એક્સેસરીઝ, હોમ અપ્લાયન્સિસ, કિચન અપ્લાયન્સિસ ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા હો તો એમેઝોન અને ફ્લિપકાર્ટ પર ઓરિજિનિલ પ્રોડક્ટ પર ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

મિન્ત્રા અને બેવકૂફ
ગેજેટ્સ અને ઈલેક્ટ્રોનિક્સ માટે એેમેઝોન અને ફ્લિપકાર્ટ ભલે સારી ડીલ આપી રહ્યા હોય પરંતુ કપડાં અને શૂઝ માટે મિન્ત્રા બેસ્ટ છે. મિન્ત્રાની પ્રોડક્ટ ઓરિજિનલ હોય છે. કપડાંનાં સેગમેન્ટમાં બેવકૂફ સામેલ છે. મિન્ત્રાની જેમ મેન્સ અને વીમેન્સ કેટેગરીમાં ટોપવેર, ફૂટવેર, એક્સેસરીઝ જેવી આઈટમ પર બેસ્ટ ડીલ મળે છે.

શૉપક્લૂઝ: ડેઈલી યુઝ પ્રોડક્ટ, કોમ્બો પેક, રિફર્બિશ્ડ ફોન
સસ્તી અથવા કોમ્બો પ્રોડક્ટ ખરીદવા માટે શૉપક્લૂઝ પર સારી ઓફર મળે છે. ઈ કોમર્સ પ્લેટફોર્મ પર અલગ અલગ દિવસે વિવિધ ડીલ મળે છે. તેમાં 100 રૂપિયા કરતાં ઓછી કિંમતની ડીલ વધારે પોપ્યુલર છે. ડેકોરેશન આઈટમ પર સારી ડીલ મળી રહી છે.

ઓનલાઈન શૉપિંગ કરતાં પહેલાં ઓફલાઈન ઓફર પણ વેરિફાય કરો
ફેસ્ટિવલ સિઝનમાં ઓનલાઈન અને ઓફલાઈન બંને માર્કેટમાં ઓફર્સ અવેલેબલ હોય છે. આ ઓફર્સ ફોન, ઈલેક્ટ્રોનિક્સ, હોમ અપ્લાયન્સિસ, ગેજેટ્સ, એક્સેસરીઝ, ફેશન વેર સહિતની પ્રોડક્ટ્સ પર મળે છે. ઓનલાઈન શૉપિંગ કરતાં પહેલાં તમે ઓફલાઈન શોપિંગ કરતાં ફાયદામાં છો કે કેમ તે જાણી લેવું જોઈએ.

  • DYMA (દિલ્હી યાર્ન મર્ચન્ટ એસોસિએન્શ) સાથે સંકળાયેલા રતન કુમાર જૈન જણાવે છે કે, ઓફલાઈન માર્કેટમાંથી ખરીદી માટે ગ્રાહકોએ ઘણી દુકાનો ફરવી પડે છે તેમાં સમય અને પેટ્રોલ બંને વેડફાય છે. ઓનલાઈન શૉપિંગમાં આ કામ ગણતરીની મિનિટોમાં થઈ જાય છે.
  • ઓફલાઈન માર્કેટની ખરીદીમાં પ્રોડક્ટ ગ્રાહકની સામે જ હોય છે. ધારોકે કોઈ કપડાંની ખરીદી કરી રહ્યા હો તો તમે તેની ક્વોલિટી અને સાઈઝ પારખી શકો છો. તેનો ટ્રાયલ પણ લઈ શકો છો જ્યારે ઓનલાઈન માર્કેટમાં આવું થતું નથી. ઘણી પ્રોડક્ટ એવી હોય છે જે એક્સક્લુઝિવલી ઓનલાઈન માર્કેટ પર જ અવેલેબલ હોય છે.
  • મધ્ય પ્રદેશ ઈલેક્ટ્રિક મર્ચન્ટ એન્ડ કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનથી સંકળાયેલા ઓમપ્રકાશ ગુપ્તા જણાવે છે કે ઓફલાઈન માર્કેટથી ખરીદી કરતાં સમયે પ્રોડક્ટની જવાબદારી દુકાનદારની હોય છે. તેમાં કોઈ પણ ખામી હોય તો તેને તાત્કાલિક દૂર કરવામાં આવે છે. ઓનલાઈન શૉપિંગમાં ગ્રાહકોને આવી કોઈ સર્વિસ મળતી નથી. ઓનલાઈન ડિસ્કાઉન્ટ સિલેક્ટેડ આઈટેમ્સ પર જ હોય છે. ઘણી વખત ગ્રાહકને ઓફલાઈન માર્કેટની સમજણ રહેતી નથી.
  • ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ સેલર મંગલમ્ ઈલેક્ટ્રોનિક્સના માલિક અંશુલ બંસલ જણાવે છે કે, ઓનલાઈન શૉપિંગની પ્રોડક્ટ ઓરિજિનલ છે કે કેમ તેની સિક્યોરિટી પર હંમેશાં શંકા રહે છે. તે ફર્સ્ટ કોપી અથવા ગ્રે માર્કેટ પ્રોડક્ટ પણ હોઈ શકે છે. ઓનલાઈન શૉપિંગ કરતા ગ્રાહકો તે પ્રોડક્ટ ઓરિજિનલ છે કે કેમ તે જાણી શકતા નથી. પ્રોડક્ટ પર કંપની વૉરન્ટી આપે છે કે કેમ તેના પરથી તેની ઓરિજિનાલિટી ખબર પડે છે. ઘણી વખત ગ્રાહકોના હાથમાં સેકન્ડ હેન્ડ પ્રોડક્ટ આવી ગઈ હોવા છતાં તેઓ અંધારામાં રહે છે.