• Gujarati News
  • Utility
  • Amazon, Flipkart And Myntra's Festival Sale Starting Today, Will Get Cashback And Discount Offers

તહેવારની ખરીદી:એમેઝોન, ફ્લિપકાર્ટ અને મિન્ત્રા પર ફેસ્ટિવલ સેલ શરૂ થયો, 10 ઓક્ટોબર સુધી કેશબેક અને ઓફર્સ અને ડિસ્કાઉન્ટનો ઢગલો મળશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એમેઝોનમાં HDFC બેંકના ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર 10% સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે

તહેવારની સીઝન શરૂ થવાની છે. આ ટાઈમે ઘણા ઈ-કોમર્સ પ્લેટફોર્મ સ્પેશિયલ સેલ લઈને આવ્યા છે. એમેઝોન, ફ્લિપકાર્ટ અને મિન્ત્રાનો સેલ આજે એટલે કે 3 ઓકોટબરથી શરૂ થઈ ગયો છે. આ સેલમાં ગ્રાહકોને સારું ડિસ્કાઉન્ટ મળી મળશે. આ ઉપરાંત બેંક કે અન્ય કોઈ કંપનીના ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર તમને અલગથી કેશબેક અને ડિસ્કાઉન્ટ મળશે. અમે તમને કેશબેક અને ડિસ્કાઉન્ટ્સ વિશે જણાવી રહ્યા છીએ.

ફ્લિપકાર્ટ સેલમાં આ ઓફર્સ મળશે
ફ્લિપકાર્ટનો બિગ બિલિયન ડેઝ સેલ 3થી 10 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. તેમાં મોબાઈલ ફોન્સ, લેપટોપ, સ્માર્ટવોચ, ઈયરબડ્સ અને સ્માર્ટ ટીવી સહિત અન્ય ઘણી બધી આઇટમ્સ પર ડિસ્કાઉન્ટ અને ઓફર મળશે.

આ ઓફર મળશે

  • એક્સિસ બેંક અને ICICI બેંકના ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર 10% સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે.
  • SBI કાર્ડે 3 દિવસની મેગા શોપિંગ ફેસ્ટિવલ ઓફર 2021 ‘દમદાર દસ’ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. તેની શરૂઆત 3 ઓક્ટોબરથી થશે. આ હેઠળ SBI ક્રેડિટ કાર્ડ યુઝર્સને 10% કેશબેક મળશે.
  • પેટીએમથી પેમેન્ટ કરવા પર પણ કેશબેક મળશે.

મિન્ત્રાનો બેગ ફેશન ફેસ્ટિવલ સેલ
મિન્ત્રા(Myntra) નો સેલ પણ શરૂ થઈ ગયો છે. બિગ ફેશન ફેસ્ટિવલ નામથી આયોજિત સેલ 10 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. આ ફેસ્ટિવ સીઝનમાં આ પ્લેટફોર્મ ગેજેટ્સ, મેકઅપ અને ક્લોથ સહીત દરેક બ્રાન્ડ પર ભરપૂર ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે.

આ ઓફર મળશે

  • કોટક મહિન્દ્રા અને ICICI બેંકના ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર 10% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.
  • SBI કાર્ડે 3 દિવસની મેગા શોપિંગ ફેસ્ટિવલ ઓફર 2021 ‘દમદાર દસ’ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. તેની શરૂઆત 3 ઓક્ટોબરથી થશે. આ હેઠળ SBI ક્રેડિટ કાર્ડ યુઝર્સને 10% કેશબેક મળશે.

એમેઝોનનો ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ
આ સેલમાં ઘણી પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ અને ઓફર્સનો લાભ લઇ શકશો. જો તમે નવો સ્માર્ટફોન, ટીવી કે ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ ખરીદવાનો પ્લાન કરતા હો તો આજથી શરૂ થતા આ સેલમાંથી ખરીદી શકો છો.

આ ઓફર મળશે

  • HDFC બેંકના ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર 10% સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે.
  • SBI ક્રેડિટ કાર્ડ યુઝર્સને 10% કેશબેક મળશે.