તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Always Take Term Insurance With MWP Act, It Will Not Cover Anyone Except Your Family.

તમારા ફાયદાની વાત:હંમેશાં MWP એક્ટની સાથે ટર્મ ઈન્શ્યોરન્સ લેવો, તેનાથી પોલિસીના પૈસા તમારા પરિવાર સિવાય અન્ય કોઈને નહીં મળે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાના કારણે દેશમાં અત્યાર સુધી 3.25 લાખથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આવા વિપરિત સમયમાં તમે તમારા પરિવારને ટર્મ ઈન્શ્યોરન્સથી નાણાકીય સુરક્ષા આપી શકો છો. પરંતુ થઈ શકે છે કે ક્લેમના પૈસા નોમિની અથવા બેનિફિશિયરી (લાભાર્થી)ને મળ્યા જ ન હોય. એવું પણ થઈ શકે છે કે વીમાના પૈસા કોઈ સંબંધી અથવા પતિ દ્વારા જ્યાંથી લોન અથવા ઉધાર લીધેલા હોય તેને મળી જાય. આવી પરિસ્થિતિઓથી બચવા માટે પુરુષ વીમાધારકે મેરિડ વુમન્સ પ્રોપર્ટી એક્ટ, 1874 (MWP એક્ટ) હેઠળ ટર્મ ઇન્શ્યોરન્સ પ્લાન લેવો જોઇએ.

MWP એક્ટ શું છે?
મેરિડ વુમન્સ પ્રોપર્ટી એક્ટ 1874 અંતર્ગત પત્નીની સંપત્તિને સુરક્ષા આપવામાં આવી છે. આ સુરક્ષા ત્યારે મળે છે, જ્યારે તેના પતિનું મૃત્યુ થઈ જાય અથવા દેવાદાર થઈ જાય તો લોનની ચૂકવણી માટે પતિની જીવન વીમા પોલિસીને જપ્ત કરવામાં આવે છે. મેરિડ વુમન્સ પ્રોપર્ટી એક્ટના એડેન્ડમ (MWP)નો ફાયદો દરેક પ્રકારની જીવન વીમા પોલિસી પર મળે છે. આ પ્રકારની વીમા પોલિસીને માત્ર વિવાહિત ભારતીય જ ખરીદી શકે છે. તેના અંતર્ગત પોલિસી લેવા પર કવરના પૈસા તમારા નોમિનીને જ મળશે.

MWP એક્ટ અંતર્ગત કેવી રીતે પોલિસી લઈ શકાય છે
કોઇપણ વ્યક્તિ કોઇપણ કંપનીનો ટર્મ ઇન્શ્યોરન્સ લઈ શકે છે, સાથે MWP એક્ટ હેઠળ ઓનલાઇન ઇન્શ્યોરન્સનું પ્લાનિંગ પણ કરી શકાય છે. જ્યારે પતિ અથવા તમારા પરિવારમાં કોઇપણ પ્લાન ખરીદવા માટે ફોર્મ ભરો તો તેમાં આ સવાલ જોવો કે હું મેરિડ વુમન્સ પ્રોપર્ટી એક્ટ હેઠળ આ પોલિસી ખરીદવા માગું છે.

આ સવાલના જવાબમાં હા પસંદ કરો. ત્યારબાદ બેનિફિશિયરી અથવા ટ્રસ્ટની જાણકારી આપો. જેમ કે, નામ, સંબંધ, જન્મતિથિ, લાભનો ભાગ વગેરે. પતિ તેમાં તેની પત્ની, બાળકોના નામ આપી શકે છે. એક જ સાથે ઘણા લાભાર્થીઓને જોડી શકાય છે. કોઈપણ વિવાહિત મહિલા પણ આ પ્રકારની વીમા પોલિસી ખરીદી શકે છે, જેમાં લાભાર્થી તેના બાળકો હોઈ શકે છે.

પત્ની અને બાળકોને કવરની રકમ મળશે
વીમાની પોલિસી જે પરિણીત પુરુષે પોતાના જીવન પર લીધી છે, તેનો લાભ તેની પત્ની અને બાળકો અથવા તેમાંથી કોઈ એકને મળશે એવી ખાતરી કરવી જોઇએ. તે સિવાય પતિના કોઈ ક્રેડિટર (લોન અથવા ઉધાર આપનાર) પર કોઈ અધિકાર ન હોવો જોઇએ. એટલે કે આ એક્ટ હેઠળ પતિના વીમાના ટ્રસ્ટી તેની પત્ની અને બાળકોને જ હોય છે.

તેના અંતર્ગત લેવામાં આવેલી પોલિસીને ટ્રસ્ટ માનવામાં આવે છે
MWP એક્ટ હેઠળ લેવામાં આવેલી ટર્મ પોલિસીને ટ્રસ્ટ માનવામાં આવે છે. પોલિસીની લાભ રકમ પર ફક્ત ટ્રસ્ટીઓનો જ અધિકાર હોય છે. ડેથ ક્લેમ હોવાની સ્થિતિમાં પોલિસીમાંથી મળેલા પૈસા ટ્રસ્ટીને મળે છે, જેને ટ્રસ્ટી જ ક્લેમ કરી શકે છે. તેને કોઈ ક્રેડિટર અથવા સંબંધી ક્લેમ નથી કરી શકતું. ટ્રસ્ટી પત્ની અથવા બાળકો માટે જ ક્લેમની રકમ સુરક્ષિત રાખે છે. આ રીતે MWP એક્ટ પત્ની અને બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરે છે.

દેવાદાર લોકો માટે ઉપયોગી છે MWP એક્ટ
એવા બિઝનેસમેન અને સેલેરી મેળવનારા લોકો જેમની પર લોન અથવા અન્ય ઉધાર બાકી છે. એવા લોકો જે તેમની પત્ની અને બાળકોને આવા ક્રેડિટર્સ અથવા સંબંધીઓથી બચાવવા માગે છે, જેમની ઇચ્છા હંમેશાં છેતરપિંડી કરવાની હોય છે. ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સમાંથી મળતી રકમ મોટી હોઈ શકે છે, જે પતિનું મૃત્યુ થાય તો પરિવારનું ફ્યુચર સુરક્ષિત રાખી શકે છે. તેથી MWP એક્ટ હેઠળ ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સ લેવો દરેક વ્યક્તિ માટે સારો નિર્ણય સાબિત થઈ શકે છે.