તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Although The RT PCR Report Is Negative, Corona Can Be Present. If These Symptoms Occur, Take Corona Medicine.

AIIMSના ડાયરેક્ટરની ચેતવણી:RT-PCR રિપોર્ટ નેગેટિવ હોવા છતાં પણ કોરોના હોઈ શકે છે, જો આ લક્ષણો જોવા મળે તો કોરોનાની દવા લો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાવાઈરસનો નવો સ્ટ્રેન RT-PCR ટેસ્ટમાં પણ પકડમાં નથી આવી રહ્યો. ઘણા લોકોમાં કોરોનાનાં લક્ષણો દેખાતા હોવા છતાં પણ તેમનો રિપોર્ટ નેગેટિવ છે, એટલે કે તેમનો રિપોર્ટ ફોલ્સ નેગેટિવ છે.

દેશની કોવિડ-19 ટાસ્ક ફોર્સના મેમ્બર અને AIIMSના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાના જણાવ્યા પ્રમાણે, હવે RT-PCR ટેસ્ટ નેગેટિવ આવ્યો હોવા છતાં જે લોકોમાં કોરોનાનાં શરૂઆતના લક્ષણો છે, તેમને પણ કોરોનાનાં નક્કી પ્રોટોકોલ હેઠળ સારવાર આપવામાં આવે. કોરોનાવાઈરસનો આ નવો સ્ટ્રેન વધુ ચેપી છે અને સંક્રમિત દર્દીના સંપર્કમાં માત્ર 1 મિનિટ રહેવાથી બીજી વ્યક્તિ પણ સંક્રમિત થઈ રહી છે.

ટેસ્ટિંગ વધારે હોવાને કારણે રિપોર્ટ આવવામાં મોડું થઈ શકે છે
ડૉ. ગુલેરિયાના જણાવ્યા પ્રમાણે, કોરોના કેસની વધતી સંખ્યાને કારણે, ટેસ્ટ રિપોર્ટ આવવામાં ઘણા દિવસનો સમય લાગી રહ્યો છે. આવી સ્થિતિમાં ડૉક્ટરોએ ક્લિનિકલ-રેડિયોલોજીકલ ડાયગ્નોસિસ કરવું જોઈએ. જો એવું લાગે કે સીટી સ્કેનમાં કોરોનાના શરૂઆતના લક્ષણ દેખાય છે તો ડૉક્ટરોએ તરત કોરોના પ્રોટોકોલ હેઠળ સારવાર શરૂ કરી દેવી જોઈએ. ​​​​​​​

RT-PCR રિપોર્ટ નેગેટિવ હોવા છતાં પણ જો આ લક્ષણો છે, તો તમે કોરોના પોઝિટિવ છો