• Gujarati News
  • Utility
  • Also Keep A Mask And Sanitizer With The Tiffin In The Children’s Bag, Pouring Hot Water Into The Bottle; Learn What Else To Keep In Mind

બાળકોને ફરીથી સ્કૂલે કેવી રીતે મોકલવા:બાળકોના બેગમાં ટિફિનની સાથે માસ્ક અને સેનિટાઈઝર પણ રાખો, બોટલમાં ગરમ પાણી આપવું; જાણો અન્ય કઈ જરૂરી બાબતો ધ્યાનમાં રાખવી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બાળકોને વારંવાર ન કહો કે તેમને સ્કૂલમાં સુરક્ષિત કેવી રીતે રહેવાનું છે, પરંતુ તેમની પાસેથી જાણો તેઓ શું કરશે
  • માતાપિતાએ સ્કૂલની પોલિસી વિશે જાણકારી એકત્રિત કરવી, બાળકોમાં ઉત્સાહ વધારવા માટે પહેલાની જેમ તૈયારી કરો

મહિનાઓથી બંધ પડેલી સ્કૂલોમાં બાળકોની ફરીથી વાપસી થવા જઈ રહી છે. અનલોક 4ની ગાઈડલાઈનમાં સરકારે 9થી 12મા ધોરણના બાળકો માટે સ્કૂલ ખોલવાની જાહેરાત કરી છે. આટલા લાંબા સમયથી બંધ સ્કૂલે પાછા ફરતાં બાળકોને ઘણા બધા ફેરફારો જોવા મળી શકે છે.

અમેરિકાની વાત કરીએ તો, અહીં પણ સ્કૂલો ફરીથી ખોલવાની તૈયારી ચાલી રહી છે. વર્મોન્ટમાં બાળકોના ક્લાસ ખુલ્લી હવામાં ટેન્ટની નીચે રાખવામાં આવી શકે છે. કેરોલીનામાં બાળકોની ડેસ્કને અંતરે રાખવામાં આવી છે અને તેમની વચ્ચે પ્લેસીગ્લાસ લગાવવામાં આવ્યા છે.

જો કે, બાળકોને ફરીથી સ્કૂલે મોકલા અંગે માતાપિતા ચિંતિત છે. પરંતુ બાળકો લાંબા સમય બાદ સ્કૂલે પાછા ફરવા માટે ઉત્સાહિત છે. આવી સ્થિતિમાં જાણો બાળકોએ સ્કૂલે પાછા ફરતી વખતે શું તૈયારી અને સાવચેતી રાખવી જોઈએ.

ઘરમાં શીખેલી સારી આદતોનું પુનરાવર્તન કરો
છેલ્લા કેટલાક મહિનાથી માતા-પિતાએ બાળકોને ઘણી આદતો શીખવાડી છે. જેમ કે, યોગ્ય રીતે માસ્ક પહેરવો, હાથ ધોવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવું. સેન્ટર ફોર ચાઈલ્ડ હેલ્થ, બિહેવિયર એન્ડ ડેવલપમેન્ટના ડાયરેક્ટર એ ક્રિસટાકિસના જણાવ્યા પ્રમાણે, માતાપિતા આ આદતોને સ્કૂલના પહેલા જ દિવસથી લાગુ કરી દે અને યોગ્ય રીતે તેનું પાલન કરવા માટે બાળકોને પ્રોત્સાહિત કરો.

પહેલાની જેમ સ્કૂલની તૈયારીઓ કરો

  • યેલ સ્કૂલ ઓફ મેડિસિનના ચાઈલ્ડ સ્ટડી સેન્ટરના ટ્રોમા સેક્શનમાં ક્લિનિકલ સાયકોલોજિસ્ટ મીગન ગોસ્લિનના જણાવ્યા પ્રમાણે, મહામારીએ આપણા રૂટિન સહિત ઘણું બધું લઈ લીધું છે. આવી સ્થિતિમાં જેમ તમે પહેલા સ્કૂલની તૈયારીઓ કરતા હતા, એ જ રીતનું ફરીથી પુનરાવર્તન કરો
  • શોપિંગ દરમિયાન બાળકોને નવો માસ્ક અપાવતા પહેલા વિચાર કરવો, જેથી તેઓ સ્કૂલમાં તેને પહેરવા માટે ઉત્સાહિત રહે. એક પેકિંગ લિસ્ટ જરૂરથી બનાવવો, કેમ કે, હેન્ડ સેનિટાઈઝર, માસ્ક અને એક પાણીની બોટલ મૂકવાનું ભૂલાઈ નહીં. બોટલમાં બને તો ગરમ પાણી આપવું.

બાળકોને પહેલ કરવા દો

  • હાથની સફાઈ અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવી વાતો બાળકો પહેલાથી જાણે છે. આવી સ્થિતિમાં તેમને એક જ વસ્તુ વારંવાર હેરાન કરી શકે છે. તેમને યાદ અપાવવાને બદલે, તેમને સવાલ કરો કે તેમને આગળ શું કરવું જોઈએ અને બાળકોની વાતને પ્રાધાન્ય આપો, તેનાથી તેઓ યોગ્ય રીતે કામ કરી શકશે.
  • એનવાઇયુ લેન્ગોન મેડિકલ સેન્ટરમાં પિડિયાટ્રિક એપેડેમિયોલોજિસ્ટ જેનિફર લાઇટર કહે છે કે, બાળકો આ લક્ષ્યોને તેમના પોતાના લક્ષ્યો અનુસાર સમજવાનું શરૂ કરી દેશે. જો બાળકોના મનમાં કોઈ ડર હોય તો તેને સમજો. આવા વિચિત્ર સંજોગોમાં મહિનાઓ સુધી શાળાથી દૂર રહ્યા પછી તેઓ કેટલીક બાબતો અંગે ચિંતિત હોઈ શકે છે.

તમારી સાથે બાળકોને પણ જાણકાર બનાવો
માતા-પિતાએ તેમના બાળકોના શિક્ષકો અથવા સ્કૂલની વેબસાઇટની મદદથી સ્કૂલની પોલિસીને સંપૂર્ણ રીતે સમજવી જોઈએ. બાળકોને પણ આ અંગે જાગૃત કરવા જોઇએ. ઉદાહરણ તરીકે, તેમને કહો કે જ્યારે તેઓ સ્કૂલે જશે ત્યારે તેમનું તાપમાન ચેક કરવામાં આવી શકે છે. જો બાળક આ ફેરફારોથી ડરશે તો તેમને જણાવો કે આ બાબતોનું પાલન કરીને તેઓ તેમના પરિવાર અને મિત્રોને સુરક્ષિત રાખી શકે છે. આ ઉપરાંત, તેમના પર માહિતીનો ભાર વધારવાનું ટાળો.

બાળકો સાથે ખુલ્લા મને વાત કરો
ડોક્ટર ગોસ્લિન બાળકોને દરરોજ જમતી વખતે એ પૂછે છે કે તેઓ સ્કૂલ વિશે બે વાત જણાવે. પહેલું એ કે તેઓ કઈ વસ્તુ માટે ઉત્સાહિત છે અને બીજું એ કે તેઓ શું વિચારી રહ્યા છે. આ એક રીતે દૈનિક પરિસ્થિતિ જાણવાનો એક રસ્તો છે. આમાં શિક્ષકની મદદ સામેલ કરીને તમે સરળતાથી બાળકની પરિસ્થિતિ જાણી શકો છો અને તેમની મદદ કરી શકો છો.

સેલિબ્રેટ કરો
ડોક્ટર ગોસ્લિનને જાણવા મળ્યું કે, બાળકને સ્કૂલમાં ભળી જવા માટે એક અઠવાડિયાં અથવા એક મહિનાનો સમય લાગી શકે છે. આ સમય પૂરો થયા પછી બાળકોની સામે તેને એક સિદ્ધિ ગણો. આની ઉજવણી કરવા માટે બાળકોને બહાર લઈ જઈ શકાય.

અન્ય સમાચારો પણ છે...