સુવિધા / તમામ કંપનીઓએ કર્મચારીઓને કેન્ટિન અને બાળકો માટે ઘોડિયાઘરની સુવિધા આપવી પડશે

All companies will have to provide canteen and children's cottage facilities for the employees

Divyabhaskar.com

Jul 11, 2019, 04:40 PM IST

યુટિલિટી ડેસ્કઃ કેન્દ્રિય કેબિનેટે બુધવારે હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન કોડ બિલ-2019ને મંજૂરી આપી દીધી છે. આ કાયદો બની જવાના કારણે હવે કંપનીઓએ તેમના કર્મચારીઓનું વાર્ષિક હેલ્થ ચેકઅપ કરવાનું ફરજિયાત રહેશે.


આટલું જ નહીં, કંપનીઓએ તેમના કર્મચારીઓ માટે કેન્ટિંગ અને તેમના બાળકો માટે ઘોડીયાઘર (ક્રેચ)ની સગવડ આપવાની રહેશે. શ્રમ અને રોજગાર મંત્રી સંતોષ ગંગવારે જણાવ્યું કે, સરકારની પ્રાથમિકતા મજૂરોના હિતોનો ખ્યાલ રાખવાની છે. સરકારે 13 શ્રમ કાયદા બનાવ્યા છે. તેનાથી 40 કરોડ કામદારોને ફાયદો થશે. ગંગવારે જણાવ્યું કે, નવા બિલમાં 178 રૂપિયા પ્રતિદિન મજૂરી દર મહિનાની નક્કી તારીખે આપી દેવાની પણ જોગવાઇ છે. તેનાથી વધુ મજૂરી આપનારા રાજ્યો ઉપર કોઇ પ્રતિબંધ નથી. આગામી 2-3 દિવસોમાં આ કાયદા બિલ લોકસભામાં રજૂ થશે. બિલમાં દેશની તમામ કંપનીઓના કર્મચારીઓને નિમણૂંકપત્ર પણ આપવાનો રહેશે.

X
All companies will have to provide canteen and children's cottage facilities for the employees
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી