કામની વાત:બધા બેંક અકાઉન્ટને આધાર સાથે લિંક કરવા જરૂરી છે, ઓનલાઈન ચેક કરો તમારું અકાઉન્ટ આધાર સાથે લિંક છે કે નહીં

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • નાણામંત્રી નિર્મલા સીતારામને બેંકોને માર્ચ 2021 સુધીમાં તમામ ખાતાઓને આધાર નંબર સાથે જોડવાનો નિર્દેશ આપ્યો હતો
 • ઈન્ડિયન બેંક એસોસિએશનની 73મી વાર્ષિક સામાન્ય સભાને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરતી વખતે આ સૂચના આપી હતી

નાણામંત્રી નિર્મલા સીતારામને મંગળવારે બેંકોને 31 માર્ચ 2021 સુધીમાં તમામ ખાતાને તેમના ખાતાધારકોના આધાર નંબર સાથે જોડાવા માટે નિર્દેશ આપ્યો હતો. ઘણા લોકોને ખબર નથી કે તેમનું અકાઉન્ટ આધાર સાથે જોડાયેલું છે કે નહીં? જો તમને પણ ખબર નથી કે તમારું અકાઉન્ટ આધાર સાથે લિંક છે કે નહીં તો તમે ઘરેબેઠા તેની જાણકારી મેળવી શકો છો. જાણો તેની પ્રોસેસ...

આ રીતે જાણો અકાઉન્ટ આધાર સાથે લિંક છે કે નહીં

 • સૌથી પહેલાં UIDAIની સત્તાવાર વેબસાઈટ uidai.gov.in પર જવું
 • ત્યારબાદ ‘Aadhaar Services’સેક્શન પર ક્લિક કરો ‘Check Aadhaar & Bank Account Linking Status’ પર જવું.
 • જેવું તમે તેના પર ક્લિક કરશો, એક નવું પેજ ઓપન થશે. અહીં તમારી પાસે 12 આંકડાનો આધાર નંબર માગવામાં આવશે.
 • આધાર નંબર આપવામાં આવેલી જગ્યાએ ભરો. ત્યારબાદ સ્ક્રીન પર એક સિક્યોરિટી કોડ પણ દેખાશે, જે જોઈને ભર્યા પછી વન ટાઈમ પાસવર્ડ (OTP) તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવશે.
 • હવે તમારે OTP દાખલ કરવાનો રહેશે અને ફરીથી લોગિન કરવાનું રહેશે.
 • જો તમારું બેંક અકાઉન્ટ આધારથી લિંક થઈ ગયું હશે તો તમને કોન્ગ્રેચ્યુલેશનનો મેસેજ આવશે- “Congratulations! Your Bank Aadhaar Mapping has been done”

SBI યુઝર આ રીતે ઓનલાઈન લિંક કરી શકશે

 • www.onlinesbi.com પર લોગઈન કરવું
 • સ્ક્રીનની ડાબી બાજુ દેખાતા "My Accounts" અંતર્ગત "Link your Aadhaar number" પર જવું.
 • હવે બીજા પેજ પર અકાઉન્ટ નંબર પસંદ કરો, આધાર નંબર દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો.
 • તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરના છેલ્લા 2 આંકડા ( તેને બદલી શકાતા નથી) દેખાશે.
 • મેપિંગની સ્થિતિની જાણકારી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આપવામાં આવશે.
 • આ પ્રક્રિયા માટે તમારે ઇન્ટરનેટ બેંકિંગ માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

ATM દ્વારા બેંક અકાઉન્ટને આધાર સાથે લિંક કરો

 • જો તમે હજી સુધી ઇન્ટરનેટ બેંકિંગ માટે રજિસ્ટ્રેશન નથી કર્યું તો, તમે તમારા ATM કમ ડેબિટ કાર્ડની વિગતોનો ઉપયોગ કરીને અકાઉન્ટને ઓનલાઈન આધાર સાથે લિંક કરી શકો છો.
 • તેના માટે ATM પર જઈને તમારું કાર્ડ સ્વાઈપ કરો અને તમારો પિન દાખલ કરો.
 • “Services” મેન્યુમાં “Registrations“ના ઓપ્શન પર ક્લિક કરો
 • હવે “Aadhaar Registration” ઓપ્શન પસંદ કરો
 • અકાઉન્ટના પ્રકાર (Saving/ Current) પસંદ કરો અને તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો.
 • આધાર નંબર ફરીથી દાખલ કરો અને “OK“ બટન પર ક્લિક કરો
 • બેંક અકાઉન્ટ સાથે તમારો આધાર લિંક થતાં જ તમને મેસેજ આવી જશે

આધારથી બેંક અકાઉન્ટ લિંક કરાવવાના ફાયદા
સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર, તમારા અકાઉન્ટને આધાર નંબરની સાથે લિંક કરાવવું જરૂર નથી. પરંતુ પેન્શન, LPG સબ્સિડી અથવા સરકારી યોજનાઓ અંતર્ગત મળતી રકમ હવે ડાયરેક્ટ બેંક અકાઉન્ટમાં જ આવે છે. પરંતુ તેનો લાભ લેવા માટે તમારું બેંક અકાઉન્ટ આધાર સાથે લિંક હોવું જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...