• Gujarati News
  • Utility
  • All 12 digit Numbers, Not Aadhaar Numbers, Here's The Step to step Process For Aadhaar Verification

નકલી આધારકાર્ડને આ રીતે ઓળખો:બધા 12 ડિજીટવાળા નંબર આધાર નંબર નહીં, આધાર વેરિફિકેશન માટે આ રહી સ્ટેપ-ટુ સ્ટેપ પ્રોસેસ

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજે આધારકાર્ડ એક અગત્યનું ડોક્યુમેન્ટ બન્યું છે. આધારકાર્ડમાં તમારી બધી જ જાણકારી જેવી કે, નામ, મોબાઈલ નંબર, એડ્રેસ, જન્મ તારીખ સાચી હોવી જરૂરી છે. આજે આધારકાર્ડ બધી જ જગ્યા પર આઈડી પ્રુફ તરીકે સ્વીકારવામાં આવે છે. ઘણીવાર આપણે કોઈ પણ તપાસ કર્યા વગર કોઈપણ આધાર નંબરને સાચા માની લઈએ છીએ. પરંતુ આધાર સાથે જોડાયેલી સેવાઓને જોતા ઓથોરિટી (UIDAI)નું કહેવું છે કે, દરેક 12 ડિજીટનો નંબર આધાર નંબર નથી હોતો.

નકલી આધાર હશે તો પકડાઈ જશે
જો તમે તમારું ઘર કોઈને ભાડે આપો છો અથવા તો કોઈને નોકરી પર રાખો છો, તો તેના આધાર નંબરની ચકાસણી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ બતાવશે કે શું તે વ્યક્તિનું આધાર નકલી નથી અને તે વ્યક્તિ ખોટો નથી. કારણ કે ખોટી વ્યક્તિ કાગળનો નકલી આધાર બનાવી શકે છે, પરંતુ તેની સાચી માહિતી UIDAI સાઇટ પર મળી જાય છે.

આ રીતે કરી શકો છો વેરિફિકેશન
UIDAI કોઈપણના આધાર નંબરને ચકાસવાની સુવિધા પૂરી પાડે છે. તેની પ્રક્રિયા ખૂબ જ સરળ છે અને તેના માટે તમારે ફી પણ ચૂકવવી પડતી નથી. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કેવી રીતે કરી શકાય પ્રોસેસ...

આધાર એમ એપથી કરી શકો છો વેરિફિકેશન

  1. આધાર કાર્ડમાં ક્વિક રિસ્પોન્સ (QR) કોડ આપવામાં આવ્યો છે, જેનો ઉપયોગ વેરિફિકેશન માટે કરી શકાય છે.
  2. આ માટે તમારે મોબાઇલ એપ mAadhaar ડાઉનલોડ કરવું પડશે.
  3. જેમાં તમને આધાર વેરિફિકેશનના બે ઓપ્શન મળશે.
  4. પહેલા વિકલ્પ 'આધાર વેરિફાય'માં તમે આધાર નંબરથી વેરિફાઇ કરી શકશો.
  5. બીજા વિકલ્પ 'QR કોડ સ્કેનર'માં તમે આધાર કાર્ડ પર આપવામાં આવેલા QR કોડને સ્કેન કરી શકશો અને જાણી શકશો કે આધાર નંબર સાચો છે કે નહીં.
  6. આ સિવાય Aadhaar QR scanner એપ દ્વારા QR કોડ સ્કેન કરીને પણ સાચી જાણકારી મેળવી શકો છો.