• Gujarati News
  • Utility
  • Airtel Users Got A Shock Of Inflation, Tariff Rates On Prepaid Plans Increased By 25%

એરટેલ યુઝર્સને મોટો ઝટકો:ભારતી એરટેલે પ્રીપેડ મોબાઈલ પ્લાન્સ ટેરિફમાં 25% વધારે કર્યો, 26 નવેમ્બરથી નવી કિંમતો લાગુ પડશે

7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારતી એરટેલે કહ્યું કે, એક સારા અને સ્વસ્થ બિઝનેસ મોડલ માટે દર વધારવા જરૂરી હતા
  • જિયો અને વોડાફોન પણ ભાવ વધારી શકે છે

એરટેલે કંપનીએ તેના પ્રીપેડ પ્લાન્સમાં ટેરિફ દરમાં 25% વધારો કરવાનો નિર્ણય લીધો છે. નવા ટેરિફ દર 26 નવેમ્બરથી લાગુ થશે. આની પહેલાં કંપનીએ જુલાઈમાં પોસ્ટપેડ પ્લાનની કિંમતમાં વધારો કર્યો હતો. આના પછી એરટેલના 28 દિવસના પ્રીપેડ પ્લાનની કિંમત 79 રૂપિયાથી વધીને 99 રૂપિયા થઈ ગઈ. હવે યુઝર્સને 149 રૂપિયાની જગ્યાએ 179 રૂપિયા ખર્ચ કરવા પડશે.

એરટેલે પ્લાન કેમ મોંઘા કર્યા?
ભારતી એરટેલે કહ્યું કે, એક સારા અને સ્વસ્થ બિઝનેસ મોડલ માટે દર વધારવા જરૂરી હતા. એવરેજ રેવન્યુ પર યુઝર (ARPU) 200 રૂપિયા હોવો જોઈએ અને પછી તે વધારીને 300 રૂપિયા સુધી પહોંચવો જોઈએ. જેથી કંપનીઓને ઈન્વેસ્ટ કરેલી રકમ પર યોગ્ય રિટર્ન મળી શકે.

જિયો અને વોડાફોન પણ ભાવ વધારી શકે છે
એરટેલના પ્રીપેડ પ્લાન્સની નવી કિંમત 26 નવેમ્બરથી શરૂ થશે. જિયો અને વોડાફોને પ્રાઈસ હાઈકની હજુ જાહેરાત નથી કરી, પણ ચર્ચાઓ થઈ રહી છે કે એરટેલના પ્લાન્સની કિંમત બદલાય પછી આ કંપનીઓ પણ તેમના પ્રીપેડ પ્લાન્સની કિંમત વધારી શકે છે.

કંપનીના શેરમાં ઉછાળો
ભારતી એરટેલના શેરે આજના શરૂઆતના બિઝનેસમાં 5% ઉછાળા સાથે 52 અઠવાડિયાંના હાઈ સુધી પહોંચી ગયો. તે 749.15 રૂપિયા પર સ્થિર છે. કંપનીએ પ્રીપેડ કસ્ટમર્સના મોબાઈલ ટેરિફમાં પણ વધારો કર્યો છે. તેની અસર શેર પર જોવા મળી.

એરટેલ પ્લાન્સ જિયો કરતાં 50% સુધી મોંઘા
આ વધારા પછી એરટેલના પ્રીપેડ પ્લાન્સ જિયોની સરખામણીએ 30થી 50% સુધી મોંઘા થઇ જશે. જિયોનો 2GB અને 28 દિવસની વેલિડિટીવાળો પ્લાન 129 રૂપિયાનો છે, એરટેલના આ પ્લાનની કિંમત 179 રૂપિયા થઈ જશે. જિયોમાં ડેઇલી 1.5GBવાળા 84 દિવસની વેલિડિટી પ્લાનની કિંમત 555 રૂપિયા છે, એરટેલના ગ્રાહકોને આ માટે 719 રૂપિયા ખર્ચવા પડશે.