તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Airtel Is Offering 3 Months Free YouTube Premium Subscription To Users, This Way Customers Will Benefit

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડિઝની+ હોટસ્ટાર બાદ નવી ઓફર:એરટેલ યુઝર્સને 3 મહિનાનું ફ્રી યુટ્યુબ પ્રીમિયમ સબસ્ક્રિપ્શન આપી રહી છે, આ રીતે ગ્રાહકોને ફાયદો મળશે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાહકોને આ મેમ્બરશિપ પ્લાનનો ફાયદો 22 એપ્રિલ 20201 સુધી મળશે
  • યુટ્યુબના પ્રીમિયમ પ્લાન માટે દર મહિને 129 રૂપિયા ખર્ચ કરવા પડે છે

એરટેલ ગ્રાહકોને ત્રણ મહિના માટે ફ્રી યુટ્યુબ પ્રીમિયમ મેમ્બરશિપ આપી રહી છે. આ મેમ્બરશિપને લેવા માટે ગ્રાહકોએ એરટેલ થેન્ક્સ એપ પર જવું પડશે. આ મેમ્બરશિપ પ્લાન 22 એપ્રિલ 2021 સુધી લઈ શકાશે. જો કે, ફ્રી યુટ્યુબ પ્રીમિયમ મેમ્બરશિપ ઓફર માત્ર પસંદગીના એરટેલ ગ્રાહકો સુધી મર્યાદિત છે

ભારતી એરટેલે ગ્રાહકોને પહેલાં ડિઝની+ હોટસ્ટાર VIP સબસ્ક્રિપ્શનનું ફ્રી એક્સેસ આપવાની શરૂઆત કરી હતી. આ સબસ્ક્રિપ્શન કંપનીએ તેના પ્લેટિનમ ટીયર ગ્રાહકોને આપ્યું હતું.

શું છે યુટ્યુબ પ્રીમિયમ મેમ્બરશિપ?
યુટ્યુબ પ્રીમિયમ મેમ્બરશિપ લીધા બાદ યુઝર કોઈપણ જાહેરાત વિના વીડિયોની મજા લઈ શકે છે. તે ઉપરાંત આ સર્વિસમાં યુટ્યુબ ઓરિજિનલ અને યુટ્યુબ મ્યુઝિકનું ફ્રી એક્સેસ પણ મળે છે. તેમાં ગીતોને ઓફલાઈન અને બેકગ્રાઉન્ડમાં પ્લે કરી શકાય છે. યુઝરને આ સર્વિસ માટે 129 રૂપિયા મહિને ખર્ચ કરવા પડે છે.

યુટ્યુબપ્રીમિયમપ્લાન
યુઝર2 મહિનો ફ્રી129/મહિનો
સ્ટુડન્ટ1 મહિનો ફ્રી79/મહિનો
ફેમિલી1 મહિનો ફ્રી189/મહિનો

આ યુઝર્સને ફાયદો મળશે
યુટ્યુબ પ્રીમિયમ ઓફર 22 ઓક્ટોબર, 2020થી શરૂ થઈ હતી, જે 22 એપ્રિલ 2021ના રોજ સમાપ્ત થશે. આ ઓફર માત્ર તે ગ્રાહકોને મળશે જેમની પાસે વર્તમાનમાં યુટ્યુબ મ્યુઝિક પ્રીમિયમ, યુટ્યુબ પ્રીમિયમ, યુટ્યુબ રેડ અથવા ગૂગલ પ્લે મ્યુઝિકનું સબસ્ક્રિપ્શન નથી. ગ્રાહકોની પાસે પહેલાથી જ યુટ્યુબ પ્રીમિયમ ટ્રાયલ અથવા કોઈપણ જણાવેલ સર્વિસનું સબસ્ક્રિપ્શન હોવું ન જોઈએ. ટ્રાયલ સમયગાળો પૂરો થવા પર ગ્રાહકોને 129 રૂપિયા મહિને ખર્ચ કરવા પડશે. જો કે, સબસ્ક્રિપ્શન જોઈતું હોય તો મેમ્બરશિપ રદ કરી શકે છે.

કંપની ડિઝની+ હોટસ્ટાર સબસ્ક્રિપ્શન પણ આપી રહી છે
એરટેલે તેના બ્રોડબેન્ડ અને પ્રીપેડ ગ્રાહકો માટે એક વર્ષ સુધી ડિઝની + હોટસ્ટારનું સબસ્ક્રિપ્શન ફ્રી આપવાની શરૂઆત કરી હતી. આ ઓફર 499 રૂપિયા અથવા તેનાથી વધારેના પોસ્ટપેડ પ્લાન અને 999 રૂપિયા અથવા તેનાથી વધારેના બ્રોડબેન્ડ પ્લાન પર ઉપલબ્ધ છે. તેમજ પ્રીપેડ યુઝર્સ માટે આ સબસ્ક્રિપ્શન 401 રૂપિયા, 612 રૂપિયા, 1,208 રૂપિયા, 2,599 રૂપિયા અને અન્ય પ્લાન પર ઉપલબ્ધ છે. ડિઝની+ હોટસ્ટારનો મંથલી સબસ્ક્રિપ્શન ચાર્જ 399 રૂપિયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો