તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Airtel Discontinues Rs 2398 Plan With 365 Days Validity, Find Out What Other Options Are Available In This Validity

ક્લોઝિંગ:એરટેલે 365 દિવસની વેલિડિટીવાળો 2,398 રૂપિયાનો પ્લાન બંધ કર્યો, જાણો આ વેલિડિટીમાં અન્ય કયા ઓપ્શન ઉપલબ્ધ છે

એક વર્ષ પહેલા
  • 2,398 રૂપિયાના પ્લાનમાં કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને પ્રતિ દિવસ 1.5 GBનો ડેટા મળતો હતો
  • 365 દિવસની વેલિડિટીવાળા એરટેલના 1,498 રૂપિયા અને 2,498 રૂપિયાના પ્લાન એક્ટિવ

ટેલિકોમ કંપની એરટેલે તેનો 365 દિવસનો 2,398 રૂપિયાનો પ્રિપેઈડ પ્લાન બંધ કર્યો છે. આ પ્લાનમાં પ્રતિ દિવસ 1.5 GBનો હાઈ સ્પીડ ડેટા અને કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળતી હતી. જો તમે એરટેલના ગ્રાહક છો અને તમારે 365 વેલેડિટીવાળો કોઈ પ્લાન એક્ટિવ કરાવો છે તો તમારી પાસે 2 અન્ય પ્લાનનો પણ ઓપ્શન છે.

365 દિવસની વેલિડિટીવાળા આ 2 પ્લાન એક્ટિવ
1,498 રૂપિયા

એરટેલના આ પ્રિપેઈડ પ્લાનમાં કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ મળે છે. આ પ્લાનમાં કુલ 24 GB ડેટા મળે છે. સાથે જ કુલ 3600 SMSની સુવિધા મળે છે. સાથે જ કંપની એરટેલ એક્સટ્રિમ પ્રિમિયમ, હેલોટ્યુન્સ ,વિંક મ્યૂઝિક, 1 વર્ષનો ફ્રી એકેડેમિક કોર્સ સહિતની સુવિધા પણ ઓફર કરે છે.

2,498 રૂપિયા
આ પ્લાનમાં તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ મળે છે. ગ્રાહકોને પ્રતિ દિવસ 100 SMS અને 2 GBનો ડેટા મળે છે. આ પ્લાનમાં ગ્રાહકોને એરટેલ એક્સટ્રિમ પ્રિમિયમ, હેલોટ્યુન્સ ,વિંક મ્યૂઝિક, 1 વર્ષનો ફ્રી એકેડેમિક કોર્સ સહિતની સુવિધા પણ મળે છે.

2,398 રૂપિયાના પ્લાનમાં મળતી સુવિધાઓ
એરટેલે બંધ કરેલા 2,398 રૂપિયાના પ્લાનમાં પ્રતિ દિવસ 1.5 GBનો ડેટા અને 100 SMSની સુવિધા મળતી હતી. કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ સાથે આ પ્લાનમાં zee5નું સબસ્ક્રિપ્શન પણ મળતું હતું.

અન્ય સમાચારો પણ છે...