એરટેલની ધમાકેદાર ઓફર:12 હજાર રૂપિયા સુધીની કિંમતનો સ્માર્ટફોન ખરીદો, રિચાર્જ કરાવો અને 6 હજાર રૂપિયાનું કેશબેક મેળવો

7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ ઓફરમાં 150થી વધારે સ્માર્ટફોન લિસ્ટેડ છે
  • વિન્ક મ્યુઝિકનું ફ્રી સબ્સ્ક્રિપ્શન અને 30 મહિનાનું ફ્રી એમેઝોન પ્રાઈમ ટ્રાયલ મળશે

ટેલિકોમ કંપની એરટેલ સ્માર્ટફોન પર 6 હજાર રૂપિયાનું કેશબેક આપી રહી છે. એરટેલના પોર્ટલ પરથી નવા સ્માર્ટફોન ખરીદવા પર 3 વર્ષની અંદર કેશબેક અમાઉન્ટ જમા થશે. એરટેલના 'મેરા પેહલા સ્માર્ટફોન' ઈનિશિએટિવ હેઠળ સેમસંગ, શાઓમી, વિવો, ઓપ્પો, રિયલમી, નોકિયા, આઈટેલ, લાવા, ઈન્ફિનિક્સ, ટેક્નો, લેનેવો અને મોટોરોલા સહિતની 12 બ્રાન્ડના 12 હજાર રૂપિયા સુધીની કિંમતના સ્માર્ટફોનની ખરીદી કરી શકાશે. આ ઓફરમાં 150થી વધારે સ્માર્ટફોન લિસ્ટેડ છે.

2 પાર્ટમાં કેશબેક મળશે
કેશબેક બેનિફિટ લેવા માટે એરટેલે શરત પણ રાખી છે. ફોનની ખરીદી સાથે એરટેલ ગ્રાહકે 36 મહિના સુધી સતત 249 રૂપિયા અથવા તેનાથી વધારે રૂપિયાના પ્રીપેઈડ પેકનું રિચાર્જ કરાવવું પડશે. ગ્રાહકને કેશબેક 2 ભાગમાં મળશે. પહેલાં 2000 રૂપિયા 18 મહિના બાદ અને બાકીના 4000 રૂપિયા 36 મહિના પછી મળશે.

કેશબેકનું ગણિત સમજો

  • 36 મહિનાના 249 રૂપિયાના રિચાર્જ કરવા પડશે અર્થાત 249x36= 8,964 રૂપિયા
  • ત્યારબાદ કંપની તમને 18 મહિના બાદ પ્રથમ પાર્ટના 2000 રૂપિયા અને બાકી રહેલા 4000 રૂપિયા 36 મહિના પછી આપશે.

વન ટાઈમ ફ્રી સ્ક્રીન રિપ્લેસમેન્ટ
આ ઓફર હેઠળ ફોનની ખરીદી સાથે Servify દ્વારા વન ટાઈમ ફ્રી સ્ક્રીન રિપ્લેસમેન્ટ પણ મળશે. જોકે તેની કિંમત 4800 રૂપિયાની છે. કંપનીના જણાવ્યા પ્રમાણે ગ્રાહક એક વખત એલિજિબિલ રિચાર્જ કરાવશે તે એરટેલ થેંક્સ એપ પર સ્ક્રીન રિપ્લેસમેન્ટ એનરોલમેન્ટ 90 દિવસની અંદર મળી જશે. આ ઓફર હેઠળ ગ્રાહકોને વિન્ક મ્યુઝિકનું ફ્રી સબ્સ્ક્રિપ્શન અને 30 મહિનાનું ફ્રી એમેઝોન પ્રાઈમ ટ્રાયલ મળશે.